તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા… – અનિલ જોશી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.

અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

– અનિલ જોશી

8 replies on “તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા… – અનિલ જોશી”

 1. gautam kothari says:

  good one . any idea , when was it created ?

 2. Ravindra Sankalia. says:

  આ કવિતા સમઝવી જરા અઘરી લાગી.કેટલાક શબ્દોના અરથજ નહિ સમઝાયા. દા.ત. અભરે, યાતરી.આવળનુ ફુલ કેવુ હોય? અને પીળી ખાતરી?

  • Arpana says:

   આવળ અને બાવળ બંને સીમના વ્ર્રુક્ષ છે. બંને કાંટાળા. ફુલ પીળા રંગના.
   તેથી પીળી ખાતરી. લગભગ સરખા દેખાય. બંનેમાંથી ગુંદર મળે.

 3. manubhai1981 says:

  ગેીત સાઁભળવા ના મળ્યુઁ બહેના !
  વાઁચીને મજા માણી.આભાર.

 4. ritu says:

  varsi varsi ne thakyo aa megh , toy mane bhinjavi no shakyo …
  tari aankh ek tipu j bas hatu, mane dubadva mate ….

 5. RAJSHREE TRIVEDI says:

  તમે અણધાર્યા વાદકળ ……. એનું સ્વરાંકન ન સાંભળ્યું હોય છતાય ગણ્ફણવું ગમે એવ્ય ગીત્ રાજશ્રી ત્રિવેદી

 6. ખૂબ સુંદર મજાનું ગીત…

 7. શૈલેષ says:

  મને આ ગીત ખુબ ગમ્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *