બોલીએ ના કંઈ -રાજેન્દ્ર શાહ

થોડા દિવસ પહેલા જ હિમાંશુભાઇએ આ ગીત યાદ કરાવ્યું, અને ઊર્મિની ગાગરમાંથી આ મોતી મળી પણ ગયું. તો આજની આ પોસ્ટ ઊર્મિના ગાગરમાંથી એની પરવાનગી વગર ઊઠાંતરી..!! 🙂

*************

જ્યાં ને ત્યાં હૃદય ખોલવાની આપણી (કુ)ટેવને કવિ અહીં પ્રેમથી ટકોરે છે. સામેની વ્યક્તિ આપણી એની સમક્ષ હૃદય ખોલવાને લાયક છે કે નહીં એ સમજ્યા કે ચકાશ્યા વગર જ મોટેભાગે આપણે આપણી વ્યથાની કથા કરતા રહીએ છીએ, જે બીજાને મન તો ક્યારેક માત્ર રસની કથા જ હોય એવુંય બને. એટલે જ થોડું મોઘમ રહીને ચૂપ રહેતા શીખવે છે આ ગીત.

– ઊર્મિ

wlart0010z-sml
(આપણું હૃદય ખોલીએ ના કંઈ…   ફોટો: વેબ પરથી)

બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ;
નેણ ભરીને જોઈ લે, વીરા!
વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!

વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુજન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!

આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.
જીરવી અને જાણીએ, વીરા!
પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!

– રાજેન્દ્ર શાહ

10 replies on “બોલીએ ના કંઈ -રાજેન્દ્ર શાહ”

  1. i have a live recording of this poem, sung by kaumudiben. but
    its on a cassett. can any one help me in sending it to tahuko ?
    i am based at baroda.

  2. ઊર્મિની ગાગરમાંથી ઊઠાંતરી ભલે કરી, પણ એ ગમતાનો ગુલાલ કરીયો માટે આભાર.
    આપણું હૃદય ખોલીએ ના કંઈ….પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!
    સર્વાંગ સુન્દર.

  3. દર્શનાબહેન …સાચુઁ લખ્યુઁ ને ગમ્યુઁ.આખુઁ ગેીત લખ્યુઁ
    હોત તો સારુઁ થાત.કવિશ્રેી રાજેન્દ્ર શાહનુઁ ગેીત પણ સારુઁ
    છે.પ્રાણમાઁ જલન હોય ..તોયે ધારિયે શેીતલ રૂપ !વાહ !

  4. બોલીએ ના કંઈ…………….
    જીવનયાત્રામા ઘણુ ઉપયોગી કાવ્ય બની રહે છે,,,,,,,,,,,,,,

  5. It reminded me” nirjan van vagade ali vadali ras sha dholava amtha,eva haiya suna samip vitak
    Sha bolava amtha “

  6. Thanks Jayshreeben,

    This poem we learned in 8th Standard (1996-97)

    very nice message delivered by this poem. I like it very much

    Thanks a lot again…

Leave a Reply to Jigar Savla Cancel reply

Your email address will not be published. Required fields are marked *