ઝરણું રમતું રમતું આવે – ઉમાશંકર જોષી

અમારી ‘ડગલો’ સંસ્થા આયોજિત ‘ઉમાશંકર જોષી’ શતાબ્દી ઉત્સવની શરૂઆત આ નાનકડી બાળકીએ કરી, પોતાના મધમીઠા સ્વરમાં એક નાનકડી સ્તુતિ સાથે..! અને પછી એણે પોતાની જેમ જ ઉછળતા કુદતા ઝરણાનું આ મસ્ત મઝાનું ગીત રજૂ કર્યું. એ પછી ઘણીવાર આ રેકોર્ડિંગ માણ્યું છે – તો આજે એ તમારી સાથે પણ વહેંચી લઉં..!

સ્વર – શ્રાવ્યા અંજારિયા

ઝરણું રમતું રમતું આવે,
ઝરણું રમતું રમતું જાય.

ઝરણું રૂમઝૂમ કરતું નાચે,
ઝરણું ઝમઝમ કરતું ગાય.

ઝરણું ડુંગર કરાડ કૂદે,
ઝરણું વન વન ખીણો ખૂંદે,
ઝરણું મારગ ધોતું દૂધે,

ઝરણું અલકમલકથી આવે
ઝરણું અલકમલકથી જાય

ઝરણું રમતું રમતું આવે
ઝરણું રમતું રમતું જાય.

 – ઉમાશંકર જોષી


15 replies on “ઝરણું રમતું રમતું આવે – ઉમાશંકર જોષી”

  1. અહ કયેરેક મારા સ્કોલ્નઅ બાલ્કો વધુ સારું ગાય છે .પણ chance મળતો નથી .
    આજે એક સારો પ્રયત્ન જાણવા ન્લ્યો તેમને appriceat કરવા માટે…

  2. Dear Aanalben

    Best wishes to Shravya for all her future endeavors. She must keep her interest in Gujarati literature alive against all odds.

    Rajesh Bhat.

  3. Thank you all for the wishes to Shravya. She needs ur blessings for all her future endeavors.

  4. Only a genius can achieve such simplicity after having written “Nishith He Nartat Rudra Ramya” or similar poems. Hats off to Umashankar Joshi. Also, congratulations to Shravya and her parents! Whereas children here in India are running after English rhymes, you revived U. Jo.!

    Rajesh Bhat, Ahmedabad.

  5. શ્રાવ્યા ને ખુબ ખુબ અભિનન્દ સરસ ગિત અને અવાજ

  6. સરસ સ્વર અને અવાજ, બેન શ્રેયાને ખુ ખુબ અભિનદન…………….ાને શુભેચ્છાઓ…..

  7. વાહરે વાહ શ્રાવ્યાબહેના ! તમે તો રઁગ રાખ્યો !
    આજની સવાર સુધારી દીધી.આભાર બધાઁનો.

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *