લિમીટ – કૃષ્ણ દવે

MEERA[1]

ધારે તો સ્ક્રીનપર એ તમને જ ફીટ કરી દે.
ધારે તો મૂળમાંથી તમને ડિલીટ કરી દે.

જાણે છે એમને જે, તૈયાર સૌ રહે છે
કોને ખબર એ ક્યારે કોને રીપીટ કરી દે.

મોકલ હજુયે મોકલ આનાથી ઘૂંટ કાતિલ
પીનારનો ભરોસો એનેય સ્વીટ કરી દે.

અવગણ નહી તું એને ક્ષણને વિરાટ પગ છે
બે ચાર સ્ટેપ મૂકે તારી લિમીટ કરી દે.

શંકાની ન્યાત આખ્ખી હંમેશ ફ્લોપ ગઇ છે
ટાણુ એ સાચવી લે, શ્રધ્ધાને હિટ કરી દે.

દેખાય ધૂંધળું તો લ્યો આ ગઝલને પહેરો
દ્રષ્ટીનો ભેદ ભાંગે, દ્રશ્યોને નીટ કરી દે.

7 replies on “લિમીટ – કૃષ્ણ દવે”

  1. ૮હુકો પહેલિ વાર ખોલ્યુ. ભરે મજ આવશે હવે
    ભાઇ. . . ભાઇ
    જય્સુખ તલવિયા

  2. મારા જેવા ઈન્ટરનેટ રસીઆઓના રસના શબ્દો
    સ્ક્રીન,ફીટ,ડિલીટ,રીપીટ,ફ્લોપ,હિટ વાપરી
    ગઝલનો ચોટદાર શેર-
    અવગણ નહી તું એને ક્ષણને વિરાટ પગ છે
    બે ચાર સ્ટેપ મૂકે તારી લિમીટ કરી દે.
    -વડે આપણે જીવનસંઘર્ષમાં પ્રકૃતિના માણવાની
    દૃષ્ટિ ખોઇ બેઠા છીયે ત્યારે સંવેદનશીલતા ઉપર આક્રોશ
    -વેધક કટાક્ષ દિલ પર અસર તો કરી જાય છે!
    તરન્નુમમાં મુકવા જેવી ગઝલ

Leave a Reply to Harshad Jangla Cancel reply

Your email address will not be published. Required fields are marked *