હેપ્પી બર્થ ડે, જયશ્રી….

OLYMPUS DIGITAL CAMERA
(તારા સ્મિતનું અણનમ તેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરૌ……)

*

આજે ટહુકો.કોમની પ્રાણદાત્રી જયશ્રીની વર્ષગાંઠ. જયશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ… જયશ્રીનું પ્રથમ કાવ્ય લયસ્તરો.કોમ પર મૂક્યું હતું ત્યારે ટહુકો.કોમ પર એની માત્ર લિન્ક આપી હતી. આજે એવું નહીં કરું. આજે જયશ્રીની આ કવિતા એકીસાથે બંને સાઇટ્સ પર માણી શકશે:

*

 

કિંમત – જયશ્રી ભક્ત

 

તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?

જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?

– જયશ્રી ભક્ત

આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય?

90 replies on “હેપ્પી બર્થ ડે, જયશ્રી….”

  1. જયશ્રીબહેન,
    તમારા સ્મીતનો સુર્ય સતત ઝળહળતો રહે તેવી જન્મદીવસે હૃદયપુર્વકના શુભાશીષ…

  2. બહુ જ સરસ , તમરો જન્મ્દિન તમોને મુબારક , તમો સહિત્ય નિ દુનિયા ને અજ્વલિ રહ્હ્યા , તેજ બહુજ મહાન કામ , અભ્જિનદન ને ધન્ય્વદ સ્વિકાર કર્સોજિ ………..ભારત તરફ અવો તો જરુરુ થિ અમોને રુબ્રુ મલ્સોજિ ………

  3. જયશ્રીબેન … જનમદિવસની હાર્દિક શુભેચ્છાઓ… शतं जिव: शरदम ..

  4. ફક્ત બેજ લીટીની કવિતા પણ એક્દમ હ્રિદયસ્પર્શી. જન્મદિન મુબારક જયશ્રી બહેન. તુમ જીયો હઝારો સાલ ઓર એક સાલકે દિન હો પચાસ હઝાર્.

  5. જન્મ દિવસનાં ખુબ ખુબ અભિનંદન. અમારા માટે ખુબ જીવૉ કારણકે ટહુકૉ ચાલ્યા જ કરે અને અમને ખુબ ખુબ આનંદ મળ્યા કરે.

  6. જયશ્રીબહેન,
    જન્મદિવસના ખોબલા ભરીને અભિનંદન સ્વીકારશો. નવાં વર્ષમાં નામ પ્રમાણે “જય” અને “શ્રી”ની
    પુષ્ક્ળ વર્ષા તમારા ઉપર રહે અને તમે સાહિત્યની અખંડ સાધના કરીને અમને સહુને તેનો લાભ આપતાં રહો એ જ પ્રાર્થના.

  7. Dear Jayshreeben

    To-Day this world blessed with a wonderful person like you and we have been also blessed with your such a beautiful activity
    for us and we dont have any word to say THANKS for your activity.
    You carry us in a wonder land of Gujarati poems-songs-gazals etc.
    We have only one way to Thank GOD.for sending such person in this world.
    We thanks almighty.
    and PRAY TO GOD FOR YOUR ‘MANY HAPPY RETURNS OF DAY’તુમ જિયો હજારો સાલ યે મેરી હૈ આરઝુ બહોત બહોત બધાઈ હો…!!સદા ખુશ રહે તુ ખુશી દેને વાલી..God bless you !

  8. Jaishreeben,
    I wish you a very very Happy Birthday.May the ALMIGHTY Bless you, and Lit your path of Life for ever.
    I convey my hearty blessings to you, and to the Whole Family.
    We all wish TAHUKO>com a bright future!

    Jayant Bhatt.

  9. જયશ્રીબેન,
    જન્મદિવસ ને હાર્દિક સુભેય્છા.
    દરરોજ કવિતા રૂપે cupcake
    બદલ ખુબ ખુબ આભાર.
    નરેન્દ્ર

  10. હેપ્પી બર્થડે જયશ્રીબેન,
    તમે ટહુકો કરો તે આખુ ગુજરાત સાંભળે.

  11. જન્મદિન મુબારક.કોણે આ તારો ફોટો પાડ્યો છે?અમિતે?અમને ખુબ જ ગમ્યો,અને તારી કવિતા પણ ખુબ જ સરસ છે.હવે આશા રાખીએ છીએ કે બીજી ઘણી લખતી રહેશે અને અમે વાંચતા રહિશું

  12. જન્મ દિન મુબારક..ટહુકો.કોમ થિ ખુબ આનન્દ પિરસજો.
    મધુ

  13. એવીજ છે સુભેચ્છા આખુ જિવન સરસ હો હર પલ દિવાલી હો હર પલ નવુ વરસ હો
    ટહુક્યા કરો .
    GOD BLESS YOU………MEGHBINDU

  14. EVIJ CHHE SUBHECHHA AAKHU JIVAN SARAS HO.HAR PAL DIWALI HO HAR PAL JANMADIVAS HO “TAHUKO” THAI TAHUKYA KARO GOD BLESS YOU-
    MEGHBINDU

  15. ગુજરાતી ભાષા અને ખાસ તો કવિતા, ગીત, ગઝલ વિ. ને જીવંત રાખનાર અને નિષ્કામ ભાવના સાથે લોકો સુધી પહોંચાડનાર જયશ્રીબેનને જન્મદિન મુબારક.
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

  16. જયશ્રીબેન
    આપને જન્મદિન નિમિત્તે ખુબ ખુબ અભિનન્દન.
    આપ ગુજરાતીભાષા-સંગીત માટે જે કરી રહ્ય છો તે ખુબ જ પ્રશસાપાત્ર છે.
    ઇશ્વર ને ખુબ પ્રાર્થનાઓ.
    શ્રદ્ધા શ્રીધરાણી.
    મુંબઇ.

  17. જન્મ-દિવસની અઢળક શુભેચ્છાઓ અન્દ અભિનંદન!
    સુધીર પટેલ.

  18. જયશ્રી બહેન
    શોર્ટ બટ સ્વીટ,સુંદર કાવ્ય રચના!
    આપને, જ્ન્મદિનની અનેકવીધ હાર્દિક શુભેચ્છાઓ !!
    આપના દિલોદિમાગથી ગુજરાતીભાષા-સાહિત્ય અને વાચકોની સેવા થતી રહે એવી અપેક્ષા !!!

Leave a Reply to meghbindu Cancel reply

Your email address will not be published. Required fields are marked *