હેપ્પી બર્થ ડે, ટહુકો.કોમ…

OLYMPUS DIGITAL CAMERA

*

જન્મે કે સંસ્કારે ગુજરાતી હોય અને ઇન્ટરનેટ સાથે થોડો પણ ઘરોબો હોય એ માણસે ટહુકો.કોમ પર પોતાની મનગમતી કવિતાઓ વાંચી-સાંભળી ન હોય એવું બને તો એ મહા આશ્ચર્યની વાત છે… છેલ્લા છ વરસથી શબ્દ અને સૂરને તાણાવાણાની જેમ એકમેકમાં ગૂંથીને વિશ્વગુર્જરીના ઘરે ઘરે પહોંચાડવાનો નિઃસ્વાર્થ ભેખ લેનાર ટહુકો.કોમ આજે છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં પ્રવેશે છે એ દરેકેદરેક કળા-સંગીતરસિક ગુજરાતીઓના પોતાના ઘરે કેક કાપવા જેવો મહોત્સવ છે કેમકે આ સૂરનગરના રસિયાઓ વિના તો આ દિવસ આવવો શક્ય જ ક્યાં હતો?

જયશ્રી અને અમિત વતી ટહુકો.કોમની આ વર્ષગાંઠે હું ટહુકો.કોમના સમસ્ત ચાહકવૃંદનું સવિનય અભિવાદન કરું છું, આભાર માનું છું અને સૂર-શબ્દની જેમ જ એકાકાર બની ગયેલી જયશ્રી-અમિતની જોડીને ટહુકો.કોમની વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું..

વર્ષગાંઠ મુબારક હો, વહાલા ટહુકા !

*

કોઈનીય સાડીબારી રાખ્યા વિના
સમય
સતત ચાલે છે –
એકધારી ગતિથી.
એની સાથે સાથે
ફક્ત
ઝાડ જ વધે,
ડાળો લંબાય,
પાંદડાઓ ફૂટે,
ફળ પાકે
ને ફૂલો જ મહોરે એવું નથી.
ઝાડની જીભ પણ વિકસતી હોય છે…

બહાર પણ અને અંદર પણ
એક ટહુકો
સતત ખુલતો રહે છે –
એકધારી ગતિથી…

– વિવેક મનહર ટેલર
(૧૨-૦૬-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA

69 thoughts on “હેપ્પી બર્થ ડે, ટહુકો.કોમ…

 1. Dharmendra Shah

  Many happy returns of the day to TAHUKO.COM Hope to enjoy more and more from you. Normally we become one year older on birthday but Tahuko become younger and younger year after year. Keep the spirit up. Thank you..

  Reply
 2. manubhai1981

  ટહુકાને વર્ષગાઁઠ મુબારક !જ. ને અ.ને અભિનઁદનો !
  વિ.ને વઁદનો !ભાઇ ,તમારુઁ કાવ્ય કોને ના ગમે ?

  Reply
 3. જય

  વિશ્વ ગુર્જરીની નિઃસ્વાર્થ સેવા માટે ગુજરાતી સુગમ સંગીતના ચાહકો આપના ઋણી છે.
  ટહુકો અવિરત ટહુક્યા કરે એવા અંતરના અરમાન.

  આભાર.

  Reply
 4. Hirabhai

  ટહુકો સદા ટહુક્યા કરે એવી સુરિલિ શુભકમના અને અન્તર ના આશિર્વાદ.

  Reply
 5. Harshad M. Bhatt

  My wife Jayshree and I greatly enjoy this web-site. We are are indebted to the Tahuko-Team for such work. We are silent team member with you and desire to be of help to the team.

  Jayshree & Harshad

  Reply
 6. navin

  Happy Birth Day.All the best to Jayshree & Ameet.
  Pleese provide DOWNLOAD platform, There are many Parents & Grand parents who will enjoy listning beutiful mallodies from our MUSIC SYSTEME witout intruption.
  BHAVATU SAVAY MANGLAM……

  Reply
 7. Retd.Prof.V.C.Sheth

  ટહુકો સદાય ટહુક્યા કરે એજ પ્રભુને પ્રાર્થના.
  સવારે કોયલનો ટહુકો,ને સાંજે ટહુકાનો ટહુકો.સુરીલી સવાર,’ને સંગીત મઢી રાત.ટહુકાનો આભાર.

  Reply
 8. VRAJESH

  ખૂબ ખૂબ અભિનંદન, જયશ્ર બહેન.
  ટહુકાના પાંચમાં જન્મદિવસ નિમિત્તે હાર્દિક અભિનંદન.

  Reply
 9. chintan

  વર્ષગાંઠ મુબારક હો, વહાલા ટહુકા ! ખૂબ ખૂબ પ્રેમ્….વ્હાલ……શુભેચ્છાઓ.
  વિશ્વ ગુર્જરીની નિઃસ્વાર્થ સેવા માટે ગુજરાતી સુગમ સંગીતના ચાહકો આપના ઋણી….

  Reply
 10. Anila Amin

  સાહિત્યરસિકો અને સંગીતરસિકોની અનન્ય અને મનભાવન સેવા બદલ ટહુકો.કોમ તથા જયશ્રીબેન અને અમિતભાઇને હાર્દિક અભિનન્દન.

  Reply
 11. Ramesh Patel

  માતૃભાષાનો મધુરો ટહુકો સદા વસંતી રહે એવી શુભેચ્છા.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *