એક જ દે ચિનગારી, મહાનલ ! – હરિહર ભટ્ટ

બરાબર એક વર્ષ પહેલા ફક્ત શબ્દો સાથે મૂકેલી આ પ્રાર્થના, આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર.. આ પ્રાથનાના પ્રતિકાવ્ય જેવું એક ગીત તો પ્રજ્ઞાઆંટીએ નીચે comments માં લખ્યું જ છે – અને એવું જ બીજું એક કાવ્ય ચંદુ મટ્ટાણીના સ્વર અને આશિત દેસાઇના સંગીત સાથે અહીં માણો :મહામનુ, માંગે શું ચિનગારી

સ્વર – સંગીત : ??


એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

43 replies on “એક જ દે ચિનગારી, મહાનલ ! – હરિહર ભટ્ટ”

  1. I LOVE THIS POEM SINCE I STUDIED IT WAY BACK IN 1965 IN SCHOOL. IT IS ONE OF THOSE 100 PLUS POEMS I CAN RECITE.

  2. જયશ્રીબેન:
    અમારા પિતાશ્રી કવિ હરિહર ભટ્ટના પ્રસિદ્ધ કાવ્ય “એક જ દે ચિનગારી”ને ટહુકો.કોમમાં સ્થાન આપવા બદલ
    અમે બંને ભાઈઓ તમારો ખુબજ અભાર માનીએ છીએ.
    આ ઉપરાંત અહી તેમના આ કાવ્યની ઉપર ઘણી સુંદર comments કરવા માટે બધા કાવ્યપ્રેમીઓના પણ અમે એટલા જ આભારી છીએ.

    આ કાવ્યનો થોડો ઈતિહાસ:

    કવિ હરિહર ભટ્ટ ૧૯૨૦થી ૧૯૩૦ સુધી ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેલા. તે દરમ્યાન ૧૯૨૫મા તેમને ગીજુભાઈ બધેકાએ ભાવનગરની દક્ષિણામૂર્તિમા loan પર શિક્ષક તરીકે બોલાવેલા. ત્યાંના તખ્તેશ્વર મંદિર સુધી સાંજે ફરવા જતા. ત્યારેઆ કાવ્યની પ્રેરણા તેમને થઇ. અને સૌ પ્રથમ કુમાર માસિકમાં પ્રકાશિત થયું.
    આ કાવ્ય પર નરસિંહરાવ દિવેટિયા, રામનારાયણ પાઠક, બ,ક, ઠાકોર. જેવા કવિવારોએ વિવેચન લખીને તેની પ્રશંસા કરી છે.
    ૨૦૦૫મા અમે તેમના ૬૦થી વધુ કાવ્યોનો સંગ્રહ “એક જ દે ચિનગારી” નામે publish કર્યો જેમાં શ્રી રઘુવીરભાઈ ચૌધરીએ “આવકાર”મા આ તથા તેમના બીજા ઉચ કોટીના કાવ્યોની પ્રશંસા કરી છે અને તેનું વિમોચન પણ તેમણેે કર્યું હતું.
    ગાંધીજીના પ્રિય અને તેમની પ્રાથના સભામાં ગવાતા ભજનોની “આશ્રમ ભજનાવલી”મા તેને સ્થાન મળ્યું છે, Attenboroની direct કરેલી “Gandhi” ફિલ્મમાં માત્ર બે ગુજરાતી કાવ્યો છે, એક “વૈષ્ણવ જન” અને બીજું “એક જ દે ચિનગારી” . તે આ કાવ્યની ઉત્તમતાની નિશાની છે.વર્ષોથી તેને ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના તરીકે ગાવામાં આવે છે, અને ગુજરાતી સાહિત્યમાં તેનું સ્થાન કોહિનૂર સમાન છે.

    સુબોધ ભટ્ટ
    સુધાકર ભટ્ટ

    • આા કાવ્ય ભૈરવી રાગમાં સાંભળવાનુ શક્ય છે ?

      નવિન કાટવાળા

    • કવિ શ્રી હરિહર ભટ્ટની અન્ય કાવ્ય કૃતિઓ રજૂ કરવામાં આવે તેવી વિનંતી

  3. આ કાવ્ય ને નિરન્તર ગુન્ગુનાવવા નુ મન થયા કરે

  4. ગુજરાતી તરીકૅ આવા સુંદર ગીતો રચનાર કવિઓ માટે ગૌરવ અનુભવુ છુ.

  5. i am 91 this song took me to 1940 we use to sing this at jetalpur high school ahmedabad thank you to take me back to my students days narendra

  6. Though I m not a Gujarati but I think it’s a very good PRAYER. According to me after NARSI MEHTA’s “VAISHNAV JAN” THE BEST Gujarati PRAYER I heard……. SO HEART TOUCHING….

  7. કહેવાય છે કે હરિહર ભટ્ટે આ બહુ વિખ્યાત કવિતા પછી બીજુ કોઈ કાવ્ય લખ્ય જ નહિ,અને એ એક કવિતાના કવિ તરીકે પ્રખ્યાત થઈ ગયા. ભેરવી રાગમા બહુ સરસ રીતે ગવાઈ છે. ગાનારનો કન્ઠ પણ મધુરો છે. મુખડાના શબ્દો વ્રિન્દગાનમા ગવાય છે તે પણ ધારી અસર કરે છે.

    • અમારા પિતાશ્રી હરિહર ભટ્ટે ૬૦થી વધારે કાવ્યો લખ્યા છે. એક તેમનું બીજું જાણીતું કાવ્ય “ગામઠી ગીતા” છે. વધારે જાણવા માટે અમે નીચે લખેલો Detail Reply જોવા વિનંતી.
      સુબોધ ભટ્ટ
      સુધાકર ભટ્ટ

  8. પ્રાર્થનાનુ હાર્દ થોડિક હતાશા,નિરાશા અને છેલ્લે…અનન્ત આશાનુ છે. ગીતનો લય અને સ્વરગુથણિ આ હાર્દને ક્યાક ખોઇ નાખે છે.
    રાગ ભૈરવીમા વિલમ્બિત લયમા જો ગવાય તો આ પ્રાર્થના કોઇ પણ મનુશ્યને તેની અન્દરના ભ્રહ્માન્ડમા વિહરતો કરી મુકે.
    લોક્ભોગ્ય લય અને ચીલચાલુ મન્જીરાછાપ ભજનોના કુન્ડાળામાથી આપણે બહાર આવવાની જરૂર છે.

  9. ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
    જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
    મહાનલ… એક દે ચિનગારી…

    આ ગેીત સાઁભળેીને ક્ષણભર તો હલબલેી જવાય.

  10. જયશ્રેીક્રિશ્ના જયશ્રેીદિદિ

    બાલપનની યાદ કરાવેી દેીધિ. ૧ -૩ ધોરનમા દરરોજ સવારે આ પ્રાર્થના ગાવાનેી મઝા કૈક જુદિ જ હ્તિ.

    દિલથિ ધન્યવાદ્.

    પન્કજ

  11. જયશ્રીબેન
    સીધા બાલપણમાં લઈ ગયા શાળાએ પહોચાળી દીધા
    આભાર
    રાયશીભાઈ ગડા

  12. Jay Shri Krishna
    JayShriben

    Thanks for putting this prayer since we were doing this prayer when i was in 1St to 3rd Standard. You remembered me those days. Once again I heartily thanksful.

    Bhavesh Patel
    Dubai – UAE

  13. મિત્રરો,

    કોઇ નિ પાસે હૈયે રાખિ હામ મારા ગરબો ચે તોહ મને મોક્લો.

    Please…… send me if anybody have that garbo.

    • Ekaj de chingari mahanal…..
      I studied in 8th but the imortance of wordings are only understood at the age of 50.!!
      Thanks to the writer Harihar Bhatt.
      —– Dolatrai Rathod

  14. આ કવીએ માત્ર આ એક જ ગીત લખ્યુ હોત તો પણ તેઓની મહાકવિમાઁ ગણના થતી. કોઇ મને પુછે કે ગુજરાતી સાહિત્યના સૌથી સારા બે ગીત તમે કોને ગણો, તો મારો જવાબ છે નીચેનો,
    ૧) વૈષ્ણવજનતો તેને રે કહીયે જે પીડ પરાઈ
    જાણે રે ! અને
    ૨) મહાનલ, એક જ દે ચિનગારી

    ખુબ સુન્દર અવાજ અને સઁગીત છે.

    દિનેશ ઓ. શાહ, નડિયાદ,ગુજરાત, ભારત

    • હું હરિહર ભટ્ટ ના બીજા ગીતો શોધિ રહ્યો છું.

  15. Nice, but plz come one day to Dr. Thakorbhai’s Hospital at Raopura, Vadodara and plz listen this. This song is one of the prayers there. Sorry to say but their staff is singing this song a much much hearty and in sweet voice (in chorus). This is their routine since almost more than 50 years..

  16. સાથે-સાથે પ્રતિકવ્ય પન સાન્ભલવા મલે તો બહુ સારુ.

  17. Whenever I try to listen to any new addition I cannot hear it. All the old ones are alright to listen. I wonder why?

  18. This was the first poem in my fourth year Gujarati Text.

    I still recite this – The prayer is very beautiful – unfortunately I do not have a sweet voice.

    I am most thankful

  19. ખુબ સરસ કોમ્પોસિસન …..ધ્યાન લગાદવા માતે ખુબ સરસ

  20. આ પ્રાથના કાવ્ય સાથે પ્રજ્ઞાબેનના પ્રતિભાવમાં રહેલું પ્રતિ-કાવ્ય પણ
    માણવાની મજા આવી.
    સુધીર પટેલ.

  21. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
    !!!

    વાહ

  22. બહેનશ્રેી પ્રવિણાબહેનની કૃપા બદલ તેમનો ઘણો આભાર !
    કાવ્ય રમુજી છે .કવિ પણ એવા જ હશે ને ?બહેના ! તમારુઁ
    ગુજરાતી ભાષા પ્રત્યે પ્રભુત્વ અત્યન્ત વખાણવા જેવુઁ છે .

  23. લયસ્તરો પરથી
    યાચે શું ચિનગારી ? – ન. પ્રા. બુચ પ્રતિકાવ્ય
    [ ભૈરવી-તીનતાલ ]
    યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.

    ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
    કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી ……મહાનર.

    ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
    કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી …….મહાનર.

    ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
    બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી……મહાનર.

    • આ કવિતા ને એના અસલ સ્વરુપમા જ મહાલ્વા દો. ખૂબજ મજા આવશે.

  24. યાચે શુઁ ચિનગારી …કાવ્ય વાઁચવા ઉત્સુક છુઁ .કૃપા થશે ?
    એક જ દે…..તો હુઁ પણ ગાઇ શકુઁ છુઁ .હારમોનિયમ સાથે !

  25. વિવેકભાઈ
    નેકી ઔર પૂછ પૂછ ?
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુએસએ

  26. એક જ દે ચિનગારી,મહાનલ-નિશાળમાં પ્રાર્થનામાં ગાતાં તે ગીત ઘણા બ્લોગોમા માણ્યું ! બુચના પ્રતિકાવ્ય યાચે શું ચિનગારી, મહાનર,યાચે શું ચિનગારી ? બાદ તે ગીત અને પ્રતિભાવો પણ એરણે ચઢ્યાં.હવે તો ટહુકા પાસે માંગુ એક સ્વર …
    ભલેને હોય વિવેકનો કે…

Leave a Reply to સુબોધ ભટ્ટ અને સુધાકર ભટ્ટ Cancel reply

Your email address will not be published. Required fields are marked *