છોડી દે – નીતિન વડગામા

એક બે ત્રણ ચાર છોડી દે.
ઊગતો અંધકાર છોડી દે.

તોજ નમણી નિરાંત નિરખાશે,
તુ તને બારો બાર છોડી દે.

આપમેળેજ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

આજની મહેકજ માણી લે,
કાલનો ઘેઘૂર ભાર છોડી દે.

હાથમાં લેવું પડે હલેસું પણ ,
માત્ર મનનો મદાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથી નકાર છોડી દે.

છેડ છાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયંય એમાં,
શબ્દની સારવાર છોડી દે.

5 replies on “છોડી દે – નીતિન વડગામા”

 1. mukesh parikh says:

  સુખની ચાવી તનેય સાંપડશે,
  એક અમથી નકાર છોડી દે.

  જીવન તરફ નું હકારાત્મક વલણ….બહુ સુંદર રચના…….

 2. pragnaju says:

  સુંદર ગઝલ
  આ શેર
  પ્રાણ પ્રગટી જશે સ્વયંય એમાં,
  શબ્દની સારવાર છોડી દે. વાહ્
  યાદ આવી અમારી પ્રાર્થના
  પ્રભુ પર છોડી દે જીવન પ્રભુ પર છોડી દે.
  પ્રવાહ તારા મનનો કોવળ પ્રભુશું જોડી દે
  ચિંતા કરે નકામી શાને,
  વાત ધરી લે મારી ધ્યાને;
  તારું ધાર્યું ન થાયે કૈં, વિષાદ છોડી દે
  નાખ નિસાસા રડ ના ભાઇ,
  હજીય નથી બગડ્યું કાંઇ;
  પ્રભુના પરમ પ્રદેશ તરફ હંકારી હોડી લે
  સુખદુઃખનો સાચો સંગાથી,
  એ છે જગમાં એક જ ભાથી;
  સંબંધ કરી બંધન તન ને મનનાં તોડી દે
  જે કરશે તે ઉત્તમ કરશે,
  મંગલમય રૂપ વળી ધરશે;
  પ્રભુને પ્રેમ કરીને જૂનું દળદર ફેડી

 3. સુંદર ગઝલ એકે એક શેરમાં કેટલું ચિંતન?

 4. છેડ છાડ ઝાઝી તું રહેવા દે,
  સ્હેજ છેડીને તાર છોડી દે.
  -સુંદર વાત !

 5. sunil shah says:

  સરસ-દમદાર ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *