આવ્યું ટહુકે ટહુકવાનું ટાણું ! – તુષાર શુક્લ

વ્હાલમનું વ્હાલ જાણે વરસે ગુલાલ
એને કેમ કરી રાખવું છાનું?
સખીરી ! આવ્યું ટહુકે ટહુકવાનું ટાણું !

લજ્જાનો લાલ રંગ, કાજળનો કાળો
બેઉએ આંખડીમાં ગુંથ્યો છે માળો
એના રંગમાં આ હૈયું રંગાણું !

જંતર વાગે ને જીવમાં ઓરતાઓ જાગે
અંતર આ ઉંબરાને ઓળંગવા માગે
એને મળી ગયું મનગમતું બાનું !

સામેની મેડી મારી માડીથી અજાણી
એમાં છુપાયો મારા દલડાનો દાણી
મારું હૈયું કહે તે હું તો માનું !

 

5 replies on “આવ્યું ટહુકે ટહુકવાનું ટાણું ! – તુષાર શુક્લ”

 1. pragnaju says:

  તુષાર શુક્લનું મધુરું ગીત
  સખીરી ! આવ્યું ટહુકે ટહુકવાનું ટાણું !
  જાણે ટહુકો.કોમ માટે પણ કહેવાય…

 2. manvant says:

  દલડાનો દાણી મેળવીને સુખી થાઓ ! અભિનઁદન !

 3. સાચી વાત છે સખી… હવે કેમ કરી રાખવું છાનું? 🙂

 4. ashvin bhatt says:

  ખુબ સરસ ગેીત ગુન્જન ….. શુભ ભાવના
  આશ્વિન્…

 5. harshad brahmbhatt says:

  grat kavya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *