મહામનુ, માંગે શું ચિનગારી

પૂર્વભૂમિકા : સુરેન ઠાકર ‘મેહુલ’
સ્વર : ચન્દુ મટ્ટાણી
સંગીત : આશિત દેસાઇ
આલ્બમ : અખંડ ઝાલર વાગે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું જ અનલ અવતારી
મહામનુ, માંગે શું ચિનગારી

આત્મ ન દેખ્યો, હજી નવ શિખ્યો,
જ્ઞાન ગયું શું ભુલાઇ.
વર્ષ બધા ચિંતનમાં ગાળ્યા
બીક ઉભી રહી તારી

જગત બધુંય અનલમય ભાસે
———–

તું જ અનલ અવતારી
મહામનુ, માંગે શું ચિનગારી

આત્મ મંદિરે જ્યોતિ બીરાજે
શોધ કરે અલગારી
ખોલી તારા અંતર પડદા
જ્યોતિ પ્રગટ કર તારી

ભીખવું છોડી બધું દે આવું,

તું જ અનલ અવતારી
મહામનુ, માંગે શું ચિનગારી

 

……………………………..

આજે તમને જરા homework આપું?

ખાલી જગ્યા પૂરો. :)

7 replies on “મહામનુ, માંગે શું ચિનગારી”

  1. સુરેન ઠાકરનો આસ્વાદ,ચન્દુ મટાણીનો અવાજ આશિત દેસાઈનુ સ્વરનિયોજન અને પાર્શ્વસન્ગીત બધુ જ ઉત્તમ કોટિનુ.

  2. મને એવુ લાગે છે કે આ ગીત એક જ દે ચીનગારી….નો જવાબ આપ છે????

  3. ઑંમ શાતિઃ શાન્તિઃ શાન્તિ ઃ
    માગુઁ હવે બસ પ્યાલી !!!!!

  4. મધુરું ગીત માણતા-અંતર નાદ થયો
    वैश्वानर: प्रविशत्यतिथिर्ब्राह्मणों गृहान्।
    तस्यैतां शान्ति कुर्वन्ति हर वैवस्वतोदकम् ॥७॥
    असतो मा सद् गमय,
    तमसों मा ज्योतिर्गमय,
    मृत्योर्माऽमृतं गमय

  5. તમે આટલી બધી અમારી ખાલી જગ્યાઓ પૂરી તો શું અમે એક ખાલી જગ્યા તમારા માટે ન ભરી શકીએ? 😉

    આ રહ્યું મે’મ આજનું ઘરકામ…

    ભીખવું છોડી બધું દે આવું, (માનવનાં ચિનગારી માગવાનાં સંદર્ભ માં),તું જ અનલ અવતારી.

    અને બીજો એક સુધાર,
    “નામ ગયું શું ભુલાઇ” ને સ્થાને “જ્ઞાન ગયું શું ભુલાઇ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *