નામ લખી દઉં – સુરેશ દલાલ

કાવ્ય પઠન – કવિ શ્રી સુરેશ દલાલ

(ફૂલપાંદડી જેવી કોમળ…..   Golden Gate Park –  May 28, 2012)

ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!

અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો –
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…

વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં

તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!

– સુરેશ દલાલ

Audio File માટે આભાર – The Library of Congress

9 replies on “નામ લખી દઉં – સુરેશ દલાલ”

  1. સુરેશ દલાલ એટલે કવિતા ઓ નો પર્યાય..!!
    બોલાવી એમને ઈશ્વરે કર્યો સાહિત્ય ને અન્યાય ….!!!! કમલેશ રવિશંકર રાવલ

  2. વાહ વાહ!!!!! સુરેશભાઇ, ક્યા બાત હૈ!! વાહ વાહ!!

  3. વાહ! સરસ. આટલા રસિકડા સુરેશભાઈના મનને મે પહેલી વખત વાંચવાનો લ્હાવો આપવા બદલ આભાર જયશ્રી.
    પવનની આંગળીથી નદીના પટ પર નામ લખી દઉં! સુન્દર કલ્પના.

  4. સુઁદર શબ્દો,સુન્દર ભાવ ,અભિવ્યક્તિ.
    કવિને સાઁભળવાનો લહાવો મળ્યો !
    આભાર !

  5. ખુબ જ સુન્દર કાવ્ય. ને કવિશ્રિ ના મુખે સામ્ભ્લ્વનો લ્હાવો મલ્યો. આભાર.

  6. ખુબજ સુંદર કાવ્ય … અદભુત કવિશ્રી…લાગણીઓના કવિ – અને કેમ ના હોય! SNDT Women’s University ના કુલપતિ હોવું અને આવા સાક્ષર હોવું એ બે નો યુગ્મજ પ્રેરણા આપવા પુરતો છે અને એમાંયે સુરેશભાઈ રસિક જીવ (સારા સંદર્ભમાં)અને એમને સાંભળવા એ એક લહાવો છે. એમનું શ્રી કૃષ્ણ અને કૃષ્ણજીવન પરનું વક્તવ્ય સાંભળવાનું ઘણુંજ મન થાય છે કેમ કે ઘણા વખત પૂર્વે સાંભળેલું. એઓ બહુજ સરસ વક્તા છે. આવી વ્યક્તિઓ ગુજરાતના ને ગુજરાતી ભાષાના આભૂષણો છે.

  7. jayshriben,
    Sureshbhai na awazma kavita shambhalwani maza aavi.Kavino awaz Tahuko upar shambhlavata raho.aanand thayo. Meghbindu

Leave a Reply to kamalesh Raval Cancel reply

Your email address will not be published. Required fields are marked *