ગઝલ – હરિશ્વંદ્ર જોશી

(આકાશની પ્રતિક્ષા…. સંચાર નથી શું પાંખમાં ?)
Photo byNikonsnapper 

——————-

અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ?
બેસે ન સ્વપન આંખમાં તો  શું કરી શકો ?

મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?

લાગે  કે એકઠું કરી લીધું બધું અને
નીકળે ન કાંઇ ફાંટમાં તો શું કરી શકો ?

આકાશ તો  યુગોથી પ્રતિક્ષા કરે છે
સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?

લંબાય રાત અંધની આંખો સમી સતત
અટવાય સૂર્ય ઝાંખમાં તો શું કરી શકો ?

પીળાશ પી રહી છે સફેદીને પત્રની
શબ્દો જ હોય  ટાંકમાં તો શું કરી શકો ?

ચાવી દઇને વાગતાં વાજાં હરીશ સૌ
સરકે ન જીવ ખાંચમાં તો શું કરી શકો ?

12 replies on “ગઝલ – હરિશ્વંદ્ર જોશી”

  1. કવિએ જાણે આપણા મનને વાંચી લીધુ લાગે છે…

    આકાશ તો યુગોથી પ્રતિક્ષા કરે છે
    સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?

  2. હરીશસરની સુંદર રચના માણવા મળી પણ તેમના બુલંદ કંઠે રચનાઓ સાંભળવાનો અલગ જ લહાવો છે. હરિશ્ચંદ્ર જોશીના કંઠે ગવાયેલ રચના અહીં મૂકવા નમ્ર વિનંતિ છે.

  3. હરીશસરની સુંદર ગઝલ જો તેમના બુલંદ કંઠમાં સાંભળવા મળે તો ઉત્તમ.તેઓ ઉત્તમ સ્વરકાર અને ગાયક છે જેની આ સાઇટના સંચાલકને ખ્યાલ જ હશે.તેમના કંઠે ગવાયેલ રચના મૂકવા નમ્ર વિનંતિ.

  4. મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
    પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?
    ફાંટ,ટાંક,ખાંચ વગેરે શબ્દો બહુ સરસ રીતે વાપર્યા છે.

  5. મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
    પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?
    WAAH…..!!!!!!

  6. નથિ ખબર કે જે લખુ એ સાચુ જ હોય પરન્તુ લખેલ આપનુ દિલ દુભાયેલ હોય પોતાનાથિ જ એવુ લાગ્યુ, દુઃખ બધા નુ એક જેવુ જ કેમ લાગ્યુ કવિતા વાચિને,હ્દય ભારે કરિ દિધુ આપે, સુન્દર નહિ કહુ પરન્તુ હ્દય દ્રાવક કહિ બિરદાવુ આપને તો ગમશે ને આપને!!!!!

  7. બહુ સુન્દર કવિતા છે.
    અને એમા પણ,
    મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
    પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?
    ઉપ્રોક્ત બે પન્ક્તિ તો ખુબજ સુન્દર છે.

  8. મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
    પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?
    આકાશ તો યુગોથી પ્રતિક્ષા કરે છે
    સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?

    એવું લાગે કે મારા િવચારો ને વાચા મળેી ગઇ.

    મુકેશ

  9. મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
    પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?

    લાગે કે એકઠું કરી લીધું બધું અને
    નીકળે ન કાંઇ ફાંટમાં તો શું કરી શકો ?

    -સુંદર અશઆર… આભાર…

  10. અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ?
    બેસે ન સ્વપન આંખમાં તો શું કરી શકો ?

    આકાશ તો યુગોથી પ્રતિક્ષા કરે છે
    સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?

    સુંદર ગઝલ … સુંદર મજબૂરીઓ….!!
    સુંદર

  11. સુંદર ગઝલ
    આ શેર ગમ્યો
    લંબાય રાત અંધની આંખો સમી સતત
    અટવાય સૂર્ય ઝાંખમાં તો શું કરી શકો ?
    યાદ આવી
    કડવી હકીકતને તમારા તીવ્ર શબ્દોનાં કપડાં
    પહેરાવીને પણ નગ્ન તો તમે જ કરી શકો!

Leave a Reply to mukesh parikh Cancel reply

Your email address will not be published. Required fields are marked *