સ્ટૉપ પ્રેસ : આ જયશ્રી ભક્તને તમે ઓળખો છો?

વહાલા મિત્રો,

આમ તો ટહુકો એટલે જયશ્રી અને અમિતનું વિશ્વ પણ ક્યારેક હું એ બે જણાની પરવાનગી લીધા વિના ચંચુપાત કરી જતો હોઉં છું…

જયશ્રીને ટહુકોની સંચાલિકા અને સૂર-શબ્દની અહનિશ સાધિકા-ચાહિકા તરીકે આપણે બધા જ ઓળખીએ છીએ પણ આજે મારે તમે જે જયશ્રીને હજી સુધી મળ્યા નથી એની સાથે તમારી મુલાકાત કરાવવી છે. સૂર અને શબ્દનો એકધારો સહેવાસ સેવ્યા પછી એની અંદરથી એક સાવ સરળ પણ ઉમદા કવિતા જેમ પથ્થર ફોડીને ઝરણું નીકળી આવે એવી સાહજિકતાથી નીકળી આવી છે.

ગુજરાતી કવિતાની સહુથી વિશાળ વેબસાઇટ લયસ્તરો.કોમ પર આપે આ કવિતા હજી વાંચી ન હોય તો આજે જ નીચેની લિન્ક પર ક્લિક કરો:

http://layastaro.com/?p=8600

માફ કરજો, પણ એ કવિતા હું અહીં ટહુકો પર નહીં મૂકું. જો આપ જયશ્રીને ખરા દિલથી ચાહતા હો તો ઉપરની લિન્ક ઉપર ક્લિક કરી એની કવિતા માણો અને લયસ્તરો ઉપર જ આપનો પ્રતિભાવ પણ ભૂલ્યા વિના આપો…

– વિવેક મનહર ટેલર

18 replies on “સ્ટૉપ પ્રેસ : આ જયશ્રી ભક્તને તમે ઓળખો છો?”

 1. k says:

  સરસ……….
  લખ્યા જ કરો, અમે વાંચતા રહિયે…..

 2. પ્રેમના જાણીતા વિષયમા ખુબજ અલગ સમઝ વરણવતી,સાચે જ અનોખી સુંદર રચના!!!

 3. Ullas Oza says:

  જયશ્રીબેન, બીજાની રચનાઓ તો ઘણી આપી. આજે ‘ટહુકા’ માં કવિતાની ‘ઉર્મિ’ જાગી !
  તમારી મૌલિક અછાંદસ રચના આપી ને બતાવી દીધુ તમે કેવા ‘ઉસ્તાદ’ છો.
  ‘આંખો’ અને ‘હાથ’ પ્રેમમા કેટલી અગત્ય ધરાવે છે તે સહજ રીતે બતાવી દીધુ.
  સુંદર. આગળ વધતા રહો.
  યોગિની અને ઉલ્લાસ ઓઝા

 4. ભૌ સરસ ;ને ; બહુજ સરસ ;નવિ વાતો ……..આબ્ભ્હ્હર ;;;;;;;;ધન્ય્વદ

 5. ashok pandya says:

  વેદનાને વાણી હોય? તેની વાત,ચર્ચા કે રાડા રોળ ના હોય..તે તો ફરે રૂંવે-રૂંવે..સ્પર્શવાથી સારું લાગે અને જ્યારે હાથ પ્રિયજનનો હોય..એક સૂક્ષ્મ લાગણીને એટલી જ નજાકતથી પ્રગટવા દીધી છે જયશ્રીબેને..તેનું કર્તાપણું કે કવિપણું લગીરે આડું નથી આવતું એજ તેની સાહજિક્તા છે..ખૂબ-ખૂબ અભિનંદન..

 6. alpesh bhakta says:

  Great . keep it up… Thank you Vivekbhai..

 7. અમારા એક સીનીયર પત્રમિત્ર નવનીતભાઈ આર. શાહ એ ” જયશ્રીબેનના ” ટહુકી.કોમ” નો પરિચય કરાવ્યો…
  કવિતા,ગીતો,ચિત્રોની એમના દ્વારા લહાણી કરાય છે…આનંદ..આનંદ…પરમ આનંદને ઉપલબ્ધ થવાતું રહ્યું છે!!!
  હૃદયપૂર્વક આભાર …ઋણસ્વીકાર…છે…
  લા’કાન્ત / ૧૮-૭-૧૨

 8. સરસ જયશ્રીબેન.
  ખુબ ખુબ અભીનન્દન.

 9. Arpana says:

  જયશ્રીબેન,
  ખુબ સરસ. લખતા રહો, સતત.

 10. rakesh says:

  સુપર્બ રચના

 11. દોલત વાળા says:

  સરસ

 12. Gunvant Jani Ahmedabad says:

  ખુબ સરસ જયશ્રેી બહેન , અભિનન્દન.

 13. M.D.Gandhi, U.S.A. says:

  આટલી નાનકડી કવિતા, પણ વગર કહ્યે, વધારે વિસ્તરણ કર્યા વગર ઘણું બધું કહી જાય છે. ખરેખર નાનકડી ઋજુ, હૃદયસભર સુંદર કવિતા છે.

 14. Jayshree says:

  સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

 15. sandip says:

  very nice. New leaf. I read 3-4 times.

 16. vihar majmudar vadodara says:

  અભિનન્દન જયશ્રી !…..લાગણીના સ્પન્દનોને, શબ્દોના સુન્દર વાઘાથી શણગાર્યા છે.

  હવે બીજી રચના ક્યારે ?

  ચિન્મયી અને વિહાર મજમુદાર ,વડોદરા.

 17. Gita c kansara says:

  અભિનન્દન
  તહુકાનુ અવિરત ઝરનુ અવિર ત વ્ હેતુ રાખ્જો.
  કયા શ્બ્દોમા તમોને નવાજુ. આ અવિરત ગન્ગામા સદા ભરતેી આવ્યાજ કરે’એજ અભ્યથના.

 18. mahesh dalal says:

  ખુબ્. ખુબ અભિનન્દન .. .. આપ્નો કમ્ગિરિ ને અને એક્ધરિ અવિરત મહેનત ને .. . અને વલસાદ નો ફોને નો ૭૦૩૨૮૬૫૮૮૬… ભરત ક્યારે અવો ચ્હો? ફરિ વલ્સઅડ નો પ્રોગ્ગરા કર્શો. વેલકમ્…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *