અમે નિસરણી બનીને દુનિયામાં – દુલા ભાયા ‘કાગ’

આજે કવિ શ્રી દુલા ભાયા ‘કાગ’ નું એક સંદર ગીત બે સ્વરોમાં…..પ્રસિદ્ધ પ્રફુલ દવે અને ઊભરતા ગાયક ઉમેશ બારોટ….

સ્વર – પ્રફુલ દવે
સંગીત – અવિનાશ વ્યાસ
આલબ્મ – સાચું સગપણ

સ્વર – ઉમેશ બારોટ
ETV Gujarati પ્રોગ્રામ  ‘લોક ગાયક ગજરાત’

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..
અમે દાદરો બનીને ખીલા ખાધા રે..
તપસ્યાના ફળ નો મળ્યા હો.. જી..

માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં ,
ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે..
જમનારા કોઈ નો મળ્યા હો.. જી..

નામ રે બદલાવ્યા અમે પથિકો ને કાજે,
કેડો બનીને જુગ જુગ સુતા રે…
ચાલનારા કોઈ નો મળ્યા હો.. જી..

કુહાડે કપાણા અમે આગ્યું માં ઓરાણા,
કાયા સળગાવી ખાક કીધી રે
ચોળનારા કોઈ નો મળ્યા હો.. જી..

પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી,
ઘાઘરી પહેરીને પડ માં ઘૂમ્યા રે
જોનારા કોઈ નો મળ્યા હો.. જી..

સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં,
કરમાં લીધી છે રૂડી વરમાળા રે
મુછાળા કોઈ નો મળ્યા હો.. જી..

” કાગ ” બ્રહમલોક છોડ્યો પતિતોને કાજે,
હેમાળેથી દેયું પડતી મેલી રે
ઝીલનારા કોઈ નો મળ્યા હો.. જી..

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..

– દુલા ભાયા ‘કાગ’

26 replies on “અમે નિસરણી બનીને દુનિયામાં – દુલા ભાયા ‘કાગ’”

  1. આપને ખૂબ જ ધન્યવાદ, અમારે દાસ સત્તાર ના લખાણ સ્વરૂપે ભજન જોઈએ છીએ તો તે ભજનો મુકશો તો આભારી બનીશ

  2. માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં ,
    ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે..
    જમનારા કોઈ નો મળ્યા હો.. જી..
    બહુજ સરસ રચના કાગ બાપુ ની…જય હો

  3. ખુબ સરસ કાગ બાપુ અવાજ પણ સરસ છે.

  4. અફલાતુન ગીત , ઘણું કરીને પ્રથમ નમ્બર સંગીતકાર ને મળે, બીજો નંબર ગાયક ને મળે અને ત્રીજો નંબર લેખક ને મળે , પણ અહી સાવ ઉલટું છે . અહી પ્રથમ નંબર લેખક , પછી ગાયક, અને પછી સંગીત કાર ને ફાળે જાય છે.

  5. વાહ કાગ બાપુ, વાહ્,

    ખુબ જ સરસ રચના !

    • આ ગિત નો માર્મિક અર્થ ખુબ જ સરસ ચ્હે, કાગ બાપુ કહે ચ્હે કે લોકો માટે ઘણુ કર્યુ પણ તેનિ લોકોએ કદર ના કરિ. કોઇ સમજિ શકે તેવો મરદ મુસાળો વિરલો ના મળ્યો, અન્તે કે ચ્હે કે બ્રહ્મ્લોક ચ્હોડ્યો પણ ઝિલ્નારા એ ના મલ્યા.

      મને લાગે ચ્હે કે આ ગિત કાગે ગાન્ધિજિ તેમજ અન્ય સ્વાતત્ર સેનાનિ નો લોકો લડત મા સાથ નહિ આપતા હોય તેવા લોકો ને ઉદ્દેશિને લખેલુ હશે.

  6. आ गीत मा कवि पोतानि के कोईनी निष्फळताओ नु वर्णन करे छे।

    काव्य रचना भले सारी होय अने गानार पण उत्तम होय,
    पण ते वाचनार ने के सांभळनार ने ठंडो – निश्कर्म – उदास करे छे.
    ने तेथी कोई लाभ नथी.

    जय श्री कृष्ण
    skanda987@gmail.com

  7. વાહ..
    ‘કાગ’..વાણી….સચોટ વાણી..
    સુંદર ગાયકી…

  8. લોકસન્ગીતના કવિશ્રી દુલભાયા કાગને સ્મરણાંજલિ………………

  9. બહુજ સર્સ ગિત સામ્ભ્લ્યુ આવા જ ગિત અમ્ને ગમે છે

  10. નીસરણી,ઘઁટી,પથિક,કુહાડો,ઘૂઘરા,સ્વયઁવર,પતિતો…
    આ સઘળુઁ છતાઁ પણ કવિને બ્રહ્મલોકની તૃષ્ણા બાકી જ રહે છે.
    કવિ કાગને શ્રદ્ધાન્જલિ સહ સ્મરણાઁજલિ !આભાર !

  11. દુલા ભાયા કાગ નેી રચના સાભળવાનેી મજા જ કાઈ ઓર છે. એમના ગેીતો વધારે અને વધારે ટહુકો ઉપર સામ્ભળવા મળે એવેી જ મહેચ્છા.

  12. દુલા ભાયા કાગનિ સર્વોત્તમ રચના .બન્ને કલાકારોએ સુન્દર ગાયુ .

  13. દુલા ભાયા કાગનિ સર્વોત્તમ રચના. બન્ને કલાકારોએ સુનદર સ્વરે ગાયુ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *