ધુમ્મસ કેરી ધરતી – મકરંદ દવે

આ ગીત તો જાંણે અમારા San Francisco માટે જ લખાયું છે. છેલ્લા થોડા દિવસોથી Bay Area માં બરાબર ઉનાળો જામ્યો છે – અને બધેથી heatwave ના સમાચાર આવે છે – અને અમારે ત્યાં ૪ દિવસથી સૂરજદાદાએ દર્શન નથી દીધા..! આ ધુમ્મસ કેરી ધરતી પર વાદળ કેરી વસ્તીએ કબ્જો જમાવ્યો છે..!!

ધુમ્મસ કેરી ધરતી ... Golden Gate Bridge & San Francisco in Fog !

આ ધુમ્મસ કેરી ધરતી રે
આ વાદળ કેરી વસ્તી,
શિખર શિખરને ગળે લગાવી
અલ્લડ જાય અમસ્તી રે,
આ ધુમ્મસ કેરી ધરતી.

ઘડીક ઢાંકે, ઘડી ઢબૂરે,
ઘડીક છુટ્ટે દોરે,
સૂરજને સઘળું સોંપીને
પોતાને સંકોરે,
કિરણો કેરી રંગનદીમાં, માથાબોળ નીતરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.

એક પલકનો પોરો ખાવો
એક ઝલકનો છાંટો,
જુગ જુગથી મારે આ જગમાં
અમથો અમથો આંટો,
તરપણ એનું તેજ કરે ને, તો યે તરસે મરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.

– મકરંદ દવે

4 replies on “ધુમ્મસ કેરી ધરતી – મકરંદ દવે”

  1. ઘણે વખતે મકરન્દભઈની કવિતા વાન્ચવા મળી.એમની ખાસિયત મુજબ મીસ્ટિસીઝમ ભારોભાર છે.મઝા પદી ગઈ.

  2. શ્રી મકરદભાઈની તડપદી ભાષા એમના કાવ્યની વિષેશ ઓળખ આપી જાય છે………….ઍમને લાખ લાખ સલામ …

  3. Dear jayshreeben, Enjoyed the geet very much. Thanks , Shri Makrandbhai યાદ આવી ગયા. – રામદત્ત

Leave a Reply to KC Ayengar Cancel reply

Your email address will not be published. Required fields are marked *