ન પૂછો શું હાલત થઈ કાળજાની… – ઊર્મિ

p1240919-copy2
(પાનખરની કાયાપલટ… ચેરી બ્લોસમ… Photo by Urmi - 3/24/201 )

જુઓ, માંગણી એ કરે છે મજાની…
“કરું તો કરું માંગણી હું ગજાની!”

થયો છે ગુન્હો જ્યારથી એક સુંદર,
કરે છે પ્રતિક્ષા એ સુંદર સજાની…

તરજ વેણુએ છેડી’તી કૈંક એવી,
ન પૂછો શું હાલત થઈ કાળજાની…

શરીરે નહીં, ક્રાંતિ થઈ ગઈ સમજમાં
ને કાયાપલટ થૈ ગઈ કુબજાની…

આ શેની અસર છે નિરંતર ગઝલમાં
પડી ટેવ ‘ઊર્મિ’ને પણ આવજાની…?

– ઊર્મિ (4/30/2012)

10 replies on “ન પૂછો શું હાલત થઈ કાળજાની… – ઊર્મિ”

  1. શ્રીમતી મોનાબેનની સરસ અભિવ્યક્તિ, અભિનદન

  2. શરીરે નહીં, ક્રાંતિ થઈ ગઈ સમજમાં….બહુજ ઉમદા અને સમજદારીપૂર્વકની સ્પષ્ટ અભિવ્યક્તિ….
    સરસ ગઝલ બની છે ઊર્મિ…!
    અભિનંદન.

  3. સરસ.
    ગુન્હો કર્યો છે ,

    હોઠ ખોલવાનો,

    પ્રતિક્ષા છે હૃદયને,

    પાંપણના પલકારાની.

Leave a Reply to mahesh rana vadodara Cancel reply

Your email address will not be published. Required fields are marked *