ફોટા સાથે અરજી ! – મુકેશ જોષી

કુંવારાને તો પરણવાની ઇચ્છા થઇ જ જાય, પણ પરણેલાઓ ને પણ ફરીથી પરણું પરણું થાય, એવું મસ્ત મજાનું ગીત છે. અને નાનકડી ઐશ્વર્યાએ શ્રી આશિત દેસાઇના સંગીત પર આબાદ રીતે આ ગીત રજું કર્યું છે. ‘પછી તમારી ઘરવાળી હું, તમે જ મારા વરજી..!!’ આ શબ્દોમાં પણ એના અવાજમાં એક મુગ્ધા જેવી શરમ, અને સાથે સાથે પ્રેમનું સમર્પણ અને આધિપત્ય આવી જાય છે.

અને આવા સુંદરગીતો compose ત્યારે જ થાય ને, જ્યારે કવિ પોતાની કલમ ચલાવે… કવિ મુકેશ જોષીના શબ્દોને પણ એક સલામ…!!

મને તો હમણા ઇંટરનેટ પરથી ખબર પડી કે આપણી ઐશ્વર્યા – સ્ટાર ટી.વી. ના છોટે ઉસ્તાદ કાર્યક્રમમાં તમને મળી જ હશે.

એના માટે થોડું વધારે જાણવા – અને એને vote આપવા આ વેબસાઇટ પર ક્લિક કરો.

pic024.jpg

( ફોટો : ગાયિકા – ઐશ્વર્યા અને સંગીતકાર ગુરૂ – શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય )

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

113 replies on “ફોટા સાથે અરજી ! – મુકેશ જોષી”

  1. Shu adbhut gayu che Aishwarya e. Ane Git na shabdo etle hriday sosarava utari jaay eva… Thank you for posting this beautiful song..

  2. વાહ, શુ સુન્દર રચના છે………..અને ઐશ્વર્યા નો ખુબ સરસ. સુન્દર અવાજ. ઘણુ સરસ ગિત. ખુબ આગળ વધો એવિ શુભકામનાઓ આવાજ…અતિ સુન્દર રચના સાઁભળવા મળેી.

  3. વાહ, શુ સુન્દર રચના છે………..અને ઐશ્વર્યા નો આવાજ…અતિ સુન્દર
    જિતિ રહેજો

  4. વાહ ખુબ જ સરસ ગાવો તમે
    મને ખુબ પસ્નદ આયુ સોન્ગ
    ભવિશ્ય મા વધરે ગેીત મુક્સો એવિ આશા

  5. મીરાબાઇનુ…….. માઇ મારા સપણામા પરણ્યા રે દીનાનાથ્…….. લતાજી
    ઐશ્વર્યાએ હમણા એક મીરા ગીત ગાયુ છે…. સુકુ મેવાડ એક આઁખથી વહી ને ભીની આખોથી ચિતોડ કવિ બારોટનુ -રથિન ના સ્વરાઁક્નમાઁ………..

    હોઁશે હ્રરિવરને હુઁ વરી,કૈઁ જન્મોની પ્રીત ખરી; અધરે ઊભા મુરલી ધરી,જ્મુનાને કાઁઠે શ્રીહરિ.

  6. વાહ!!! મજા આવી ગઈ……….
    God Bless You Dear Ash.
    Keep It up…..
    Have A Nice Day……

  7. મારું ખૂબજ પ્રિય ગીત! મારા મત પ્રમાણે આ ગીત મીંરાબાઈની શ્રીકૃશ્ણને અરજી છે, કારણ મીંરાબાઈ ભગવાનને મનોમન વરેલા હતાં!ઐશ્વર્યાએ ખૂબજ ભાવથી આ ગીત ગાયું છે.અભિનંદન!!!!

  8. beutiful song and such a great singing.. I am a big fan of aishwarya. She has a magical voice.

    God bless her..

  9. ખુબ સરસ. સુન્દર અવાજ. ઘણુ સરસ ગિત. ખુબ આગળ વધો એવિ શુભકામનાઓ.

  10. ાહ્ભૈ વાહ્ૂ તમૈ ઘર્વલિને તમે આમર વર્જિ ખુબ્સરસ્.

  11. હું પોતે ગઝલો નો ચાહક છું.ગઝલો સીવાય કોઇ ના ગીતો વાંચવા ગમતા હોય યો એક કૈલાશ પંડિત અને બીજા મુકેશ જોશી! અને મુકેશ જોશી તો ખરેખર!આટલી અદભૂત રચનાઓ કોઇ કેવી રીતે લખી શકે?

  12. Aadhunik Mira ni vedna-dard, “param” ne malvani abhipsaa nu shadankan ane swar na “aishvarya” adbhut melap- bahuj maza aavi. ABHAR.

  13. Can someone please send me the bols of tabla playing in this song?

    I would be very very thankful.
    -Apurva

  14. who can have the gusts to ask Hari to apply?only total commitment to some one entitles you to be different

  15. સમ્વેદના નિ ચરમસિમા.શબ્દો માટે શબ્દો જ નથિ.આના પછિ કૈ જ માણવા નિ ઇછ્છા ન થવિ એ સ્વાભાવિક જ છે.મુકેશ ભાઈ, ઐશ્વર્યા,બન્ને નો ખુબ ખુબ આભાર્.

  16. ખુબ સરસ કોમ્પોઝિસન્…લગણી સભર શબ્દો સાથે મધુર અવાજ. મજા આવી ગઈ.

  17. આવડી નાની ઉંમરે સંગીત અને શબ્દો ઉપર શી ગઝબની પક્કડ ! અફલાતુન ! કવિના શબ્દો અને કલ્પના ને સુંદર સન્ગીત અને કંઠના સાથનું સુભગ મિલન.

  18. દિ્કરિ કમાલ કરે તુ્તો……હમના અમ્દાવાદ તને સા્ભલિતિ….
    મિથુ મિથુ ગાય તુ તો……બસ તુ ગાતિ રહે અને અમે સા્ભ્લિઆ
    કરિઅએ………
    હરિ તને ફોતા સાથે અરજિ જરુર કરસે…..હુ લખિસ..એને…
    કિરનદાદા

  19. સુંદર કવિતા.
    કવિને મુકેશભાઈ નામથી સંબોધું કે મીરા કહું ?

  20. very melodious voice. can not imagine , such a small girl can sing so beautifully. how i wish i can sing like her.

  21. ખુબ સરસ ગવાયુ. Chote લતા લાગે . She has a bright future ahead of her. Hope she would continue singing classical songs.
    I wish her best of luck.
    Please give us some more songs of her.
    Thank you
    Kailas

  22. i heard this song today. y’day i was not able to listen but i really appriciate efforts of tahuko.com. so nice song, lovely

  23. This is breath takingly beautiful…………….it is so touching…..mane mugdha kari gayu aa geet. i am speechless and i am so overwhelmed and feel so beautiful inside when i listen to this song……….the singer is simply amazing and she was definitely in tune with the lyrics and the emotions came from deep within her.

    Tar-batar kari gayu aa geet and gayika!!!

  24. i can not play this song, its buffering for half en hour. i love this song as i used to listen in sheetalsangeet gujarati radio in canada..i love ashiwarya’s voice.

  25. અદભત ખરેખર મને લાગે છે કે ખરેખર પહેલી શાબાશી ગીત લખનારને અપાય. અશ્વર્યા એ તો એના કંઠ દ્વારા અતિસુંદર ગાયુ છે. તનો અવાજ તો ખરેખર ભગવાનની એક સુંદર ભેટ ગણી શકાય કારણે કે એશ્વર્યાએ ગયા જન્મમા ભગવાનને પાંચે આંગળીયે પૂજ્યા હશે ત્યારે એની એ સમયની મહત્વકાંક્ષા પૂણર્ કરી તેની સાથે આશિત દેસાઈનું સંગીત પણ કર્ણપ્રિય છે હરી તમે તો સાવજ અંગત

  26. ખુબ જ સરસ ગીત, સાંભળતા મન ધરાતુ જ નથિ.

    Lyrics, compsition & singing its mind blowing.

    આટલુ સરસ ગીત પહેલા કયારેય સાંભળયુ જ નથિ.

  27. an ordinary poem made extraordinary by the musician & the singer. Keep it up Aishwarya & Ashitbhai. Also congratulations to Purshottambhai for introducing such a talent.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *