કહે કોણે વીંધ્યું એ કુરંગને – મણિલાલ દેસાઈ

સાગરના ઊઠતા તરંગ……Point Bonita, California

મારા આ ઉરના ઉમંગને
કેવી રીતે રે સખી ! ભરી શકું ખોબલે
સાગરના ઊઠતા તરંગને ?

ધીરેધીરે રે કોઈ હાક મને મારતું
ન બોલાવે તોય મને પાસે;
હર શ્વાસે નીતરતો જાણે આ પ્રાણ,
મને લાગે ઝાઝું નૈં જિવાશે
કાલ સુધી આનંદે ઝૂલતું’તું ઉર
કહે કોણે વીંધ્યું એ કુરંગને

ભૂલું ભૂલું ને ફરી પાછું સજાગ થાય
હૈયે સૂતેલું કો ગીત !
દિવસ ને રાત એક વાત રહે અંતરમાં,
આને શું લોક કહે પ્રીત ?
કોણ જાણે ઉત્તર કે દખ્ખણનો વાયરો
લાવે સોનેરી સુગંધને ?

– મણિલાલ દેસાઈ

_______________________

કુરંગ = હરણ

5 replies on “કહે કોણે વીંધ્યું એ કુરંગને – મણિલાલ દેસાઈ”

  1. સાહેબ્.. હાલિ ગયો.. આપ્નિ સરસ રચનાથિ

  2. સુતેલુ ગેીત અને સોનેરિ સુઘન્ધ ક્યાથિ લાવુ?

  3. કોણ જાણે ઉત્તર કે દખ્ખણનો વાયરો
    લાવે સોનેરી સુગંધને ?

    મારા આ ઉરના ઉમંગને
    કેવી રીતે રે સખી ! ભરી શકું ખોબલે
    સાગરના ઊઠતા તરંગને ?

    કાલ સુધી આનંદે ઝૂલતું’તું ઉર
    કહે કોણે વીંધ્યું એ કુરંગને(હરણને)

    ભૂલું ભૂલું ને ફરી પાછું સજાગ થાય
    હૈયે સૂતેલું કો ગીત !

    ખુબ ગમ્યું.

  4. Manilal Desai is my uncle. You should publish this poem on 4th may, that is his death anniversary. Thanks any way.

Leave a Reply to mahesh dalal Cancel reply

Your email address will not be published. Required fields are marked *