મારી આંખોએ બેઠું ચોમાસું..! – એષા દાદાવાળા

તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!

ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!

આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?

– એષા દાદાવાળા

9 replies on “મારી આંખોએ બેઠું ચોમાસું..! – એષા દાદાવાળા”

 1. Darshita Patel says:

  Good one !!!

 2. MANOJ VYAS says:

  હુ કવિતા મુકવા માગુ ચ્હુ

 3. દોલત વાળા says:

  સરસ કવિતા મુકવી હોય તો શુ કરવુ?

 4. manubhai1981 says:

  એષાજીનુઁ આ કાવ્ય ગમ્યુઁ.આભાર !

 5. Ullas Oza says:

  પ્રેમની સુંદર અભિવ્યક્તિ.

 6. mahesh dalal says:

  બહુજ સરસ ભવ અને ઉર્મિ સભર

 7. Ravindra Sankalia. says:

  એશા દાદાવળાનુ આ વર્ષાગીત બહુ ગમ્યુ.આગાહી વિના આવે તો માનુ એ પનક્તિ ખુબ ગમી.

 8. Maheshchandra Naik says:

  કેનેડામા બેઠા બેઠા સુરતનુ ચોમાસુ યાદ આવી ગયુ, અણચેતવ્યુ વરસે એની જ મઝા પ્રેમમા અને વરસાદમા માણવા મળી, અભિનદન્…………….

 9. Parth Rupareliya says:

  બહુ જ સરસ ….બહુ ગમ્યુ…
  મારી આંખોએ બેઠું ચોમાસું..!
  ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!
  મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *