~ – કાજલ ઓઝા-વૈદ્ય

મેં સૂરજમુખી માગવા માટે
ડરતાં ડરતાં લંબાવેલા હાથમાં
તેં
આખેઆખો સૂરજ મૂકી દીધો છે !

વેંત જેટલી જગ્યા માગી હતે – મેં,
તારી અંદર – ક્યાંક – કોઈક ખૂણે
અને તેં -
મને ઘસડીને, તારી રગરગમાં વહેતી કરી નાખી છે.

પાંખ ફફડાવવા જેટલા અવકાશની માગણીના બદલામાં
ગણતરીના શ્વાસ ઉછીના માગ્યા હતા મેં તો
ને તું ?
બ્ર્હ્માંડ લઇ આવ્યો, તારા બાહુપાશમાં !

બે સ્મિત – ચાર ખુશીની પળો ચાહી હતી મેં તો -
માત્ર
ને તેં ?
‘સુખ’નો ઢગલો કરી દીધો – મારા ખોળામાં,
તું ક્યાં હતો ?
તું કેમ મને વહેલો ન મળ્યો ?

- કાજલ ઓઝા-વૈદ્ય

Share what you loved...

16 thoughts on “~ – કાજલ ઓઝા-વૈદ્ય

  1. PUSHPAKANT TALATI

    ….. …..તું ક્યાં હતો ? તું કેમ મને વહેલો ન મળ્યો ?

    જો વહેલો મળ્યો હોત તો આવી ભાવના થાત ?
    આવી ઊર્મીઓ ઉઠત ?
    આવી પન્ક્તિઓ સ્ફુરત ?

    બસ એટલા માટે જ તે આપને વહેલો ન મળ્યો અને અમોને આ સરસ રચના મળી.

    સરસ અને દિલને સ્પર્ષી જનારી તેમજ અરપાર ઉતરી હ્રદયનાં તારોને ઝંક્રુત કરી દેનારી રચના

    ભાઈ મઝા પડી ગઈઈઈઈઇઇઇઇઇઇઇ

    Reply
  2. Jayant Shah

    ક્યાક અતિશયોક્તિ હશે ,પણ અસત્ય નહિ હોય , માગ્યુ ખોબાભર અને આપ્યુ આસમાન ! અતિ સુન્દર !

    Reply
  3. vimala

    કાજલ બહેનનું ગદ્ય વાંચતા તેમાં કવ્યાત્મતાના સુર અનુભવાતા હોય છે.આજે ભલે અછાંદસ કાવ્ય હોય પણ એમાંથી પદ્ય કવિતના હકારત્મ્ક સૂર કાનમાં ગુંજતા થયા.

    Reply
  4. Pushpendraray Mehta

    ઇશ્વર પ્રત્યે ક્રુતગ્યતા તથા આભાર વ્યક્ત કરતુ સુન્દર ગીત ..ક્રુતિ બદલ ખુબ ખુબ અભિનન્દન ..

    Reply
  5. Maheshchandra Naik

    અપેક્ષા કરતા વિશેષ પ્રાપ્ત થઈ જાય એના કરતા રુડું બીજુ શૂં???????

    Reply
  6. Rekha shukla(Chicago)

    હા ભાગ્યશાળી ને હકારાત્મક વિચારોવાળા સારા માણસને સારા માણસ જ મળે છે..પણ પાગલ પ્રેમી ….ચેરી ઓન ટોપ…મે તો ખોબો માંગ્યો ને દરિયો દૈ દીધો…સાવરિયો રે મારો સાવરિયો…!!!

    Reply
  7. La'KANT Thakkar

    ” વહેલો ન મળ્યો? “નો વસવસો …એક સુક્ષ્મ વ્યથા/ વેદના જેનું એક સુભગ પરિણામ તે આ કૃતિ…
    અંતત:સિક્કાની બીજી બાજુ જેવું નહિ? કુદરતની વ્યવસ્થા કઈ ચીજ કેમ? ક્યારે?કેવીરીતે? કયા સ્વરૂપે/માર્ગે
    આપે/મોકલે છે ..સમજવું અકળ !!!-લા’કાંત / ૧૨-૬-૧૨

    Reply
  8. manubhai1981

    આખરે પરમેશ્વરને દીઠો જ !વાહ કાજલબહેના,વાહ !
    તમને વાઁચવાઁ ને સાઁભળવાઁ એક અનેરો લહાવો છે.
    સ્ત્રેીત્વને તમે સુઁદર શણગાર્યુઁ છે.અભિનઁદન !સુખી રહો !
    રેખાબહેના સાથે સહમત છુઁ.અમે ખોબો માગતાઁ રહીશુઁ..
    તમે દરિયો આપતાઁ રહેજો !શુભકામનાઓનો ઢગલો !

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>