તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા… – અનિલ જોશી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.

અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

– અનિલ જોશી

10 replies on “તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા… – અનિલ જોશી”

  1. Can we please have audio of this composed by Purshottamkaka…? I know it was there.. but forgot the album name

    • ઓડીઓ શોધવી પડશે. થોડો સમય આપો. પણ તમને મળે તો મોકલી આપવા વિનંતી. dipal@tahuko.com

  2. તમે અણધાર્યા વાદકળ ……. એનું સ્વરાંકન ન સાંભળ્યું હોય છતાય ગણ્ફણવું ગમે એવ્ય ગીત્ રાજશ્રી ત્રિવેદી

  3. આ કવિતા સમઝવી જરા અઘરી લાગી.કેટલાક શબ્દોના અરથજ નહિ સમઝાયા. દા.ત. અભરે, યાતરી.આવળનુ ફુલ કેવુ હોય? અને પીળી ખાતરી?

    • આવળ અને બાવળ બંને સીમના વ્ર્રુક્ષ છે. બંને કાંટાળા. ફુલ પીળા રંગના.
      તેથી પીળી ખાતરી. લગભગ સરખા દેખાય. બંનેમાંથી ગુંદર મળે.

Leave a Reply to શૈલેષ Cancel reply

Your email address will not be published. Required fields are marked *