કહે કોણે વીંધ્યું એ કુરંગને – મણિલાલ દેસાઈ

સાગરના ઊઠતા તરંગ……Point Bonita, California

મારા આ ઉરના ઉમંગને
કેવી રીતે રે સખી ! ભરી શકું ખોબલે
સાગરના ઊઠતા તરંગને ?

ધીરેધીરે રે કોઈ હાક મને મારતું
ન બોલાવે તોય મને પાસે;
હર શ્વાસે નીતરતો જાણે આ પ્રાણ,
મને લાગે ઝાઝું નૈં જિવાશે
કાલ સુધી આનંદે ઝૂલતું’તું ઉર
કહે કોણે વીંધ્યું એ કુરંગને

ભૂલું ભૂલું ને ફરી પાછું સજાગ થાય
હૈયે સૂતેલું કો ગીત !
દિવસ ને રાત એક વાત રહે અંતરમાં,
આને શું લોક કહે પ્રીત ?
કોણ જાણે ઉત્તર કે દખ્ખણનો વાયરો
લાવે સોનેરી સુગંધને ?

– મણિલાલ દેસાઈ

_______________________

કુરંગ = હરણ

5 replies on “કહે કોણે વીંધ્યું એ કુરંગને – મણિલાલ દેસાઈ”

 1. Ketan Desai Patel says:

  Manilal Desai is my uncle. You should publish this poem on 4th may, that is his death anniversary. Thanks any way.

 2. કોણ જાણે ઉત્તર કે દખ્ખણનો વાયરો
  લાવે સોનેરી સુગંધને ?

  મારા આ ઉરના ઉમંગને
  કેવી રીતે રે સખી ! ભરી શકું ખોબલે
  સાગરના ઊઠતા તરંગને ?

  કાલ સુધી આનંદે ઝૂલતું’તું ઉર
  કહે કોણે વીંધ્યું એ કુરંગને(હરણને)

  ભૂલું ભૂલું ને ફરી પાછું સજાગ થાય
  હૈયે સૂતેલું કો ગીત !

  ખુબ ગમ્યું.

 3. manubhai1981 says:

  કોણે વીઁધ્યુઁ એ કુરઁગને ?
  જવાબ નથી.આભાર !

 4. Rajendra Patel says:

  સુતેલુ ગેીત અને સોનેરિ સુઘન્ધ ક્યાથિ લાવુ?

 5. mahesh dalal says:

  સાહેબ્.. હાલિ ગયો.. આપ્નિ સરસ રચનાથિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *