તને વહાલો વરસાદ કે હું ? – મુકેશ જોષી

567579800_a39d24cc9d_m.jpg

મને સાચ્ચો જવાબ દઇશ તું?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા

તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે
કે મારી આ કોયલનું કૂ… તને

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ
તો, કોનામાં દિલ તારે મૂકવું

તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું… તને

તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં

આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ… તને

17 replies on “તને વહાલો વરસાદ કે હું ? – મુકેશ જોષી”

  1. મુકેશ ભાઈ ખુબ જ સુંદર રચના.
    મને પહેલઇ વર કોઇ ગુજરતિ ગેીત ગમ્યુ આભર

  2. ખરેખર મુન્જવનારિ કવિતા!!! વરસાદ વ્હાલો કે તુ??????

  3. દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
    અમે પૂછ્યું : લે બોલ, હવે તું….આ રચના મને ઘણી ગમેલી…અને આ બીજી ગમી…છાનુ ને છપનુ કૈ થાય નહીં…ને જય્ંતિલાલ જલ્સો…આ ગુજરાતી નાટકો પણ ખુબ સરસ છે ..જેમા આ નીચેની કડીઓ કંટસ્થ કરાયેલી છે…મને બહુ ગમી તો ફરી લખુ છુ…
    છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
    છોકરાના હૈયે લીલોતરી
    કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
    છાપે છે મનમાં કંકોતરી
    છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
    વરસાદી રેખાઓ કોતરી….
    છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
    શ્રી ગણેશાય લખી નાખ્યું…
    અને શ્રી મુકેષભાઈ લખે છે…મને સાચ્ચો જવાબ દઇશ તું? તને વહાલો વરસાદ કે હું ?
    મને કવિતા આવે યાદ …તને ભીંજવે તે વર…સાદ ને મને ભીંજવે તુ..!!!
    યે કાગજ કી કશ્તી…વો બારિશ કા પાની..

  4. “તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
    કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
    તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
    તો આંખો ભીંજાય કોની યાદમાં”

    મુકેશ ભાઈ ખુબ જ સુંદર રચના. તને આટલું ચોમાસું વ્હાલું જો હોય તો આંખો ભીંજાય કોની યાદમાં સાવ સાચી વાત.

  5. તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
    કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
    તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
    તો આંખો ભીંજાય કોની યાદમાં

    વાહ્…વાહ્…

  6. જયશ્રીબેન,
    તને વહાલો વરસાદ કે હું ? – મુકેશ જોષી By Jayshree, on April 18th, 2008 in ગીત , મુકેશ જોષી. દરિયાનું પાણી, વરસાદનું પાણી અને આંખનાં આસુંનું પાણી. સુંદર પ્રક્રુતિનું વર્ણન. દરેક પાણીની તાકાત? તનને કવિ છત્રીથી ક્યાં બચાવી શકે. આવું સુંદર સચિત્ર ગીતનો સારો સંગમ જયશ્રીબેન આપે કર્યો
    છે. ખુબ ખુબ અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  7. વાહ ખુબ જ સરસ રચના છે, આજે મારા શહેરમા વરસાદ છે ત્યારે હુ તને પુછવા લલચાવ છુ કે …
    તને વહાલુ કોણ????

    તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
    કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
    તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
    તો આંખો ભીંજાય કોની યાદમાં

    આઠે મહિના મને આંખોમાં રાખે
    ને ચોમાસે કહે છે જા છૂ… તને

  8. તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
    કે તરસી આ આંખોનું ઝૂરવું
    હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ
    તો, કોનામાં દિલ તારે મૂકવું
    ?????????????????કોઇ શબ્દો નથી

  9. તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
    કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં……………
    તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
    તો આંખો ભીંજાય કોની યાદમાં?

    તને આભમાં રમતું એ વાદળ ગમે
    કે દરિયાનો કાંઠો ને હું… તને

    વાહ જનાબ્………..

  10. ખૂબ જાણીતી અને ગમતી રચના…

    મુકેશ જોષીનો અવાજ ગીતોમાં જે રીતે ખીલે-ખુલે છે એ સાંભળવાનો (!) ય એક લ્હાવો છે…

  11. વાહ શુ સુન્દર રચના છે…પછી, પોતે જ કહે છે..
    તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
    કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
    તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
    તો આંખો ભીંજાય કોની યાદમાં..
    ખુબ જ સરસ્..

  12. તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
    કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
    તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
    તો આંખો ભીંજાય કોની યાદમાં
    બહુ જ સુંદર ગીત…વરસાદ તરફ ની જલન સમજવી કૅ મનની મૂંઝવણ?

  13. આઠે મહિના મને આંખોમાં રાખે
    ને ચોમાસે કહે છે જા છૂ… તને
    વાહ્
    અનેક બ્લોબ પર વાંચેલું મધુરું ગીત ફરીથી માણ્યું
    તેનું જ કાવ્ય યાદ આવ્યું!
    છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
    છોકરાના હૈયે લીલોતરી
    કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
    છાપે છે મનમાં કંકોતરી
    છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
    વરસાદી રેખાઓ કોતરી….
    છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
    શ્રી ગણેશાય લખી નાખ્યું

Leave a Reply to mukesh parikh Cancel reply

Your email address will not be published. Required fields are marked *