પ્રેમના પુષ્પો ભરીને રાખજો – અદી મિર્ઝા

સ્વર – મનહર ઉધાસ

પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.

દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.

રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.

દિલના કોઈ એકાદ ખૂણામાં ‘અદી’
નામ એનું કોતરીને રાખજો.

– અદી મિર્ઝા

8 replies on “પ્રેમના પુષ્પો ભરીને રાખજો – અદી મિર્ઝા”

  1. In short, Ghazalma Adi Mirza ghanu kahiyu che !
    `Premna pushpo bharine rakho,
    Dil didhu che,sachvine rakhjaw,`
    meharban,kadardan……

  2. ગુજરાતી ગઝલની દુનિયામાં અદી મિર્ઝાનુ નામ કોતરાઇ ગયુ છે.
    પ્રેમના પુષ્પો સમર્પણ.

  3. સરસ ગઝલ, સરસ સ્વરાંકન, સરસ મખમલી અવાજ આનદ, આનદ થઈ ગયો, આભાર……………

  4. ગઝલ અદીમિર્ઝાની બહુ જ સરસ.
    દિલના એક ખુણામાં પ્રેમ સાચવીને રાખજો.

  5. અદી મિર્ઝાની ગઝલ ચારજ શેરમા ઘણુ ઘણુ કહી ગઈ.મનહર ઉધાસનો અવાજ આના કરતા વધુ સારો સામ્ભળ્યો છે.

Leave a Reply to Ketan Cancel reply

Your email address will not be published. Required fields are marked *