જોડે રહેજો રાજ….

સ્વર – પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત – નાનજી ભાઇ મિસ્ત્રી
ગુજરાતી ફિલ્મ – લંકાની લાડી ને ઘોઘાનો વાર

જોડે રહેજો રાજ
તમે કિયા તે ભાઈની ગોરી કોની વહુ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
શિયાળાની ટાઢ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
ઉનાળાના તાપ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
ફૂલના પંખા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
ચોમાસાની ઝડીઓ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
મોતીના મોડિયા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જીવલડો વલોવાયો
તમે ઓરા આવો રાજ
જીવલડો વલોવાયો

તમે ઓરા આવો રાજ
જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ

જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ
જોડે રહેજો રાજ

10 replies on “જોડે રહેજો રાજ….”

  1. ભગવાન એમના આત્મા ને શાન્તિ આપે…..દિવાળિબેન ભિલ હવે નથિ રહયા……ઓહ્મ શન્તિ……..

    • દૈખયા સાહેબ, આ લોક ગીત છે પ્રશાંત કેદાર જાદવ કેવી રીતે ગીતકાર બની શકે ?

  2. ઘના વર્શે સામ્ભ્લ્વા મલ્યુ. આભાર્.

    ત ન્સુખ મેહ્તા

  3. જોડે રહેજો રાજ !….વાહ !
    મિલનનુઁ સુઁદર ગેીત !સ્વર ને
    ગાન માટે શુઁ કહેવાનુઁ હોઇ શકે ?
    આભાર જ.અને અ. નો…..

Leave a Reply to hassan Cancel reply

Your email address will not be published. Required fields are marked *