આપશ્રી ક્યાં…. – કૃષ્ણ દવે

.....બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ? (Photo by Vivek Tailor)

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમૂ થાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યેાલ મને તારામાં ગોતી દે એકાદી લીલીછમૂ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….

– કૃષ્ણ દવે

15 replies on “આપશ્રી ક્યાં…. – કૃષ્ણ દવે”

 1. dr j k nanavati says:

  એક વઢ મારા તરફથી…..ભગવાનને

  ભૂલી ગયા ભગવાન ?, તમારું ભલું પૂછવું
  નથી વરૂણના પ્લાન?, તમારું ભલું પૂછવું

  મૂકી કપાળે હાથ, જગત આખું બેઠું છે
  છતાં રહો બેધ્યાન?, તમારું ભલું પૂછવું

  ધરા ધરે હર સાલ હરિવર, હરી ચુંદડી
  બદલ કર્યો પરિધાન?, તમારું ભલું પૂછવું

  દુઆ માસીદે, ભજન લાગાતારે ના પહોંચ્યા
  થયા શું અંતર્ધ્યાન?, તમારું ભલું પૂછવું

  પશુ-પખી અણબોલ, તરૂવર બધાં ટળવળે
  દયા કરી છે મ્યાન?, તમારું ભલું પૂછવું

  હશે, અડી મોંઘાઈ હવે આકાશ સુધી ને
  ચળી ગયું ઈમાન? તમારું ભલું પૂછવું

 2. Himanshu Muni. says:

  So right! People are so guarded that they ignore all warnings of nature!–Himanshu Muni.

 3. nayan dave says:

  આપશ્રી એ તો ભીંજવી દીધા,બાળપણ માં પહોચાડી દીધા
  અમે તો હજુ પણ ભીંજાયે છીએ પૂછો આ વાદળ ને ,આકાશને ,રસ્તાને , ફૂટપાથ ને અને ધારે ઉગેલા વૃક્ષો ની ડાળી ને અને તોય ખાતરી ના થાય તો ઘેલા ગણતા ને છત્રી માં છુપાઈ ને અમને ઘેલા ગણતા લોક ને
  પણ ખરું કહું
  સાલું હૈયું તો ભીંજાતું નથી મનડું તો પલળતું નથી
  એવો થઇ ને વરસ ને બહાર ભીતર સઘળું થાય જલબમ્બકાર

 4. Bharat Gandhi says:

  અફ્લાતુન! કવિ શ્રિ એ વાપરેલ ગામથિ શબ્દો એ રન્ગોલિ પુરવા નુ કામ કર્યુ!

 5. mahesh dalal says:

  અરે વાહ .. બહુજ સુન્દેર ગમયુ…

 6. Viral Gandhi says:

  A very good poetry on our real approach towards nature.

 7. upendraroy nanavati says:

  KRushnabhai,Jai Shri Krishna !!!

  Good that though you are Reserve Bank of India officer,do not shower with currency !!! ???

  Really,I am completely drenched with the Meetha Madhura Shabda dropping from your Vadali(Hridya).

  Congrats and good luck !!!

  Upendraroy Nanavati

 8. Suresh Vyas says:

  સરસ!

  “વર્ષાની વાત ઘનઘેલી
  સાહેલડી, વર્ષાની વાત ઘન ઘેલી ”

  skanda987@gmail.com

 9. Rajnikant Parekh says:

  બહુજ સુન્દર કાવ્ય છે.

 10. chandrika says:

  પહેલા અપેલી નાની ઝલક પછી આખી કવિતા વાંચવાની ખુબ જ મઝા અવી

 11. ગીત તો શ્રી કૃષ્ણ દવેએ ઇ-મેલમાં મોકલાવ્યું હતું ત્યારે જ વાંચી લીધું હતું પણ આજે મારા લાડકા સ્વયમના ભીના-ભીના ફોટોગ્રાફ સાથે ગીત ફરીથી માણવું વધુ ગમ્યું…

  ડૉ. નાણાવટીની ગઝલના પણ કેટલાક શેર ખૂબ ગમ્યા…

 12. Lata Hirani says:

  વરસાદ તો ભીજવવનુ ભૂલી ગયો છે… પણ આજે આ ગીતે મજાથી ભીજવી દીધા…

  લતા

 13. Maheshchandra Naik says:

  કેનેડામા પણ ભીંજાવાની તક સાંપડી એનો આનદ અવર્ણીય છે,,,
  સરસ ગીત અને સરસ સ્વયમનો ફોટોગ્રાફ , કવિશ્રીને અભિનદન….

 14. રાજુ જાની says:

  એકવાગાડ ના પાણી પીનારાઓ
  કયારેક તો વરસાદનન પાણી નો સ્‍વાદ ચાખો….
  આપણે ધણું બધુ તેનુ આપેલુ ભુલી ગયા છીએ..
  પણ તે આપણને હજુ નથી ભુલ્‍યો….
  જયશ્રી… કૃષ્‍ણ…..

 15. Ravindra Sankalia. says:

  ઘણુજ સુન્દેર કાવ્ય. ખરેખર આપણને કુદરત સાથે એકાકાર થતા આવડતુજ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *