લાખો કરોડો ઘરમાં મને એક ઘર ગમે છે – દિનેશ ઓ.શાહ

સ્વર : અનુપા પોટા
સ્વર નિયોજન : કર્ણિક શાહ

લાખો કરોડો ઘરમાં મને એક ઘર ગમે છે
જ્યાં માણ્યું હતું શૈશવ પાછું મને મળે છે
લાખો કરોડો ઘરમાં….

જ્યાં બાળપણના ખેલો રમવા ફરી મળે છે
જ્યાં નાનપણની મસ્તી જોવા ફરી મળે છે
લાખો કરોડો ઘરમાં….

વરસાદની હેલીમાં કોઈ મસ્ત થઇ ફરે છે
કાગળની હોડી લઈને કોઈ પાણીમાં તરે છે
લાખો કરોડો ઘરમાં….

સાચું છે મારું ધન આ સ્મૃતિઓ મહી રહે છે
હીરામોતીથી ઝાઝા સ્મરણો મને ગમે છે
લાખો કરોડો ઘરમાં….

– દિનેશ ઓ.શાહ

31 replies on “લાખો કરોડો ઘરમાં મને એક ઘર ગમે છે – દિનેશ ઓ.શાહ”

  1. અનુપા પોટાનો અવાજ અને કિરણભાએનુ સ્વરન્કન ખુબજ સરસ.

  2. Just to inform all respeced listeners of the Song ” LAKHO KARODO GHARMA” is sung by Anupa Pota, grand daugter of legendary Poet-Shri Bhaskarbhai Vora.

    Thanks

    Happy Listening…

  3. સરસ રજુઆત અને સ્વરાંકન પણ આનદદાયી – બહેનનો અવાજ પણ કર્ણમધુર
    શૈશવના સ્મરણો અલૌકીક હોય છે, તેને ફરી વાર સ્મરણમા લઈ આવવા માટે આપનો આભાર

  4. બહુજ સુન્દર અને મધુર્. મઝા આવી ગઈ ! ગામ, દેશ્ અને નિશાળૉ તથા કોલેજો યાદ આવી ગઈ. આભિનન્દન્, દીનેશભાઈ

  5. Yes,You Will get That GHAR,only and only in Kapadvanj,not any where on this globe ?? !!!

    I have a new friend in you college,thae other day,we remembered and talked about you !!!
    He is Prof. Dr. Dilip Aahilpara,HOD,MCA descipline of DDIT.

    Wishing You you fondly Abode !!!

    Upendraroy Nanavati

  6. સાચું છે મારું ધન આ સ્મૃતિઓ મહી રહે છે
    હીરામોતીથી ઝાઝા સ્મરણો મને ગમે છે
    વાહ અતિ સુંદર. સંસ્મરણો ને વાગોળવાની મઝા કંઈક જુદી જ હોઈ છે.

  7. મથાળે જણાવ્યા મુજબ ( અને સાંભળ્યા પછી લાગે છે કે ) પ્રસ્તુત રચના અનુપા પોટાના સ્વરમા છે.
    સુંદર રજુઆત. અભિનંદન .
    વિહાર મજમુદાર, વડોદરા

  8. ખુબજ ભાવવાહિ કાવ્ય ! બાલપન યાદ આવિ ગયુ.

  9. બાળપણની યાદો સૌના દિલમાં કંડરાયેલી હોય છે.
    આવું સુંદર -સરળ ગીત તે યાદોને જાગૃત કરે છે.
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

  10. ગરિમા ત્રિવેદીનો મધઝરતો મીઠો અવાજ,કર્ણિકભાઈનું સ્વર નિયોજન અને ડો.દિનેશભાઈના શબ્દો-ભાવોને અનુરૂપ સંગીત…આ ત્રણેનો સંગમ બાળપણના ઘરની યાદોને વધુ ઝંકૃત કરે છે.સાંભળવાની મઝા આવી ગઈ. સૌને ખુબ ખુબ અભિનંદન.

  11. Beautiful….Love the lyrics, voice and the composition of music. Dinesh Uncle, you touch lives of so many people through your science; its amazing how many hearts you touch through your poetry!!

  12. વાહ ગરિમાદીદી..વાહ તમારો મધુર મીઠો અવાજ..
    સ્વર,સ્વરકાર,સઁગીત,કવિના શબ્દો ખૂબ જ અસર-
    કરનારાઁ છે.ગાયક શ્રી. મનહર ઉધાસની યાદ આવી.
    તમારો અને જ.ને અ.નો અતિઘણો ઉપકાર !જય શ્રી કૃષ્ણ.

  13. આજે એવુ ઘર ક્યાંથી મળે ?
    સાદા સરળ શબ્દોની આ સુંદર રચનાથી મનને રીઝવવુ રહ્યુ.

  14. લાખો કરોડો ઘરમાં મને એક ઘર ગમે છે
    જ્યાં માણ્યું હતું શૈશવ પાછું મને મળે છે
    લાખો કરોડો ઘરમાં….

    I love this flashback to childhood poem by Dineshbhai. Many of our best memories are woven during our childhood and often associated with simple pleasures of life. This song reminds us of that so beautifully. Karnikbhai’s composition and Garima’s singing brings the nostalgic feelings he must have experienced while writing his alive.

    Reminds one of the famous jagjit Chitra nazam : kagaz ki kishti

  15. લાખો કરોડો ઘરમાં મને એક ઘર ગમે છે
    જ્યાં માણ્યું હતું શૈશવ પાછું મને મળે છે
    હીરામોતીથી ઝાઝા સ્મરણો મને ગમે છે
    ડો.દિનેશ શાહની બાલ સહજ રચના, કર્ણિક શાહના સુંદર સ્વર નિયોજન અને ગરિમા ત્રિવેદીના ગરિમા ભર્યા સ્વર સાથે “એ એક ઘર” સુધી લઈ જઇ સહજ-સરલ બાલ્ય સ્મરણ કરાવવા બદલ આભાર.

  16. દિનેશભાઈ તમે મારી ગામની યાદો ને તજી કરાવી દીધી

  17. ગરિમા ત્રિવેદિ ના વધુ ગેીતો મુક્વા પ્રયત્ન કરશો…આભાર્…

  18. આ ગરિમા વડૉદરા નિ છ ને?? તેને અભિનન્દન્……બહુજ મિઠો અવાજ્….સરસ કોમ્પોસિસન્….

  19. DEAR SIR & MAMDAM PL A SID MA PALA SONG PALY THATATA PAN HAVE NATHER THATA SO PL U THIS SID IS UPGRT

  20. બચપણ…..(.મુક્તક)
    હજી પગ મુકું ત્યાં આ શેરીઓ વળગી
    ત્વચા શી આ યાદો જરીકે ન અળગી
    ભરું શ્વાસમાં ગામ આખું, ને જાણે
    ફરી બાળપણની સળી ધૂપ સળગી

    • ટહુકો અતિ અદભુત !દરેકને અભિ વ્યક્ત્ કરાવિયુ— કિરીટ શાહ્, નાગપુર્

  21. શઇશવ્નુ ઘર દરેક્ને માતે એક ખઝાનો ચ્હે , હિરા મોતિ નિ એનિ પાસે કોઇ કિમ્મત નથિ .

Leave a Reply to M.D.Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *