ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ? – ગુંજન ગાંધી

આવવાનું હોય તો હમણાં તરત એ આવશે,
ક્યાં પછી એ શક્ય છે જનમો સુધી ટટળાવશે.

છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.

માપ પડછાયાનું દિનભર લઈ સીવ્યા લાંબા-ટૂંકા,
એ બધા વસ્ત્રોને રાતે ક્યાં જઈ લટકાવશે ?

તું બરફ પીગળે નહીં ની માન્યતા ઘૂંટ્યા કરે,
કો’ક દિવસ એ સૂરજને ઊગતો અટકાવશે.

આંખમાં આવે છતાં એ સહેજ પણ વાગે નહીં,
દૃશ્ય એવું આઈનો તૂટ્યા પછી એ લાવશે ?

ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ?

– ગુંજન ગાંધી

14 replies on “ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ? – ગુંજન ગાંધી”

  1. અચાનક ફરતા ફરતા ટહુકા ઉપર આવી ચડ્યો. Pleasant Surprise. આભાર જયશ્રી.

    બધા મીત્રોનો આભાર.

    દર્શનાબેન – સેતુમાં આ ગઝલ વાંચ્યાનું મને પણ યાદ છે. Yes, we are enjoying here.

  2. વાહ ગુન્જન,બહુજ સુન્દર.ધર્મ અને મુડિવાદ નુ દ્રશ્ટાન્ત ખુબ સુનદર .

  3. મુકેશ જોશી યાદ આવે ,
    આગણાને આવજો કહેતિ પળૅ
    તો ઘર મને બાજિ પડૅ , ડૂસકે ચડૅ ,
    પગરવોને સઘરિ બેથેલ શેરિ ,
    આખ્ લુઁ ઍ , ઍક હૈયુ કોતર સ્મરણૉ વડૅ .

    ઘર હોવાપણૂ ગમ્યુ. અભિનદન .

  4. hello! gujnjanbhai, aa kavita to tame SETU ma same bestha ho ane vanchata ho evu yaad ave chhe! Hope you are enjoying there… Keep posting more of your gazals. BHinit.. . vali vaat bahu saras chhe.

  5. વાહ ખુબ સરસ કલ્પના .. …..મુદિવાદ સમ્જવશે …

  6. છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
    વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.

  7. સરસ ગઝલ ગુંજનભાઇ….
    ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
    ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ? – વાહ..!

  8. બધા જ શેર સરસ થયા છે… અંગ્રેજી શબ્દનો ગઝલમાં સાહજિક પ્રયોગ એ ગુંજનની લાક્ષણિક્તા છે…

Leave a Reply to ડૉ.મહેશ રાવલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *