ગઝલ – હરિશ્વંદ્ર જોશી

(આકાશની પ્રતિક્ષા…. સંચાર નથી શું પાંખમાં ?)
Photo byNikonsnapper 

——————-

અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ?
બેસે ન સ્વપન આંખમાં તો  શું કરી શકો ?

મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?

લાગે  કે એકઠું કરી લીધું બધું અને
નીકળે ન કાંઇ ફાંટમાં તો શું કરી શકો ?

આકાશ તો  યુગોથી પ્રતિક્ષા કરે છે
સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?

લંબાય રાત અંધની આંખો સમી સતત
અટવાય સૂર્ય ઝાંખમાં તો શું કરી શકો ?

પીળાશ પી રહી છે સફેદીને પત્રની
શબ્દો જ હોય  ટાંકમાં તો શું કરી શકો ?

ચાવી દઇને વાગતાં વાજાં હરીશ સૌ
સરકે ન જીવ ખાંચમાં તો શું કરી શકો ?

12 replies on “ગઝલ – હરિશ્વંદ્ર જોશી”

 1. pragnaju says:

  સુંદર ગઝલ
  આ શેર ગમ્યો
  લંબાય રાત અંધની આંખો સમી સતત
  અટવાય સૂર્ય ઝાંખમાં તો શું કરી શકો ?
  યાદ આવી
  કડવી હકીકતને તમારા તીવ્ર શબ્દોનાં કપડાં
  પહેરાવીને પણ નગ્ન તો તમે જ કરી શકો!

 2. Pinki says:

  અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ?
  બેસે ન સ્વપન આંખમાં તો શું કરી શકો ?

  આકાશ તો યુગોથી પ્રતિક્ષા કરે છે
  સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?

  સુંદર ગઝલ … સુંદર મજબૂરીઓ….!!
  સુંદર

 3. મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
  પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?

  લાગે કે એકઠું કરી લીધું બધું અને
  નીકળે ન કાંઇ ફાંટમાં તો શું કરી શકો ?

  -સુંદર અશઆર… આભાર…

 4. વાહ સરસ ગઝલ વાચવા મળી…….

 5. mukesh parikh says:

  મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
  પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?
  આકાશ તો યુગોથી પ્રતિક્ષા કરે છે
  સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?

  એવું લાગે કે મારા િવચારો ને વાચા મળેી ગઇ.

  મુકેશ

 6. Snhea says:

  બહુ સુન્દર કવિતા છે.
  અને એમા પણ,
  મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
  પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?
  ઉપ્રોક્ત બે પન્ક્તિ તો ખુબજ સુન્દર છે.

 7. tamash says:

  નથિ ખબર કે જે લખુ એ સાચુ જ હોય પરન્તુ લખેલ આપનુ દિલ દુભાયેલ હોય પોતાનાથિ જ એવુ લાગ્યુ, દુઃખ બધા નુ એક જેવુ જ કેમ લાગ્યુ કવિતા વાચિને,હ્દય ભારે કરિ દિધુ આપે, સુન્દર નહિ કહુ પરન્તુ હ્દય દ્રાવક કહિ બિરદાવુ આપને તો ગમશે ને આપને!!!!!

 8. Prashant Jadav says:

  મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
  પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?
  WAAH…..!!!!!!

 9. Mehmood says:

  મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
  પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?
  ફાંટ,ટાંક,ખાંચ વગેરે શબ્દો બહુ સરસ રીતે વાપર્યા છે.

 10. vimal agravat says:

  હરીશસરની સુંદર ગઝલ જો તેમના બુલંદ કંઠમાં સાંભળવા મળે તો ઉત્તમ.તેઓ ઉત્તમ સ્વરકાર અને ગાયક છે જેની આ સાઇટના સંચાલકને ખ્યાલ જ હશે.તેમના કંઠે ગવાયેલ રચના મૂકવા નમ્ર વિનંતિ.

 11. હરીશસરની સુંદર રચના માણવા મળી પણ તેમના બુલંદ કંઠે રચનાઓ સાંભળવાનો અલગ જ લહાવો છે. હરિશ્ચંદ્ર જોશીના કંઠે ગવાયેલ રચના અહીં મૂકવા નમ્ર વિનંતિ છે.

 12. dipti says:

  કવિએ જાણે આપણા મનને વાંચી લીધુ લાગે છે…

  આકાશ તો યુગોથી પ્રતિક્ષા કરે છે
  સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *