મુક્તકો – રઇશ મનીઆર

332372292_7db5e4cef4_m.jpg

ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

———————————

કોરા કાગળ ઉપર બસ સખી રે! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું,
આપણે ક્યાં કદી કંઇ લખ્યુ છે ‘રઇશ’!
એક મીરાએ લખ્યું, એક કબીરે લખ્યું.

12 replies on “મુક્તકો – રઇશ મનીઆર”

  1. રઈશની જેટલી પણ રચના વાંચી એ બધી મને ગમી …આજ સુધી મોકો નોતો મળતો આજે લખવા વગર રહી શકાતું નથી.
    પારડી ડીસીઑ સ્કૂલ માં સાથે ભણ્યા નું ગૌરવ >>>>>>

  2. મુક્તક ,મ્ત્લા,મ્ક્તા,ત્ખ્લુસ અત્લે શુ?
    વ્યન્ગ સબ્દ્નો અર્થ જનાવ્જો

  3. જય શ્રી ક્રિષ્ના, જયશ્રી બહેન….I want song of mahesh shah
    ” દરિયો રે દરિયો મારો સાવરિયો”…..

    I am very thankful to you If you look at my requests…

  4. રઈશભાઈની આ ગઝલ મેહુલના સંગીતમાં ,સત્યેન જગીવાલાએ ગાઈ છે ……….તો ટહુકો ઉપર કેમ નથિ ??

  5. જન્મ-મૃત્યુના મત્લા-મક્તા વચ્ચે,
    ગૂંથાઇ મારી જીવન ગઝલ!

  6. મત્લા અને મક્તા એ ગઝલની બે આંખો છે, જ્યાંથી સોંસરવું ઉતરાય ગઝલના હાર્દ સુધી.

    એક અછાંદસ-
    અમે તો જોઇ કોરા કાગળ પર, આંખો બે કૃષ્ણની,
    એમાં વાંચ્યું અમે, જે મીરાંએ લખ્યું, જે નરસિંહે લખ્યું!

  7. બન્ને -મુક્તક અને શેર સુંદર.
    આખરી શે’ર-વધુ ગમ્યો.
    મત્લા અને મક્તા બાદ છંદે ચઢવું હોય તો…
    મુત્કારિબ લ ગા ગા
    મુતદારિક ગા લ ગા
    હઝજ લ ગા ગા ગા
    રજઝ ગા ગા લ ગા
    કામિલ લ ગા લ ગા
    વાફિર લ ગા લ લ ગા
    રમલ ગા લ ગા ગા
    મુક્તઝિબ ગા ગા લ ગા

  8. સુંદર રચનાઓ…

    બીજા નંબરનું મુક્તક એ મુક્તક નથી, આખી ગઝલનો એક ભાગ છે. આ ગઝલ મેહુલના સંગીતમાં અમન લેખડિયાએ (મોટાભાગે) ખૂબ સરસ રીતે સ્વરબદ્ધ કરી છે…

    ગઝલના પહેલા શે’રને મત્લા કહે છે જ્યારે ગઝલના આખરી શે’રને, એ જો શાયરનું નામ કે તખલ્લુસ ધરાવતો હોય તો મક્તા કહે છે અન્યથા એને આખરી શે’ર તરીકે જ ઓળખવામાં આવે છે…

  9. સુંદર મુકતકો…
    વિવેક ભાઈ જરા મને કહેશો કે ગઝલમાં મત્લા અને મક્તા શુ હોય છે?

    મક્તા એટલે ગઝલની છેલ્લી લાઇન કે શેર્?

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *