મનોજ પર્વ ૧૯ : રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં

મનોજપર્વમાં આજે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ rare ગઝલ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસે, એમના જ શબ્દોમાં થોડી પ્રસ્તાવના સાથે…!
———————————

મનોજ ખંડેરિયાને આજે સહર્ષ યાદ કરું છું. કાયમ દિવાળીના થોડા દિવસો પહેલા અમદાવાદ આવે. મારા ઘરે અચૂક આવે. નવી ગઝલો સંભળાવે. શ્રોતામાં માત્ર હું ને પૂર્ણિમાબેન ને વિરાજ – મારી પત્ની. એક ગઝલ એમણે સંભળાવેલી તે આ –

રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં,
સમયસર ખૂલ જા સિમ સિમ ઉચરવું યાદ આવ્યું નહીં

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચીતરવું યાદ આવ્યું નહીં

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ
ખરે ટાણે હુકમ પાનું ઉતરવું યાદ આવ્યું નહીં

કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર
બીજી કોઇ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં
– મનોજ ખંડેરિયા

આ એક rare ગઝલ છે. એમની સમગ્ર કવિતામાં પણ કદાચ છપાઈ નથી. આ ગઝલ એક experience ane expression તરીકે તાલ વગર રજૂ કરું છું.

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

11 replies on “મનોજ પર્વ ૧૯ : રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં”

  1. હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ
    ખરે ટાણે હુકમ પાનું ઉતરવું યાદ આવ્યું નહીં.

    સુંદર રચના. આવું ખરેખર બને છે.

  2. અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
    ઘણા યત્નો છતાં પાછું ચીતરવું યાદ આવ્યું નહીં

    ખુબ જ સુંદર!!!!

  3. ખુબ સરસ. આ પક્તતિઓ ને social Networking ફેલાવવા માટે પણ share button આપો, ગીતના શબ્દો પણ ફેલાવિયે.

  4. મનોજભાઈની કલમ કમાલ કરે છે.
    બધાજ શેર અદભૂત !
    શ્રી અમર ભટ્ટની પ્રસ્તુતિ પણ સુંદર.
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

  5. શ્રી મનોજ ખંડેરીયાને લાખ લાખ સલામ…………….

  6. ઍવુ લાગ્ય કે જાને મારે જે કોઇક ને કહેવુ હતુ એ મલિ ગયુ.

  7. શબ્દો તમરા મનોજ્ભઐ.. અને અમર્ભઐ નો સ્વર્. વાહ વાહ .

  8. કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર
    બીજી કોઇ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં…….વાહ મનોજભાઈ..!

  9. આખે આખી ગઝલ સોંસરવી ઊતરી ગઈ.
    શબ્દો પાસેથી એમણે જે કામ લીધુ છે
    તે અદ્ ભુત છે.

Leave a Reply to Bhavin Cancel reply

Your email address will not be published. Required fields are marked *