‘સિલ્વર જ્યુબિલી’ નાટક…. Not to be missed..!!

સ્નેહભિની આંખે હસાવતું
ર૫ વર્ષના લગ્નજીવનના ડાયરીના પાનામાંથી વહેતું

નાટકના ફ્લાયરમાં આ શબ્દો વપરાયા છે.. પણ જોતી વખતે એવું અનુભવાય કે જાણે ડાયરીના પાનામાંથી નહીં – પણ ક્યાંક ને કશેક – આપણે જીવેલી ક્ષણો, અનુભવેલા સંવેદનો, હોઠથી સરી ગયેલા કે હોઠ સુધી આવીને અટકી ગયેલા શબ્દો – એ બધુ લઇને – આપણી સાથે જ વહેતું નાટક છે આ..!!

હું અને અમિત – અમે સાથે જોયેલું આ પહેલું નાટક. અને આમ ભલે અમારે સિલ્વર જ્યુબિલી ઉજવવાને ઘણી વાર છે – પણ ‘પ્રિયા અને પરમ’ ના કેટલાય સંવાદો પર અમે – એકમેક સામે જોઇ ને મલક્યા છે. અને સાથે જ મેં અમિતનો ખભો પણ કેટલો ભીનો કર્યો..! :)

અને નાટકના કોઇ એક મજબૂત પાસાની વાત કરવી શક્ય જ નથી..! દરેક કલાકારનું એકદમ powerful performance , કાજલબેનની એટલી જ દમદાર કલમ, વિરલભાઇનું Award Winning Direction, કવિ શ્રી મનોજ જોશી ‘મન’ ના હ્રદયસ્પર્શી ગીતો અને શૌનક પંડ્યાનું સાંભળતાજ ગમી જાય એવું સંગીત..!

 

નાટક જોવાની તમને ભલામણ કરું છું – એટલે એના વિષે વધુ વાત નથી કરતી..!

અમારા મહેન્દ્રકાકાએ ગઇકાલે કહ્યું હતું એમ – તમે હોસ્પિટલમાં ન હો – તો આ નાટક જોવા ન જવાનું બીજું કોઇ કારણ નથી..!!

હજુ હમણાં જ Bay Area માં Show કરીને રાત્રે ૧૨ વાગ્યાની flight લઇને આ મિત્રો આવી રહ્યા શિકાગો.. જુન ૧૭ ના દિવસે બપોરે ૩ વાગ્યાના Show માટે.. એ પછી એક શો એમનો Tampa, Florida અને બીજો – Edison, New Jersey!

જે ગઇ એ – અથવા તો જે આવવાની છે એ – લગ્નની વર્ષગાંઠ કે પહેલી વાર મળ્યાની વર્ષગાંઠ યાદ કરીને – આ નાટક જોવા તમારા સાથીને ચોક્કસ લઇ જશો..! :)

9 thoughts on “‘સિલ્વર જ્યુબિલી’ નાટક…. Not to be missed..!!

 1. Retd.Prof.V.C.Sheth

  આ નાટક અમે અમેરિકામાં જોયુ.
  મારા મતે નાયિકા ત તરીકે કોઇ અન્ય હોત તો નોટકમાં ચાર ચાંદ લાગી જાત.

  Reply
 2. Pravin V. Patel

  ‘ટહુકો’,ના જનક,
  જયશ્રીબેન અને અમિતભાઈ.
  ‘સિલ્વર જ્યુબિલી’નો અભિપ્રાય વાંચી આનંદ થયો.
  નાટક હાલમાં જોવા- માણવાની કોઈ શક્યતા નથી.
  june 29th, 2012 અમારાં સુમેળભર્યા જીવનનાં
  42 વરસ પૂર્ણ થાય છે.
  ટહુકામાં જોવાનો લાભ મળશે ત્યારે માણીશું.
  આભાર.

  Reply
 3. dr.ketan karia

  હું મારી જાતને નસીબદાર માનું છું કે મે આ નાટકનું અમેરીકા જતાં પહેલાંનું ફાઇનલ રિહર્સલ જોયું, કાજલબેનની કલમ, મનોજભાઇનાં ગીતો અને ગઝલો… આરતીનું યુવા કાજલબેન તરીકેનું કામ, શૌનકભાઇનું સંગીત, હિરેનની સમયસૂચકતા, જયભાઇનો અનુભવ,રોહિતભાઇનું સંગીત સંચાલન અને last but not the least વિરલભાઇનું દિગ્દર્શન… ખૂબ જ સુંદર..

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *