તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ? – વિવેક મનહર ટેલર

કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?
કહો, કોણ કોના હિસાબો તપાસે? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, તમે ચાલ સમજી લીધી’તી સમયની,
બની ફળ મજાના ઊંચી કોઈ ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

13 replies on “તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ? – વિવેક મનહર ટેલર”

  1. what a beautiful sound of words,
    what a handsome power of mind,
    i need to know from your breath, O dear, i cant get you here,,,

  2. “સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
    ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?”

    ક્ષિતિજની આ પાર થી પેલે પાર કેમ પહોંચાશે વિવેકભાઈ?
    સુંદર રચના અને છેલ્લો શેર દાદ માંગી લે છે.

  3. ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?
    વિવેકભાઇની ફરી એકવાર સુન્દર રચનાનો લાભ મળ્યો. આભિનન્દન્..

  4. મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
    દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

    સરસ રચના…

  5. nice gazal vivek bhai..
    aa sher bahu gamyo..
    હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
    છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

  6. દ્ બા યે લા આ લ્બ મ ના એકાદ પાને………..બ હુ જ સ ર સ્………વિવેક્ભાઇ……વાહ્…….

  7. હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, તમે ચાલ સમજી લીધી’તી સમયની,
    બની ફળ મજાના ઊંચી કોઈ ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    બહુ સુંદર ગઝલ… દિલ હચમચી ગયુ….

  8. સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
    ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    સારો શેર એમાં પણ ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી નો ઝબકારો ગમ્યો

  9. કાબીલે તારીફ ગઝલ
    ખુબ સુંદર રદીફ-“તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે”
    સૌથી ઉત્તમ શેર
    સમય,શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
    ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે
    શુભાન અલ્લાહ્

  10. ઓ વિવેકભાઇ !
    તમે, ક્યાઁના ક્યાઁ ,જઇ બેઠા છો ,આજે ,હેઁ !

Leave a Reply to Sujata Cancel reply

Your email address will not be published. Required fields are marked *