– એમાં મારો શું વાંક? – સુરેશ દલાલ

pearls-and-shells.jpg

મેં તો આપ્યું’તું તને મોતી
ને તને શંખલા ને છીપલાં વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો માણસની પ્રગટાવી જ્યોતિ
ને તને ઢીંગલી ને ઢીંગલા વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો આંબો આપ્યો ને તને બાવળ ગમે
મેં તો શાંતિ આપી, તને ઉતાવળ ગમે
મેં તો આકાશ આપ્યું ને તને વાદળ ગમે
મેં તો સત્ય આપ્યું,
ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
– એમાં મારો શું વાંક?

મેં તો રસ્તો આપ્યો તને ચરણો આપ્યાં
પણ ચરણોને બેડી તેં બાંધી દીધી,
મેં તો હોંશે હોંશે એક ઉછેર્યો’તો બાગ
પણ બાગમાં તેં રણ ને આંધી કીધી
મેં તો એક એક દરવાજા ખોલ્યા
પણ દરવાજે દરવાજે તને તાળાં ગમે
– એમાં મારો શું વાંક?

8 replies on “– એમાં મારો શું વાંક? – સુરેશ દલાલ”

  1. *
    .
    * સુંદર ગીત
    . કેવી સરળ અને સાચી વાત્
    . મેં તો સત્ય આપ્યું,
    . ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
    – એમાં મારો શું વાંક?
    . યાદ આવ્યું હવે,
    . સપનાંને લાગે છે આછેરો થાક
    . મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?
    .
    * લિ. મણીબેન રાયશી ગડા – શાહ
    * ગામ:સામખિયાલી – ક છ – વાગડ
    * હાલે: વિલેપાર્લે – મુંબઈ

  2. મેં તો માણસની પ્રગટાવી જ્યોતિ
    ને તને ઢીંગલી ને ઢીંગલા વ્હાલા લાગે
    – એમાં મારો શું વાંક?
    બહુ સરસ વાત છે,
    તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
    – એમાં મારો શું વાંક?
    આફરીન બોસ.

  3. સુંદર ગીત
    કેવી સરળ અને સાચી વાત્
    મેં તો સત્ય આપ્યું,
    ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
    – એમાં મારો શું વાંક?
    યાદ આવ્યું હવે,
    સપનાંને લાગે છે આછેરો થાક
    મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

    – Varsha Paras Shah
    Vile parla – Mumbai

  4. શ્રી સુરેશભાઈ દલાલ
    ની આ રચના અત્યન્ત ગમી
    બહુજ સારી રીતે સમજ આપી

    જગશી શાહ
    વિલે પર્લા – મુમ્બઈ

  5. સુંદર ગીત
    કેવી સરળ અને સાચી વાત્
    મેં તો સત્ય આપ્યું,
    ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
    – એમાં મારો શું વાંક?
    યાદ આવ્યું
    હવે,
    સપનાંને લાગે છે આછેરો થાક
    મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *