રૂપલે મઢી છે સારી રાત – હરીન્દ્ર દવે

એપ્રિલ ૨૦૦૮થી લતા મંગેશકરના સ્વર સાથે ગૂંજતું આ યાદગાર ગીત – આજે ગાર્ગીબેનના સ્વર સાથે ટહુકો પર ફરી એકવાર… ગમશે ને? અને સાથે સાથે વ્હાલા વિશાલ-રોમીલાને લગ્નની વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : દિલીપ ધોળકિયા
પ્રસ્તુતિ : અંકિત ત્રિવેદી

**********

Posted on April 28, 2008

સ્વર : લતા મંગેશકર
સંગીત : દિલીપ ધોળકિયા

રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનું ઢુંકડૂં ન હોજો પરભાત..
સૂરજ ને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત રે..

રૂપલે મઢી છે….

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એની મોરલીને સૂરે કરો વાત રે..

રૂપલે મઢી છે….

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મ્હારા કિનાર રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મજધારે મ્હારી મુલાકાત રે..

રૂપલે મઢી છે….

– હરીન્દ્ર દવે

18 replies on “રૂપલે મઢી છે સારી રાત – હરીન્દ્ર દવે”

  1. L વાહ…! ખૂબ જ સુંદર રચના… ખરેખર મન ને હૈયું બેઉ નાચી ઉઠ્યા…. અદ્ભૂત શબ્દ રચના

  2. 67-68માં યુથફેસ્ટીવલ માં ગાવાનું હતું ત્યારે આદરણીય હંસાબેન પુરુસોત્તમભાઈ પાસે આ ગીત શીખવાનો લ્હાવો મળેલો. બીજા 2ગીતો શોધું છું જો આપ મેળવી આપો to….. 1, ઓલી રાતની રાણી, 2 તે દાડા નો વિશ્વાસ, રામ મને તે દાડા નો વિશ્વાસ, હરિ મારે હૈયે મૂકી હામ….આ પણ સ્વરાંકિત યાદ છે.

  3. Jaishreeben,
    Wonderful website. Enjoying the Gujarati songs a lot lately from your website.Thanks for your efforts. Excellent & unique collection. “TAHUKO” is like sweet old memories.Please keep it up.

  4. વાહ! ખઊબ મઝા પડી. આભાર્. લખતા આવડી જાય ઍટ્લૅ ખૂબ્ લખીશ્
    પ્રણામ્ જયશ્રિ
    કલ્પના

  5. એક્ષેલ્લેન્ત વર્ક્!!

    અમારે આ ગિત સાન્ભલ્વુ ચ્હે

    “આવતા જતા જરા
    નજરતો નાખતા રહો
    બિજુ કઇ નહિ તો કમચ્હો એત્લુ પુચ્હ્તા રહો…… ”

    સોરિ ફોર તાઇપો!!!

  6. સુંદર ગીત
    મોરલી ને સૂર કરૂં મ્હાત….
    સુધારો

  7. આ ગીત સાંભળી ને એક રિષભ ગ્રુપ નો ગરબો યાદ આવી ગયો – “રંગીલી રાતનો, છબીલી ભાતનો, માથે ચંદરવો ઝૂમે, ગોરાંદે ઓલ્યાં ધરતી ને આભલાં ચૂમે” એમા એક અંતરા ના શબ્દો આવા કાંઇક છે – “રૂપલે મઢી છે સારી સીમા રળિયામણી, રાધિકા ના રૂપ જેવી લાગણી લજામણી”

  8. ભાવ વિભોર લતાજીને સાભળીને…રુપલે મ…ઘણા વખતે સાંભ્ળ્યું.
    આભાર.

  9. હરીન્દ્ર દવેનું ગીત,દિલીપ ધોળકિયાનું અને લતાના સ્વરનું આ ગીત ગઈ સદીના છટ્ટા દાયકાથી હજુ સુધી ખ્યાતનામ રહ્યું છે.ગુજરાતી ચિત્રપટની એલર્જીવાળા પણ આ ગીતને લીધે
    રૂપલે મઢી છે સારી રાત જોવા જતા!ફરી ફરી માણવાની મઝા આવી

  10. સરળ શબ્દો સરળ અભિવ્યક્તી પંડીતાઈનો કોઇ ભાર નહી આમ માણસ પણ ગાઇ શકે એવા ગીત આ કવિ સહજ ભાવે સર્જી શકે છે

  11. It’s feeling so well to write here again. After a looong time. I have been craving to come and visit here. And I did actually during the time I was away. The song here is soo mesmerising. Lata-jee no awaj ane harindra dave na shabdo. kharakhar ghano sundar geet.

Leave a Reply to Bimal Cancel reply

Your email address will not be published. Required fields are marked *