ગઝલ – બકુલેશ દેસાઇ

childhood(ગૂમ થયેલું શૈશવ..  )

————–

પડ હેઠળથી, પડ હેઠળથી, પડ નીકળે છે
નીરસ દિવસ – રાતો આડેધડ નીકળે છે

ગુમ થયું ક્યાં શૈશવ, ક્યાંક સગડ નીકળે છે?
પીછો કરતી પાકટતા અણઘડ નીકળે છે !

હા ને ના – ની વચ્ચે ખેંચ-પકડ નીકળે છે
રેશમ રિશ્તે પણ ગાંઠો સજ્જડ નીકળે છે

કોણ કહે છે : લીલી સૂકી વારા ફરતી
કાળી મહેનત અંતે સુક્કુ ખડ નીકળે છે

હા કે ના નો મતલબ એક જ થાય ખરો કે ?
એની વાતે ના માથું ના ધડ નીકળે છે !

હાથ મિલાવો, ચૂમો કે હળવે આલિઁગો
ચાહે તે રૂપમાં સંબંધ બરડ નીકળે છે. 

લાગણી-યાદો કંઇ નહિ એવા સ્ટેજ ઉપર હું
શ્વાસોના છેલ્લા દ્રશ્યે ભડભડ નીકળે છે.

11 replies on “ગઝલ – બકુલેશ દેસાઇ”

 1. manvant says:

  ચાહે તે રૂપમાઁ સઁબધો બરડ નીકળે છે ! વાહ !

 2. વાહ સરસ ગઝલ છેલ્લા બે શેર અદભૂત થયા છે.

 3. Pinki says:

  પડ હેઠળથી, પડ હેઠળથી, પડ નીકળે છે
  નીરસ દિવસ – રાતો આડેધડ નીકળે છે

  લાગણી-યાદો કંઇ નહિ એવા સ્ટેજ ઉપર હું
  શ્વાસોના છેલ્લા દ્રશ્યે ભડભડ નીકળે છે.
  જીંદગીની વાસ્તવિકતા….

  સુંદર ગઝલ……

 4. સુંદર મઝાની ગઝલ.

 5. સુંદર ગઝલ… મજેદાર કાફિયાઓની સરસ વિભાવનાઓ..

 6. jayesh upadhyaya says:

  આયા હૈ મુઝે ફીર યાદ વો ઝાલીમ ગુઝરા ઝમાના બચપન કા
  સરસ

 7. mukesh Parikh says:

  રેશમ રિશ્તે પણ ગાંઠો સજ્જડ નીકળે છે
  બહુ સરસ ગઝલ..િદલ ને હલાવેી ગઈ…

  મુકેશ પરેીખ

 8. pragnaju says:

  સરસ ગઝલ
  આ શેર ગમ્યો
  લાગણી-યાદો કંઇ નહિ એવા સ્ટેજ ઉપર હું
  શ્વાસોના છેલ્લા દ્રશ્યે ભડભડ નીકળે છે.
  યાદ આવ્યાં-
  ફક્ત એથી જ કોઈની મદદ માગી નથી શકતો,
  શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે !
  ગોદડી કૈં અમથી સંધાતી નથી ભૈ,
  સાત પડ વીંધીને સોઈ નીકળે છે.

 9. bakulesh desai says:

  HAVE YOU READ ek vrudhdha nu geet in GUJARAT DIPO. NUMBER ? SAMAANTAR in AKHAND ANAND DIPO NUMB ? YOU CAN READ A STORY dikaraao IN samvedan dipo num. editted by janak nail, surat…..all these are by bakulesh desai

 10. Hemen Shah says:

  “રેશમ રિશ્તે પણ ગાંઠો સજ્જડ નીકળે છે”

  સુન્દર અતિ સુન્દર.

  હેમેન શાહ

 11. Sajidkhan says:

  i like too much. heartly feeling with this gazal…

  great….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *