એક ઝાડ માથે ઝૂમખડું…

સ્વર : ચેતન ગઢવી, સોનલ શાહ

zaad.jpg

.

એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક સરોવર પાળે આંબલિયો
આંબલિયે ઝૂલતી ડાળ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક આંબા ડાળે કોયલડી
એનો મીઠો મીઠો સાદ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક નરને માથે પાઘલડી
પાઘડીયે ફૂમતા લાલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક ભાલે કંકુ ચાંદલિયો
એના રાતા રાતા તેજ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

—————-

આ લોકગીતના બીજા શબ્દો અહીં રીડગુજરાતી.કોમ પર પણ વાંચવા મળશે.

27 replies on “એક ઝાડ માથે ઝૂમખડું…”

  1. મારુ મંન આનદિત થઈ ગયુ …લોગ ગીત વાંચીને
    ખુબં ખુંબ આભાર તમારો….

  2. આવા ગીતો સાંભળીને ગુજરાતી હોવાનું ગૌરવ થાયછે.

  3. નાની હતી ત્યારે આ ગીત સાથે અભિનય કર્યો હતો બાળપન ની યાદ તાજી થૈ ગઈ
    ખુબ મજા આવી …….આભાર જયશ્રી..

  4. વાહ ભાઈ વાહ્…….. ચેતન ગઢવી ને સોનલ ની વાહ વાહ…….. ને જયશ્રી નો ખુબ ખુબ આભાર……….

  5. સોનલ શાહએ ગાયેલ બેીજ ગેીતો ચ્હે અને હોય તો મુક્શો તમારિ વેબ સાઈત પર મુક્શો

  6. સાતમા ધોરણ મા આ કવિતા હુ શિખવાડ તિ હતિ.આ ગિત સાન્મ્ભળિને એ દિવસો યાદ આવિ ગયા..thenkyou very much….!!!!

  7. મને તહુકો ખુબ જ ગમે ચ્હે મારે “મારુ અય્ખુ ખુતે જે ધદિ ” ભજન સામ્ભ્લ્વુ ચ્હે

  8. બહૂજ ગમ્યુ. મુમ્બઈ નેી નવરાત્રી યાદ આવેી ગઈ. આભાર

  9. ઘનુજ સુન્દર્ ગીત છે, આપ્ના ગુજરાતિ લોક્ગીતો અને સુગમ ગીતો સામ્ભળવાનિ ખુબ મઝાઆવે છે.આપ્નો ખુબ ખુબ ધન્યવાદ્.It brings back old memories….

  10. લોકગીતો આપણી સંસ્ક્રુતિ છે,
    જે વારંવાર સાંભળતા રહેવા જોઇએ,
    આવી અદભુત રચના મૂકતા રહેજો.આભાર.

  11. i have not find rakt tapakti so so zoli & i can’t listen it.if you have any solution plz help me. i saw that song but i can’t listen plz reply
    i am waiting your response.
    thanks for this site.

  12. આ લોકગીત વાંચતા જ નાનપણમાં સાભળેલું યાદ આવ્યુઃ

    એક મોલ માથે મરઘલડો;
    ………….

    ભમ્મર રે રંગ ડોલરિયો!

    શું આ લોકગીત ઝવેરચંદ મેઘાણી સંગૃહિત લોકસાહિત્યમાં છે?

  13. મધુરુ
    સરસ રીતે
    સ્વર બધ્ધ
    લોકગીત
    ગમ્યું

Leave a Reply to dina mehta Cancel reply

Your email address will not be published. Required fields are marked *