મને આબાદ કર – બરકત વિરાણી ‘બેફામ’

 884840974_3d9717f946_m

ખોટ તારે ત્યાં ખુદા શી છે ? મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર.

આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર.

પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું ?
એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર.

દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર. 

જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,
આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર. 

હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,
દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર.

જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર.

અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
જિન્દીની જેમ તારું મોત ના બરબાદ કર.

10 replies on “મને આબાદ કર – બરકત વિરાણી ‘બેફામ’”

 1. Kamlesh says:

  ઍ તને Bhuli gaya chhe etlu bas yaad kar ….Ahhaa, fantastic

 2. જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,
  આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર.
  – સરસ શેર…

 3. જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
  ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર.

  અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
  જિન્દીની જેમ તારું મોત ના બરબાદ કર.

  આ બંને શેર ખુબ ગમ્યા !!

 4. CHINTAN says:

  ………………………… શુ કહેવુ મારી પાસે શબ્દો નથી.
  મારે બીજી વાત કહેવી ચ્હે કે કવિ શ્રી જગદીશ જોશી ની કવિતા ચ્હે ” મને આપો ઉચ્હીનુ સુખ થોડુ…………” ભુપિન્દરે ગાયુ ચ્હે. અજીત SHETH NU COMPOSITION CHE. JO TAME BLOG PAR LYRICS SATHE MUKI SHAKO TO AABHAR. MARI PASE THODU LYRICS CHE PAN SAMAY NA ABHAVE LAKHI SHAKATO NATHI. THODA SHABDO SACHA NATHI MATE………………….. THANX….

 5. mukesh parikh says:

  જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
  ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર.

  ‘બેફામ’ પહેલેથી જે મારા િપ્ર્ય ગઝલકાર રહ્યા…એમણી ગઝલો વાંચવી હંમેશા ગમે….આજે જાણે કે સવાર સુધરી ગઈ…….ખૂબ ખૂબ આભાર…

 6. pragnaju says:

  મઝાની ગઝલ
  આ સરસ શેર…
  દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
  સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર.
  કે
  વિવેકની જેમ
  આ દુઃખ એ જ મારો સહજભાવ છે,
  સતત આ રમતમાં એનો દાવ છે.

 7. manvant says:

  જિઁદગીની જેમ તારુઁ મોત ના બરબાદ કર !

 8. Hemant Solanki says:

  પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું ?
  એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર.
  (મને એ જ યાદ છે)

 9. Dipen Gohel says:

  Befam saheb ni aam to badhi j gazalo khas hoy chhe… This one is also typically befam andaz… Thanks for giving us such a good gazals in Gujarati.. its really touchi.. Last line…
  અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
  જિન્દીની જેમ તારું મોત ના બરબાદ કર.

 10. heta desai says:

  વાહ……..
  અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
  જિન્દીની જેમ તારું મોત ના બરબાદ કર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *