સુ.દ. કહોને મળશું ક્યારે ? – હિતેન આનંદપરા

સુ.દ. તમને કઈ જગાએ ગોતું ?
મારી આંખો નાનકડી ને રૂપ તમારું મોટું !

એક નથી સરનામું તમારું એક નથી રે કાયા
ચારેબાજુ રમી રહ્યા છે સૂરજના પડછાયા
એક કિરણ છે હસ્તુંરમતું, એક કિરણ છે રોતું
તમને કઈ જગાએ ગોતું ?

કેમ છે તું ? આ સવાલ પૂછ્યો અને બની ગ્યા મૂર્તિ !
કઈ રીતે વાંચીશ તમારા લેખ વિનાની પૂર્તિ ?
ક્રમશ: મૂકી દીધું સંબંધનું પાનું ચોથું !
તમને કઈ જગાએ ગોતું ?

‘કવિતા’ નું મેટર બોલાવે, જલદી પાછા મળીએ
ગરમ ઉકાળો પીતા પીતા કુંજગલીમાં વળીએ
બે સ્ટેશનની વચ્ચે કોઈ રાહ તમારી જોતું.
તમને કંઈ જગાએ ગોતું ?

‘આવજો’ કહીને તમે ગયા છો, પાછા કેમ ન આવો ?
ખુરશી બાવરી પૂછે : મારા સાહેબ ક્યાં છે બતાવો ?
મંદિર પાસે જવાબ ક્યાં છે ? એ પણ બોલે ખોટું.
તમને કઈ જગાએ ગોતું ?

– હિતેન આનંદપરા
(સુ.દ.ના અંતિમ સંસ્કારના દિવસે લખાયેલો ઝુરાપો) ૧૧/૮/૨૦૧૨
રવિવાર, ૧૨/૮/૨૦૧૨ જન્મભૂમિ પ્રવાસીમાં છપાયેલું કાવ્ય.

20 replies on “સુ.દ. કહોને મળશું ક્યારે ? – હિતેન આનંદપરા”

  1. સ્વ. ડો.સુરેશ દલાલે કંઇ કેટલીયે બળુકી બોલતી કલમ અને આંગળીઓને દોડતી કરીને
    પ્રકાશમાં આણી… નવોદિતોને બોલકા બનાવ્યા…. ” માતબર કવિ’ તરીકે સ્થાપ્યા.
    ઉદયન,શોભિત,મુકેશ,હિતેન,અંકિત,…………..એવા કેટલાયે ગણાવી શકાય!!!
    રામ સીતાને ” સીતે…સીતે…” કહી શોધતા…એવી વાત !,
    “ખુરશી બાવરી પૂછે : મારા સાહેબ ક્યાં છે બતાવો ?” તેક્ષિનો તેમને શોખ… બધી
    એક મેદાનમાં હારબંધ ઊભીને સલામી આપતી હિજરાતી..દેખાય એવી વાત…
    લા’કાન્ત / ૨૪-૮-૧૨

  2. સુરેશભાઈ ને નત મસ્તકે શ્રધાજલિ great poet and writer

  3. સુરેશભઈને ખરા અર્થમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ… એ પણ હિતેનના શબ્દોમાં… એટલે સોનામાં સુગંધ ભળી…

  4. હ્ર્દય સ્પર્શી ભાવ,શ્રધ્ધાન્જલી અમારા સૌ તરફથી હિતેને આપી એ માટે આભાર.એમની ખોટ સદાને માટે સાલશે.
    નીલેશ રાણા

  5. સુ.દ. કવિતાના જગતમાં અત્ર-તત્ર-સર્વત્ર છવાયેલા છે અને રહેશે.
    હિતેનભાઈનો ભાવપૂર્ણ ઝુરાપો સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતનો છે.
    સુરેશભાઈને હૃદય-દ્રાવક શ્રદ્ધાંજલી.

  6. કવિશ્રી સુરેશ દલાલ વગર કાવ્ય વિશ્વ અને એમના ભાવકો, ચાહકો ઝુરાપો અનુભવી રહ્યા છે એને શ્રી સુરેશ દલાલના પટ્ટશિષ્ય અને કવિશ્રી હિતેન આનદપરાએ વાચા આપી હોય એવુ અનુભવ્યુ…………..

  7. મોરપિછની રજાઈ ઓઢી,સુઈ ગયા સુરેશ…….હૃદયથી વિસરાશે નહીઁ લેશ…

    ચિન્મયી અને વિહાર મજમુદાર,વડોદરા

  8. હિતેન ભાઈની કવિતા લાગણી બરાબર દરશાવે છે. સુરેશભાઈની બીજી કવિતા યાદ આવે છે,
    તવ મન્દિરનો ઝળહળ દિવો…..

  9. જેના હૈયે હિતની અખૂટ સરવાણીઓ ભરેલી છે, એવા ભાઈશ્રી હિતેનભાઈની હૃદયદ્રાવક
    શ્રદ્ધાંજલિ.

  10. એ બાગમાં શુ જાવું,
    ‘બાગબાન’ગેબી બની ગયો.

  11. ખુબજ સન્વેદનશીલ કવિતા. ખુરશી બાવરી પુછે ક્યા છે મારા સાહેબ બતાવો પન્ક્તિ સ્પર્શી ગઈ.

  12. Hiten has spent many years working very closely with late Shri Suresh Dalal, and every word of this poem comes across as heartfelt and genuine. While speaking to the loss of a great generational talent, I think this poem also highlights Hiten’s own humility, sincerity and loyalty.

  13. કવિશ્રી સુરેશ દલાલ ને
    સહૃદય અંજલિ… એમ ના જ ગીત થી

    આટલું તે વ્હાલ નહીં વેરીએ ઓ કવિશ્રી
    અમ ને તે આમ નહીં ઘેરીએ;
    બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
    આઘે રહીને એને હેરીએ!

    (કોઇ ભુલ થઇ હોય્ તો માફ કરશો)

  14. સાચેજ એમનિ કવિતા વગર પૂર્તિ અધુરિ છે …ભાવ ભીની શ્ર્દ્ધાંજલી અર્પણ કરુ છું.. આમની કવિતા સતત યાદ અપાવતી રહેશે સુ.દ ની..

  15. સુ.દ. તમને કઈ જગાએ ગોતું ?
    કવિશ્રી હિતેનભાઇ સહિત કેટલાય હૈયે આ પ્રશ્નભાવ વલોવાતો હશે….પણ,
    જનારું ક્યાં જડે છે કોઇને?
    ઈશ્વરેચ્છાબલિયસિ…
    -અસ્તુ.

Leave a Reply to RAJESH PARIKH Cancel reply

Your email address will not be published. Required fields are marked *