માતૃભાષા – પન્ના નાયક

આજે ૨૧ ફેબ્રુઆરી – આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિવસ..!!  (See: wiki) આજના દિવસની શુભેચ્છાઓ સાથે – પન્ના નાયકની આ કવિતા ફરી એકવાર…

**********
આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા
મને
હજીય ફિલાડેલ્ફિઆમાં
સપનાં ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
કેટલાક ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’
‘આ કોની છબિ છે ?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી ?)

– પન્ના નાયક

18 thoughts on “માતૃભાષા – પન્ના નાયક

 1. tia

  માસીબા..અને જો સપના ની ભાષા અંગ્રેજી હોય તો શું કરવું ? માતૃભાષા તો ગુજરાતીજ છે, પણ સપના અંગ્રેજી માં આવે છે.

  Reply
 2. kamlesh, toronto

  ખરેખર….પરદેશ ની ઘેલછા મા ગુજરાતીઓએ ખૂબ ગુમાવ્યુ છે…

  Reply
 3. Ashok

  પન્નાબેન,
  તમને હજીય ફિલાડેલ્ફિઆમાં સપનાં ગુજરાતીમાં આવે છે તે જાણી ને આનન્દ થયો.
  પણ બિજા શહેરો મા જાઓ ત્યારે શુ ?

  Reply
 4. Jayant Shah

  યુધ્ના મેદાનમા બહાદુરી જરુરી પડે તેના કરતા ગુજરાતી બોલવાની બહાદુરી સહેજ

  વધારે બતાવવા શીખવજો .સપના નીદાઈ નહી જાય . ખરાબ ન લગાડશો .માતૃભાશા
  ગુજરાતી સમાજમા ગુજરાતીનુ મહત્વ આપશો દીલને ઉત્સવ ઉજવાશે .નથી લાગતુ ?

  Reply
 5. Dr.Narayan Patel Ahmedabad

  Ben Pannaben. Nice to meet you on Tahooko.
  When are you coming to India and Kadi too.Dr.Narayan patel Ahmedabad

  Reply
 6. Dr Jayendra Kotak

  પન્નાજી,

  માત્રુ=માં, માને કેમ ભુલાય, હું પણ ગુજરતી છું, ભારતીય છું લંડનમાં વરસો થઇ ગયા પણ મનેતો વિચારો પણ ગુજરાતીમાં આવેછે

  ડો કોટક

  Reply
 7. chhaya

  માત્ર પરદેશ્મા જ નહિ , અહિ ભરત મા પન કેત્લાક ગુજરાતિઓ અન્ગ્રેજિ બોલવામા ગર્વ લે ચ્હે

  Reply
 8. Ravindra Sankalia.

  આ પન્ક્તિઓ વાન્ચીને વિપીન પરીખનીપન્ક્તિઓ યાદ આવે=મારી માત્રુભષા મને ગમે છે કારણ એમા હુ મારી બાને બા કહી શકુ છુ.

  Reply
 9. tia joshi

  ઉમાશ્ંકર ની છબી વાળી વાત પણ સપના માં આવે છે કે ?

  Reply
 10. MURTI MODI

  પન્નાબેન,

  દરેક માણસને જન્મભુમીની જેમ માતૃભાષાનુ ગૌરવ હોવુ જ જોઇએ. તો જ એ વ્યક્તિ પોતાની ભાષાને માતૃભાષા કહી શકે, નહી તો નહી.

  Reply
 11. Maheshchandra Naik (Canada)

  ગુજરાતી ભાષાનો જય હો, મળી માતૃ ભાષા મને ગુજરાતી એનો આનદ અને ગૌરવ છે………………………સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓને અભિનદન અને શુભ કામનાઓ……………………………..

  Reply
 12. Murti Modi

  પન્નાબેન,

  બહુ સરસ કાવ્ય છે. દરેક માણસને પોતાની માતૃભાષાનુ ગૌરવ હોવુ જ જોઇએ.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *