આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત – રાહી ઓધારિયા

સ્વરનિયોજન અને સ્વરઃ ડૉ.ફિરદૌસ દેખૈયા

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો,કહું છું તમને હું મારા મર્યાની વાત.

વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને,
મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત.

તમને ય તે હવે તો ખરી લાગતી હશે,
જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત.

‘રાહી’!અબળખા કોઈ હવે બાકી ક્યાં રહી?
કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત.

-રાહી ઓધારિયા

13 replies on “આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત – રાહી ઓધારિયા”

  1. Khub Saras.
    Aa Rachna Bhavnagar na Music.Professor Shri Girirajbhai Bhojak Sahebe pn Adbhut rite Compose Kari6e. Khub j hradaysparshi Rachna chhe.

  2. એક અત્યંત સુંદર રચનાનું એટલું જ રમણીય સ્વરાંકન અને હૃદયસ્પર્શી રજુઆત. પહેલા રાહીસાહેબે કમાલ કરી અને પછી ફિરદૌસભાઇએ કમાલ કરીને રાહીસાહેબના શબ્દોને ઓર દીપાવ્યા. ફિરદૌસભાઇના કંઠે તેઓ સુરત આવ્યા હતા ત્યારે આ રચના સાંભળી હતી બસ ત્યારથી આ રચના હૃદયમાં ગુંજ્યા કરે છે.

  3. વાહ વાહ્….
    કવિએ મનોવેદનાનેી વ્યથા અદ ભુત વ્યક્ત કરેી.

  4. મારી પસંદગીની ગઝલ… અને કમ્પોઝીશન પણ એટલું જ અદભૂત… ફીરદોશભાઈની કમાલ..!!

  5. ભાવનગરના ગીત-ગઝલ-સંગીતના ગુરુ સ્વ. રાહી સાહેબની અદભૂત ગઝલ અને ભાવનગરના જ કવિ-ગાયક-સ્વરકાર ડૉ. ફિરદૌસ દેખૈયાનું અટલું જ સુંદર સ્વર-નિયોજન માણવાની મજા પડી.

    સુધીર પટેલ.

  6. ખુબ જ સુદર રજુઆત કરિ. દિલ ને સ્પ્રશ્ર્ કરિ ગઇ.વાત વાત મા ઘનુ કહિ દિઘુ.

  7. રાહી મારા ગામ ભાવનગરના છે..તેમને દર્દને નજાકતથી રજુ કરવાની સાહજિકતા હાંસિલ હતી..સ્વર પણ ફિરોઝભાઈનો એટલોજ ઘેરો, ઘટ્ટ, ઘૂંટાયેલો અને નૈસર્ગિક..ગોડ ગિફટેડ. અદભૂત મૃત્યુ કાવ્ય..રાહીની યાદ આવી ગઈ ને આંખો ભરાઈ આવી..

  8. બહુ જ સરળ રીતે કરી સરી જવાની વાત, આ દુનિયામાથી.
    સરસ રજુઆત.

Leave a Reply to Chitar Odharia Cancel reply

Your email address will not be published. Required fields are marked *