દીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત

આજે મનહર ઉધાસના સ્વરમાં ગવાઇને અમર બની ગયેલા આ મીઠા હાલરડાની મજા લઇએ…

સ્વર : સંગીત – મનહર ઉધાસ

.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

62 replies on “દીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત”

  1. “આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.”નો મતલબ આ દુનિયા છે.

  2. A HALARDU GHANU J SUNDAR CHHE ..GHANU MITHU CHHE NE GHANU J MADHURU CHHE
    K
    J
    AMULYA CHHE …NE GIT BANAVAVA MATE PAN THANKS ANE SUNDAR KARNA PRIY GAVA MATE PAN KHUB KHUB ABHAR I LIKE VERY MUTCH HALARDU ………….
    KHUB KHUB ABHAR ……………DHANYAVAD
    UNNATI ………VIRAL
    PARAS ……..CHHAYAL

  3. A GIT HALARDU ATLU SUNDAR CHHE K ANI KALPANA KARIYE TYARE AM J THAY K KONE KONE HU DHANYA VAD APU ? KOTI KOTI ABBHINANDAN APNE AMARA

    DR. GIRISH BHAI GANDHI A PAN AK SUNDAR HALARDU AMNA DIKARA NA DIKARA JINEN MATE BANAVYU CHHE
    A HALARDU AMNI PRERNA HATI ANA UPAR THI BANAVYU
    WITH ASHIRVAD JYOTI GANDHI ….. PUNE

  4. હાલરદુ દેકર્ર્ર અથ્વા દિક્રરા , નાહિ , પરન્તુ સમ્બોહન સન્તનઅ લક્શિઓ હોય, તજ મહત્વનુ

  5. so touching….. my mom sang this to me, her daughter…. i sang to my sons when they were babies….. i miss their childhood

  6. અક તો ખુબજ સુન્દર હાલર્દુ અને સુન્દર અવાજ રજુ કર્યુ મન્હર સહિબે….મજા આવિ ગયિ……

  7. મારો પુત્ર રુપ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે ત્યારે આ સાભળૂ છઉ
    Whenever I remember my son Roopranjan I hear this song.
    Thanks for putting it here.

  8. આ હાલરડા ને ખુબ જ સુન્દર રિતે સ્વ્રરમય કરેલ છે…અવિસ્મરનિય છે…સામ્ભલવુ ખુબ જ ગમે છે…આભાર !!!

  9. આ ગિત ..હાલ્રરદુ…બહુજ સુન્દર કર્ન પ્રિય લાદક્વાયાનિ યાદ કરાવે તેવુ લોક પ્રિય ે ખુબ ખુબ ધન્યવાદ્!!!

  10. ખુબ ખુબ ધન્યવાદ. શુ કૈલાસ પંડીત ના જીવન વિષે વધુ માહિતી મળી શકે? તો આપનો ઘણૉ આભાર.

  11. Maro 2 vars no chhokro nevil naam chhe jenu, Janmyo tyar thi aa halradu Sambhadi ne j Suve chhe. Maro dikro ane hu tamara halarda ne khub j enjoy kariye chhiye Thenkyou Very much.

  12. વાહ…….વાહ…….વાહ…….વાહ…….
    દિલ ખુશ થઈ ગયુ……….
    આ જમાનામાં મા-બાપ દિકરા/દિકરી બંનેને સમાન ગણે છે, તે સમજીને લખ્યું છે………ઘણું જ સરસ……..
    વાચીને રડવુ પણ આવી ગયુ,
    ખુબ-ખુબ આભાર………

  13. ગીત સાંભડ્તાજ આંખ માં આંસુ આવી જાય…. માતાિપતા ની મીઠી યાદો આવી ગઈ I love u so much mammy pappa i miss u lot. thank you

  14. jayshree didi,
    So nice “HALRDU”
    BT i hav no brother…..
    Bt it also for me…& my di…..
    My mama say this song is so nice……
    Thank you didi….
    we all r so lucky….becoz of we r GUJRATRI

  15. રડવુ આવી ગયુ

    “આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.”
    આ નો અર્થ સમજાયો નહિ

  16. વાહ…….
    દિલ ખુશ થઈ ગયુ……….
    આ જમાનામાં મા-બાપ દિકરા/દિકરી બંનેને સમાન ગણે છે, તે સમજીને લખ્યું છે………ઘણું જ સરસ……..
    વાચીને રડવુ પણ આવી ગયુ,
    ખુબ-ખુબ આભાર…………
    સીમા

  17. મારા પપ્પા ને આ ગીત બહુ ગમે છે.Thank you.
    – તાનીયા

  18. આજ ના જમાના માં મા-બાપ હવે દિકરા-દિકરી ને સમાન જ ગણે છે તૅ ધ્યાન માં રાખી ને લખ્યુ છે!!વાહ! ઘણું જ સુંદર ગીત છે.
    આપનો ખૂબ-ખૂબ આભાર.ગીત સાંભડ્તાજ આંખ માં આંસુ આવી જાય મીઠી યાદો આવી ગઈ… this is one of the best words that મા can express for તેનેી દિકરિ માટે..

  19. Thank u very much to our Gujarati’s proud “Tahuko” for giving us chance to memorize our rich language and it’s heart touching wodrs.

  20. I am in USA and having 3 yr old son in India. Whenever I listen this “halardu”, I miss him too much. this is one of the best words that any father can express for his feelings for his son.

  21. લો આ રહયુ દિકરી માટે ગીત,

    દીકરી મારી લાડકવાઈ દેવ ની દીધેલ છે,
    વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
    દીકરી મારી લાડકવાઈ…..

    રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
    કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
    આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
    દીકરી મારી લાડકવાઈ…..

    કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
    છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
    સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
    દીકરી મારી લાડકવાઈ…..

    ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
    લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
    આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
    દીકરી મારી લાડકવાઈ…..

    હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
    શમણે આવી વાત કરે છે રાજકુમાર કો’ક,
    રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

    દીકરી મારી લાડકવાઈ દેવ ની દીધેલ છે,
    વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
    દીકરી મારી લાડકવાઈ…..

    આજ ના જમાના માં મા-બાપ હવે દિકરા-દિકરી ને સમાન જ ગણે છે તૅ ધ્યાન માં રાખી ને લખ્યુ છે.

  22. ગીત સાંભડ્તાજ આંખ માં આંસુ આવી જાય…. માતાિપતા ની મીઠી યાદો આવી ગઈ
    ખુબ ખુબ આભાર Jayshreedidi

  23. શુ આપ ટહુકો પર બાલવાર્તાઓ ન અપલોડ કરી શકો? શુ હુ ગીતોને ટેક્ષ્ટ ફોર્મેટમા કટ, પેસ્ટ કરી શકુ?

  24. દિકરો લાડકવાયો,દેવનો દિધેલ તો દિકરિનું શું?કૈલાસજીને કહો દિકરિનું હાલરડું લખે.

  25. સ્વ. કૈલાસ પંડિતનૂં અમર હાલરડું- મનહર ઉધાસનાં ભાવવાહી મધુર મધુર આપણે પણ નીંદર લાવે તેવી ગાયકી

  26. દીકરો તો લાડકવાયો જ હોયને !!
    પણ આ ગીત એની સુંદર અનુભૂતિ કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *