નથી રે રમવું – પ્રિયકાંત મણીઆર

નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,
એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે.

જાણીજોઇને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,
આઘે રહીને અલબેલીઓ ! તમે રહી છો હરખી;
નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે…
નથી રે…

સામો આવી સરકી જાતો દોડી હં તો થાકી,
પલપલ જુદી ચાલ ચલંતો એની લટોશી બાંકી;
આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી…
ત્યાં ક્યા કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…
નથી રે…

– પ્રિયકાંત મણીઆર

8 replies on “નથી રે રમવું – પ્રિયકાંત મણીઆર”

  1. Kindly upload these song if You have –
    “Radha nache Krishna nache nache gopi gan (jan)”
    “Aave chhe ne aave chhe, Maro vahalo paranava aavyo chhe”

  2. નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
    આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી…
    ત્યાં ક્યા કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…

  3. નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
    પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે
    આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી…
    ત્યાં ક્યા કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…..
    ખુબ મજાનુ ક્રુષ્ણગીત..!!

Leave a Reply to manubhai1981 Cancel reply

Your email address will not be published. Required fields are marked *