દીકરીતો પારકી થાપણ કહેવાય – અવિનાશ વ્યાસ

ગુજરાતમાં કન્યાવિદાય વખતે કદાચ સૌથી વધુ ગવાયેલું આ ગીત… ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ – હજુ સુધી ટહુકો પર ન હતુ એના બે કારણ, અને આમ જોવા જઇએ તો બંને કારણો થોડા વિરોધાભાસી છે.

‘દીકરી – પારકી થાપણ’ આ વાત મને કોઇ દિવસ ગળે નથી ઉતરી. આખી જિંદગી પપ્પાની લાડકી – લગ્ન પછી પારકી? કદાચ જે સમયે આ ગીત બન્યું એ વખતે (અને કદાચ આજે પણ?) સમાજમાં એ માન્યતા પ્રચલિત હશે.

બીજું કારણ – ભલે હું આ ગીતની પ્રથમ પંક્તિ સાથે પોતાને relate નથી કરી શકતી, છતાં પણ આ ગીત વાગતું હોય તો એ પુરુ થાય એ પહેલા આંખો ભીંજાય જાય છે. આજ સુધી એ હિંમત નથી આવી કે લાગણીશીલ થયા વગર આ ગીત સાંભળી શકું.

સ્વર : લતા મંગેશકર

412842479_7c90b2c708_m

.

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

86 replies on “દીકરીતો પારકી થાપણ કહેવાય – અવિનાશ વ્યાસ”

  1. #
    Shanti Jagshi Gada – Shah
    *
    દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.
    મારે દીકરી નથી. પણ…
    મારી દીકરી થી પણ વધુ મારી પુત્રવધુ “VARSHA” ને
    મારો તુલસીક્યારો,મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ.
    દીકરીઓ ખૂબ જ સુખી થાઓ!
    તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !
    શાન્તિ જગશી ગડા-શાહ
    વિલેપાર્લે – મુમ્બઈ

  2. *
    દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.મારા વહાલનો દરિયો,
    મારો તુલસીક્યારો,મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ.

    દીકરીઓ ખૂબ જ સુખી થાઓ!

    તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !
    શાન્તિ જગશી ગડા-શાહ
    વિલેપાર્લે – મુમ્બઈ

  3. *
    જયશ્રીબેન આપની સાથે સહમત છુ. દિકરી ક્યારેય મનથી દુર નથી હોતી

    મારી દીકરી ” રચના” બહુજ દુર અમેરિકા રહે છે. છતા પણ સદાય મારા દિલ મા જ વસેલી હોય છે.
    આ ગીત રોજ સાભળવુ ગમે છે.

    * જયશ્રી ગિરીશ શાહ
    * વિલેપારલે – મુમ્બઈ

  4. *
    દીકરી પારકી થાપણ નથી… દીકરી સાપનો ભારો નથી… દીકરી કંઈ ગરીબડી ગાય નથી…
    -બોલવામાં સરસ લાગે છે પણ ખરેખરા અર્થમાં આપણે કેટલા સુધર્યા છીએ? માનું છું કે સમાજના ઘણાખરા ભાગમાં સ્ત્રીઓની ભણતર-ઘડતર અને કદાચ સર્વાંગી ધોરણે ઉન્નતિ થઈ હશે પણ આખા ભારતીય સમાજની સ્ત્રીઓના કેટલા ટકા?
    સ્ત્રી ભ્રૂણહત્યા, દહેજ, સ્ત્રી શોષણ કે પતિ દ્વારા થતા બળાત્કાર અને કાયમ માટે ‘સેકન્ડ પોઝીશન’ – આમાંથી કશાયમાં સુધારો કરી શક્યા છીએ ખરા આપણે? જે જમાનામાં આ ગીત લખાયું હતું એ જમાનામાં તો એ સાંગોપાંગ પ્રસ્તુત હતું જ, આજે ય આ ગીત એટલું જ પ્રસ્તુત છે અને સો વર્ષ પછી પણ આટલું જ પ્રસ્તુત રહેશે…
    આ કડીઓ આપણને કઠે છે છતાં આપણી આંખો ભીની થયા વિના રહેતી નથી એ જ વાત પુરવાર કરે છે કે આવાત કડવું સત્ય જ છે… ખોટી વાત કદી ભાવનાના આંસુ ન આણે….

    * ગિરીશ શાહ
    * વિલેપાર્લે – મુમ્બઈ

  5. .

    ‘દીકરી – પારકી થાપણ’ આ વાત મને કોઇ દિવસ ગળે નથી ઉતરી.
    આખી જિંદગી પપ્પાની લાડકી – લગ્ન પછી પણ પારકી લાગેજ નહી

    મારી દીકરી ” રચના ” બહુજ દુર વસે. પણ સદાય મારા રુદય મા જ વસેલી ચ્હે

    * ગિરીશ શાહ
    * વિલેપર્લે – મુમ્બઈ

  6. .
    તમે સાચુ જ કહ્યુ કે આ ગીત્ કોઇ પણ મા કે દિકરી સાભંળે તો આખ મા થી આસુ આવી જ જાય્….
    મને પણ મારી દીદી ની વિદાય યાદ આવી ગયી…

    Nice song, Thank you very much.
    Gujarati language is great.

    * Best Regards,

    * Parth Girish Shah
    * Vileparle – Mumbai

  7. દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.મારા વહાલનો દરિયો,
    મારો તુલસીક્યારો,મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ.
    દીકરીઓ ખૂબ જ સુખી થાઓ!
    તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !

    જગશી ગડા – શાહ
    વિલેપાર્લે – મુમ્બઈ

  8. દીકરી તો પારકી થાપણ કહેવાય …..
    આન્ખો ભીની થઈ ગઈ ….
    આત્યન્ત ભાવના સભર આ ગીત વારમ્વાર સામ્ભળવુ ગમે

    જગસી ગડા – શાહ

    વિલેપાર્લા-મુમ્બઈ

  9. દીકરી તો પારકી થાપણ કહેવાય …..
    આ ગીત ખુબ જ ગમ્યુ ….

    જગશી ગડા/શાહ
    વિલેપાર્લા મુમ્બઇ

    અન્કિત ગડા – શાહ
    વિલેપાર્લા – મુમ્બઇ

  10. મરે તો કોય્ દિકરિ નથિ કેમ કે મરેઅ લગન નથિ થયા પન હુ દિકરિ વિસે સમ્જુ ચુ દિકરિ જયરે માં-બાપ, ભાઈ-બહેન સહેલી કુટુંબ પરિવાર મૂકી ને સાસરે જાય છે તય્યરે પિયરીયાના તમામ સંભારણાને પોતાના હ્રિદય માં એક ખૂણા માં ધરબી દે છે. સાસરિય વાળા કે ગામ વાળા પૂછે કે વહુ કરિયાવર માં શું લાવ્યા ? કન્યાની લાગણીયો નો અહિયાં કોઈ જ વિચાર નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપ ને ઘરે થી શું શું લાવી એના કરતા કેટલું બધું મૂકી ને આવી છે માં-બાપ ઘર બાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ
    વિચાર કરશે ત્યારે જ તેના સંસાર માંથી સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળક નો જન્મ થવા જેવું છે

  11. તમરિ વત સચિ ચે કે દિકરિ વ્હલ્નો દરિયો ચ આ ગિત મતે ૧ ન ભયે લખિયુ ચે કે દીકરી – પારકી થાપણ’ આ વાત મને કોઇ દિવસ ગળે નથી ઉતરી. આખી જિંદગી પપ્પાની લાડકી – લગ્ન પછી પારકી પન એવુ નથિ આ નો મિનિગ આમા એવુ કહેવા મગે ચે કે આપદે દિકરિ ને નાન્પન થિ મોતિ કરિયે ચિયે અને તેન મ હર હમેસ એવ સન્સ્કર ભરિયે ચિયે કે તે જય્રે પન તેના સસરિય્ર જય તય્રે કોને તેને મહેનુ ના મરે કે તર પિતા ન ગરે થિ સુ સિખિ ને અવિ ચે ૧ દિકરિ ચે કે જે ૧ નવા કુદને જન્મ આપે ચે પન બગ્વને દિકરિ ને પિતના ગરે એન મતે મુકિ ચે કે તે ને સસરિ મે કેવિ રેઇતે રહે વુ તે સ્મ્જવ મતે બદવ્ને દિકરિ ને પિતાના ગરે મુકે ચે

  12. I am really thankful to you and TAHUKO.COM for your great effort to preserve “GUJRATI ASMITA”. JAy Jay Garvi Gujarat

  13. તમે સાચુ જ કહ્યુ કે આ ગીત્ કોઇ પણ દિકરી સાભંળે તો આખ મા થી આસુ આવી જ જાય્….
    મને પણ મારી દીદી ની વિદાય યાદ આવી ગયી…
    ઃ)
    આભાર્….

  14. Hi,
    I wanted poems and qoutes on wedding in gujarati. On various topics could be father- daugther, only daughters viday,mehndi function, relatives invitation etc, I request if you or anyone could help me with those sites, or blogs, where i can get more of such stuff.
    Priyank…..

  15. DID YOU COME ACROSS ANY PARENTS WHO DIDN’T CRY AT THE “VIDAY NI VELA”?DAUGHYER IS INDIVISIBLE-INSEPARABLE PART OF PARENTS’–SPECIALLY A MOTHER’S LIFE. EVEN AFTER MANY MANY YEARS,EVENTHOUGH DAUGHTER HAS HERSELF HAS BOCOME A MOTHER, SHE IS ALWAYS A DEAR DAUGHTER TO A MOTHER.THAT IS ANCIENT INDIAN CULTURE. FAMOUS FRENCH WRITER ALEXANDER DUMMAS HAS SAID “THE FLOWER OR FRUIT WILL EVENTUALLY LEAVE THE TREE,BUT TREE NEVER LEAVES THE FLOWER OR FRUIT.’ GITA PATEL

  16. દીકરી ઍ તો જૂઇની કળી ,

    પૃભુ ને ચઢાવેલ પુષપો ની અવેજીમા મ્ને મળી.”

  17. this is really a wonderful song everytime when i listened to this song i remember my marraige day now i am a mother of a sweet daughter and i cannot imagine live without her i wont be able to give away my daughter to anyone

  18. દિક્રરિ ને ગાય દોદે ત્યા જાય is no more in big Cities as this days they find their own suitable boy

  19. ‘દીકરી – પારકી થાપણ’ આ વાત મને કોઇ દિવસ ગળે નથી ઉતરી. આખી જિંદગી પપ્પાની લાડકી – લગ્ન પછી પારકી

  20. Respected Jayshreeben,

    I am really thankfull to you and TAHUKO.COM for your great effort to preserve “GUJRATI ASMITA”.

    Please send us ZAVERCHAND MEGHANIJI’s……..Chello Katoro Zer No Aaa Pi Jajo Bapu…….

  21. very nice song i remeber when my sis married and she went away from us annd we really miss that married and by listen this song from my eyes tears came out annd it is very nice song ………don’t miss this song i like to listen every day .

  22. Very nice song I remember when my daughter got married 25yrs ago and tears came from her eyes and mine, while listening to this song.

  23. અભિનન્દ્ન્..
    આ ગેીત સાભળિ મને વિચાર આવે છે કે વિદાય સમયે છોકરિ ઉપર સુ વિતતુ હસે….

  24. i m miss my parents when i listed this song. and i m not able to listed this song without tears in my eye
    thank you so much to put song in tahuko .com
    thank you

  25. Yes no words to express anything for all time best song. You konw depth of this song only when you are father of a daughter.
    Belive be honestly I try several time to listen this full song for more than 15 times but not able to listen it my heart loose its control and i have to stop the song.
    it is therefore rightly said ” A son is son till he married,A daughter is daughter till she died”.
    Let me add “Kuan Kahe Che Dikri tao Saap nao Bharo che, Ha, Kuan kahe che Dikri tao saap nao Bharo che, Vhala mitro, Dikri tao Tulsi nao Kyaro che”.

  26. After long time I & my wife together listed this song, alway i love to hera this song & my heartiest & millions of Salute to our Beloved Shri Avinashji for giving us human feeling touch song & Lataji for singing & giving justifing its own class i am really greatful to them

  27. that is very true after listening to this song i was not able to stop my self from crying and this is such a song if someone does not cry is not a human and i salute the singer and the writer for writing such a nice song….and also thank full to you for putting this song on the website where we can listen to it….. i am really thankfull to you…..

  28. અરે વાહ શુ વાત ચ્હે
    તમ્ને ખુબ ખુબ અભિનદન્
    શુ લખુ આ ગેીત વિશે

  29. I love all the gujarati songs that are posted here . Can you please give us link where we can download songs?

    Thanks

  30. મરિ દિકરિ કરગરે ચ્હે પપ્પા મારે લગન નથિ કરવા, મમ્મિ પપ્પા સાથે જ રહેવુ ચ્હે, શુ કહુ

  31. હા ખરેખર મને મારા મમ્મિ-પપ્પાનિ યાદ આપિ ગયુ આ ગિત થન્કયુ વેરિ મચ . પન મને આનન્દનો ગર્બો સામ્ભલવો ચે ??????

  32. i have been blessed with a daughter recently and i just cant imagine my daughter getting married and going away from me…really it made me cry. why it is so that all the daughters have to leave their home ??

  33. દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.મારા વહાલનો દરિયો,
    મારો તુલસીક્યારો,મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ .દીકરીઓ ખૂબ જ સુખી થાઓ !તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !

  34. દીકરી પારકી થાપણ નથી… દીકરી સાપનો ભારો નથી… દીકરી કંઈ ગરીબડી ગાય નથી…

    -બોલવામાં સરસ લાગે છે પણ ખરેખરા અર્થમાં આપણે કેટલા સુધર્યા છીએ? માનું છું કે સમાજના ઘણાખરા ભાગમાં સ્ત્રીઓની ભણતર-ઘડતર અને કદાચ સર્વાંગી ધોરણે ઉન્નતિ થઈ હશે પણ આખા ભારતીય સમાજની સ્ત્રીઓના કેટલા ટકા?

    સ્ત્રી ભ્રૂણહત્યા, દહેજ, સ્ત્રી શોષણ કે પતિ દ્વારા થતા બળાત્કાર અને કાયમ માટે ‘સેકન્ડ પોઝીશન’ – આમાંથી કશાયમાં સુધારો કરી શક્યા છીએ ખરા આપણે? જે જમાનામાં આ ગીત લખાયું હતું એ જમાનામાં તો એ સાંગોપાંગ પ્રસ્તુત હતું જ, આજે ય આ ગીત એટલું જ પ્રસ્તુત છે અને સો વર્ષ પછી પણ આટલું જ પ્રસ્તુત રહેશે…

    આ કડીઓ આપણને કઠે છે છતાં આપણી આંખો ભીની થયા વિના રહેતી નથી એ જ વાત પુરવાર કરે છે કે આવાત કડવું સત્ય જ છે… ખોટી વાત કદી ભાવનાના આંસુ ન આણે….

  35. “A son is your son only till he weds, but a daughter is your daughter till she’s dead” This is an English proverb I read………..so how is “Dikri Parki Thapan?” Bina Trivedi

  36. જયશ્રીબેન આપની સાથે સહમત છુ દિકરી ક્યારેય મનથી દુર નથી હોતી એટલેજ કવિ દાદ કળજાનો કટકો કહે છે એક વાત ચકાસી જોશો આ ગીત ઉષા મંગેશકરે ગાયું છે

  37. ઘણા વખતે સાંભળી સાચે જ પાંપણ ભીંજવી ગયું!
    અને આ મારી દિકરીનો ફોટો ક્યાંથી મળ્યો? કદાચ બધી દિકરી આવી જ લાગતી હશે. મારી એક દિકરી તો “દીકરી ને ગાય, દોરે ત્યાં જાય-પેરડીમાં ગાતી દિકરીને ગાય ફાવે ત્યાં જાય!”
    આ સાંભળતા ભાવાત્મક સ્થિતીમાં મારી વાત અજુગતી લાગે તો
    દિલગીરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *