ન પૂછો શું હાલત થઈ કાળજાની… – ઊર્મિ

p1240919-copy2

(પાનખરની કાયાપલટ… ચેરી બ્લોસમ… Photo by Urmi - 3/24/201 )

જુઓ, માંગણી એ કરે છે મજાની…
“કરું તો કરું માંગણી હું ગજાની!”

થયો છે ગુન્હો જ્યારથી એક સુંદર,
કરે છે પ્રતિક્ષા એ સુંદર સજાની…

તરજ વેણુએ છેડી’તી કૈંક એવી,
ન પૂછો શું હાલત થઈ કાળજાની…

શરીરે નહીં, ક્રાંતિ થઈ ગઈ સમજમાં
ને કાયાપલટ થૈ ગઈ કુબજાની…

આ શેની અસર છે નિરંતર ગઝલમાં
પડી ટેવ ‘ઊર્મિ’ને પણ આવજાની…?

– ઊર્મિ (4/30/2012)

10 replies on “ન પૂછો શું હાલત થઈ કાળજાની… – ઊર્મિ”

 1. chhaya says:

  કુબ્જાનિ ક્રાન્તિ થૈ ગૈ !

 2. rakesh says:

  સુપબ ગઝલ

 3. મજાની ગઝલ… બધા જ શેર સરસ થયા છે…

 4. Retd.prof.V.C.Sheth says:

  સરસ.
  ગુન્હો કર્યો છે ,

  હોઠ ખોલવાનો,

  પ્રતિક્ષા છે હૃદયને,

  પાંપણના પલકારાની.

 5. શરીરે નહીં, ક્રાંતિ થઈ ગઈ સમજમાં….બહુજ ઉમદા અને સમજદારીપૂર્વકની સ્પષ્ટ અભિવ્યક્તિ….
  સરસ ગઝલ બની છે ઊર્મિ…!
  અભિનંદન.

 6. manubhai1981 says:

  ન પૂછો….. શુઁ હાલત થઇ કાળ્જાની ?
  વાહ બહેના વાહ !

 7. Nilesh Rana says:

  સુન્દર ગઝલ ગમી ગઈ
  નીલેશ રાણા

 8. mahesh rana vadodara says:

  સરસ રજુઆત કાલજાનિ વાત કોને ન ગમે

 9. શોર્ટ એન્ડ શાર્પ સોંસરી કુણા કાળજા સુધી પહોંચી જાય તેવી સુંદર રચના.

 10. Maheshchandra Naik says:

  શ્રીમતી મોનાબેનની સરસ અભિવ્યક્તિ, અભિનદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *