ગુર્જરી ડાયજેસ્ટ રજત જયંતી મહોત્સવ, શનિવાર, ૧૯ મે, ૨૦૧૨ – in Eagleville, PA

ગુર્જરી ડાયજેસ્ટ રજત જયંતી મહોત્સવ

શનિવાર, ૧૯ મે, ૨૦૧૨

‘ગુર્જરી ડાયજેસ્ટ’ના પ્રકાશનને અમેરિકામાં ૨૫ વર્ષ થાય છે એ નિમિત્તે શનિવાર મે ૧૯, ૨૦૧૨ના દિને યોજાનારા રજત જયંતી ઉત્સવમાં જોડાવા આપ સહુ સાહિત્યરસિકોને ભાવભર્યું નિમંત્રણ છે.

સ્થળ : આર્કોલા ઇન્ટરમિડીએટ સ્કુલ ઓડિટોરિયમ

Arcola Intermediate School, 4000 Eagleville Road, Eagleville, PA 19403

પ્રવેશ ફી : વ્યક્તિદીઠ $૧૦ (જેમાં લન્ચ, ડિનર, ચા-નાસ્તો અને સુવેનીઅર અંકનો સમાવેશ છે)

RSVP: By April 25, 2012

(Please Email at gurjaridigest@gmail.com OR mail at: 130 Lattice Lane, Collegeville, PA 19426)

આ પ્રસંગે ચા-નાસ્તો, બપોર-સાંજનું ભોજન તથા સુવેનીઅર અંક અને બે પુસ્તકોના વિતરણની વ્યવસ્થાને અનુલક્ષી આપને ખાસ વિનંતી છે કે આપ અમને RSVPથી ઉપર જણાવેલી તારીખ પહેલા અવશ્ય જણાવશો.

ખાસ નોંધ: આ પ્રસંગે ગુર્જરી પબ્લિકેશનના બે પુસ્તકો, “આનંદયાત્રા” અને “ગુર્જરી ડાયજેસ્ટ: ચૂંટેલા સંપાદકીય” પ્રગટ થશે. ૨૦ ડોલરની કિંમતના આ બંને પુસ્તકો ગુર્જરીના આજીવન સભ્યો તથા એ દિવસે આજીવન સભ્ય થનારને વિના મૂલ્યે આપવામાં આવશે. (આ પુસ્તકો મર્યાદિત સંખ્યામાં હોવાથી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે છતાં બાકી રહી ગયેલા સભ્યોને પાછળથી પોસ્ટ મારફત રવાના કરવામાં આવશે.) આજીવન ગ્રાહકોને ખાસ વિનંતી છે કે પાછળના પાના પર આપેલા બ્લોકમાં તમારો ID NO. (Starts with LM or DM) લખીને આ પત્ર સાથે લાવવો અત્યંત જરૂરી છે.

હોટેલ બુકિંગ : બહારગામથી આવેલા મહેમાનોને રાત્રિનિવાસ માટે નીચેની હોટેલોનો સંપર્ક કરવા વિનંતી.

  1. Holiday Inn Express: 1920 John Fries Highway, Quakertown, PA 18951.

Phone: 215 529 7979 (By courtesy of Dr. Ramesh Petigara, Gurjari Group Rate is $40 plus tax including free continental breakfast. (Hotel is approx. 27 miles from School Auditorium and 55 miles from Philadelphia Airport).

  1. Hampton Inn Valley Forge/Oaks: 100 Cresson Blvd., Phoenixville, PA 19460.

Phone: 610-676-0900/1-800-276-7415. Room Rate is $105 plus tax with free continental breakfast. (The hotel is located approx. 3 miles from School Auditorium and 30 miles from Philadelphia Airport).

કાર્યક્રમની આછી રૂપરેખા:

સવારે ૧૧:૧૫થી ૧૨:૪૫ રજીસ્ટ્રેશન અને અલ્પાહાર

બપોરે ૧:૦૦થી સાંજે ૯:૩૦ દરમ્યાન નીચે મુજબ કાર્યક્રમ હશે.

અધ્યક્ષશ્રી રામભાઈ ગઢવીનું પ્રવચન

દીપ પ્રાકટ્ય/પ્રાર્થના

સ્વાગત/કાર્યક્રમની રૂપરેખા : પન્ના નાયક

બીજ ભાષણ (Keynote Address) : ડો. બળવંત જાની

અતિથિવિશેષ ડો. નવીન મહેતાનુ પ્રાસંગિક પ્રવચન

‘આંનદયાત્રા’ અને “ગુર્જરી ડાયજેસ્ટ: ચૂંટેલા સંપાદકીય” પુસ્તકનું લોકાર્પણ

‘ગુજરાતી સાહિત્યમાં ગુર્જરી ડાયજેસ્ટનું પ્રદાન’ વિષે રોહિત પંડ્યાના સંચાલન હેઠળ પરિસંવાદ જેમાં ધીરુભાઈ પરીખ,

ડો. આર.પી. શાહ, પન્ના નાયક, મધુસૂદન કાપડિયા અને ડો. જયંત મહેતા ભાગ લેશે.

સ્લાઈડ શો : ‘ગુર્જરી’ના ૨૫ વર્ષ

‘અમેરિકામાં સર્જાતું ગુજરાતી સાહિત્ય તથા બ્લોગ-વિશ્વ’ વિષે હરનિશ જાનીના સંચાલન હેઠળ પરિસંવાદ જેમાં પ્રીતિ સેનગુપ્તા, ડો. નટવર ગાંધી, નવીન શાહ અને ડો. બાબુ સુથાર ભાગ લેશે.

હંસા દેસાઈ અને અમિતા દેસાઈ પરીખ ગુર્જરીના અનુભવોની વાત કરશે.

કિશોર દેસાઈ તરફથી ઋણસ્વીકાર.

સૂત્રધાર રાહુલ શુકલ દ્વારા સમાપન અને આભાર દર્શન.

મનોરંજન કાર્યક્રમ.

કાર્યક્રમ સંબંધી માહિતી માટે સંપર્ક:

કાર્યક્રમ પહેલાં:

પન્ના નાયક – 215 487 7142           ડો. રમેશ પેટીગરા – 215 822 3222

અશોક વિદ્વાંસ – 609 336 7239       કિશોર દેસાઈ – 610 454 7803

કાર્યક્રમના દિવસે:

કમલેશ જાની – 610 337 9862    (Cell) 484 947 9950

ચિતુ શાહ  – 610 631 1564    (Cell) 267 259 7824

ફક્ત ગુર્જરી ડાયજેસ્ટના ગ્રાહકો માટે જરૂરી:
Your ID NO: ………..

* * *

Direction to: 4000 Eagleville Road, Eagleville, PA 19403 / Arcola Intermediate School

FROM NJ TPK (I-95) South:

NJ Tpk to PA Tpk—-Pass Exit 339 for Fort Washington & drive about 4 miles —Take Exit for

476 South —After passing through Toll Booth stay on Right and in 0.6 mile Take Exit 18 (Norristown)—-Turn Right at ramp on Ridge Pike—–7.5 miles Turn Left on Eagleville Road—-drive 1.4 mile and the Arcola School is on Left.

FROM 95N coming from Washington DC/Baltimore/Delaware:

95N—Crossing into Pennsylvania take Exit 7 (Plymouth Meeting)—Exit 16B (Valley Forge) to get on 76W — Exit 328A for 422 West towards Pottstown — 6.6 miles Take Exit for Oaks — Turn Right at Light on Egypt road —  0.2 mile Turn 2nd Left on Pinetown Rd. — 0.8 mile Turn Left on Eagleville Road — 0.7 mile the Arcola School  is on Right.

9 replies on “ગુર્જરી ડાયજેસ્ટ રજત જયંતી મહોત્સવ, શનિવાર, ૧૯ મે, ૨૦૧૨ – in Eagleville, PA”

  1. અમારા પરિવાર તરફથિ હાર્દિક અભિનન્દન અને ખુબ ખુબ શુભકામના.

  2. ગુર્જરી ડાયજેસ્ટ રજત જયંતી મહોત્સ ખુબ સફળ બને તેવી શુભેરછા પાઠવું છું…અને પ્રભુ ને પ્રાર્થુ કે આ કાર્યક્રમ માટે આવનાર મદદકરનાર અને વાંચનાર સર્વે મિત્રોને મજા પડે..!!ને જયશ્રીબેન અને અમિતભાઈનો ખુબ ખુબ આભાર માનું છું.

  3. જયશ્રી અને અમિત
    ગુર્જરી રજત જયંતી વિષે તમારા બ્લોગ પર માહિતી મુકવા માટે અભાર અને ધન્યવાદ
    કિશોરભાઈ અને હંસાબેનને હાર્દિક અભિનંદન.
    સંસ્કૃતિ, અખંડ આનંદ અને કુમાર જેવા સામયિકો ની હરોળ માં બેસી શકે તેવું “ગુર્જરી” અમેરિકા માં
    રહી ૨૫ વર્ષ સુધી ચલાવવું એ બહુ મોટી સિદ્ધિ છે. અમારી આશા છે કે આ દેશ માં વસતા દરેક ગુજરાતી સહિત્ય પ્રેમીઓ તે સામયિક
    મગાવે, અને વાંચે અને તેમ કરી કિશોરભાઈ અને હંસાબેનએ કરેલા આ અજોડ કામ ની કદર અને તે માટે તેમનો અભાર વ્યક્ત કરે

  4. ગુર્જરી ડાયજેસ્ટ રજત જયંતી મહોત્સવ ખુબ સફળ બને તેવી શુભેરછા પાઠવું છું અને આવી સરસ રીતે જાહેરાત કરવા બદલ જયશ્રીબેન અને અમિતભાઈનો ખુબ ખુબ આભાર માનું છું.

  5. કોઇ અનુપસ્થિત રહે ,તેને માટે આજીવન ફી કેટલી ?વાર્ષિક/માસિક ફી કેટલી ?

  6. મા ગુર્જરી, અને આપણી ગરવી માત્રુભાષા ની આવી સુન્દર સેવા અને ભક્તિ માટે ભાઈ શ્રી રામભાઈ, કવયત્રી પન્નાબેન, શ્રી મધુસુદન જી, અને અન્ય મહાનુભાવો ને ખૂબ ખૂબ અભિનન્દન સાથે અમારી શુભેચ્છાઑ પાઠવીએ છીએ.

  7. ગુર્જરી ડાયજેસ્ટ રજત જયંતી મહોત્સ ખુબ સફળ બને તેવી શુભેરછા પાઠવું છું…અને પ્રભુ ને પ્રાર્થુ કે આ કાર્યક્રમ માટે આવનાર મદદકરનાર અને વાંચનાર સર્વે મિત્રોને મજા પડે..!!ને જયશ્રીબેન અને અમિતભાઈનો ખુબ ખુબ આભાર માનું છું.

Leave a Reply to mahesh rana vadodara Cancel reply

Your email address will not be published. Required fields are marked *