સમજાય તો – ઉર્વીશ વસાવડા

શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.

પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.

કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
એ જ સાચું પર્વ છે, સમજાય તો.

માનવી ને માનવી ગણવો ફક્ત,
એ ખરેખર ધર્મ છે, સમજાય તો.

અ કલમ પર છે નિયંત્રણ કોકનું,
ને મને એ ગર્વ છે, સમજાય તો.

પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.

– ઉર્વીશ વસાવડા

16 replies on “સમજાય તો – ઉર્વીશ વસાવડા”

 1. બધા જ શેર મજાના… ઉર્વીશભાઈની કલમ સાવ સરળ ભાષામાં ઝીણું કાંતનારી કલમ છે, જો સમજાય તો !

 2. dr>jagdip says:

  જે સમજવાનુ હતું, સમજી લીધું
  જે ન સમજાણું, હવે સમજાય તો….

  વાહ મજા પડી ગઈ…..

 3. dr>jagdip says:

  જે સમજવાનુ હતું, સમજી લીધું
  જે ન સમજાણું, હવે સમજાય તો…!!!
  વાહ ઉર્વીશભાઈ મજા પડી ગઈ

 4. હૈયાની વાત આવી ગઈ હોઠે જો સમજાય તો ! કર્મ ધર્મ તર્ક ગર્વ સ્વર્ગ નો અર્થ અહીં છે જો સમજાય તો ! ખુબ મજા આવી ગઈ ઉર્વીશભાઈ..!!!

 5. manubhai1981 says:

  કોશિષ કરીશુઁ ….જો સમજી શકાશે તો !
  આભાર.

 6. bnchhaya says:

  maanvi ne maanvi ganvo fakt ,SAMJAAY TO
  Samjan ni j jaroor chhe !

 7. સરસ ગઝલ…
  અને રદિફ પણ ખૂબજ ગમ્યો ઉર્વીશભાઇ..!
  શ્રી વિવેકભાઇના પ્રતિભાવ સાથે હું પણ સંમત છું…

 8. shah madhusudan says:

  પુષ્પને સ્પરસ્યા વિના પણ પામી ઍ
  દોસ્ત ઉત્તમ અર્ક છે, જો સમજાયતો.
  ખુબ સુન્દર રીતે ઘણુ કહયુ…

 9. mahesh rana vadodara says:

  સરસ વાત સમજાયતો અભિનન્દન

 10. vishwajit says:

  પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
  દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.

  ખુબ સુન્દર્

 11. mahesh dalal says:

  વાહ ખુબ સુન્દેર રચના

 12. Prashant says:

  કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
  એ જ સાચું પર્વ છે!!!

  કેટલું સાચ્ચુ છે…અને ઉર્વીશએ કેટલુ સરળતાથી કહી દિધુ!

 13. La'Kant says:

  સરસ…અર્થ..મર્મ…તારણ..સારાંશ…અર્ક…
  મૂળ તો ભીતર ની વાતજ!

  “અર્થ તો કાઢવાની વાત છે,મર્મ તો સમજવાની વાત છે।અર્થ કરીને બોલો , મર્મ સમજીને ચુપ રહેવાની વાત છે।
  અર્થનો અનર્થ પણ થાય,મર્મ સમજી સ્મિતવાની વાતછે,અર્થને સહી પ્રમાણીએ તો,મર્મ સમજી પામવાની વાત છે।
  મૂળ દેખાતો લોચન મનનો ઝગડો,સમજી જવાનીવાતછે,બુદ્ધિની દલીલો હૈયાના ભાવો વિષે,વિચારવાની વાત છે।
  વધુ ઊંડા ઉતરી શકાય,તો,સ્થૂળ-સૂક્ષ્મની પારની વાત છે.આતો ભાઈ,ખૂલ્લા મન,માન્યતાને પ્રમાણવાની વાત છે।
  -લા કાન્ત / ૭-૫-૧૨

  ==================================

 14. Maheshchandra Naik says:

  કોઈના બોલે છતાં સહુ સાંભળે,
  એ જ સાચુ પર્વ છે. આ બધુ બધાને સમજાય ત્યારેને?
  સરસ રચના…….

 15. aruna says:

  nathi kahevu kashu chhata badhu kahevay jay chhe sachvi rakhu chhu bhadhu chhata ghanu khovai jay chhe.

  enijem
  manvine ganvo manavi kharekhar ej dharm chhe
  khub j sars chhe

 16. aruna says:

  virah ni chhe vedana shu khabar tane
  prtiksha chhe aakri shu khabar tane.

  samay ni chhe chhedati shu khabar tane,
  prany ni chhe thekdi shu khabar tane.
  ekalta chhe aakari shu khabar tane,
  tara thaki chhe aa jindgi shu khabar tane.

  aruna G

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *