બસ એટલું નક્કી કરો – વિવેક કાણે ‘સહજ’

ડૂબવું છે? દિન-પ્રહર, બસ એટલું નક્કી કરો,
મયકદા કે માનસર, બસ એટલું નક્કી કરો.

કાં જતા કરવા પડે છે શ્વાસ, કાં લખવી ગઝલ
ચાલશે શેના વગર, બસ એટલું નક્કી કરો.

ધ્યેયસિધ્ધિ થઈ કે નહીં, એ પ્રશ્ન તદ્દન ગૌણ છે
કેટલી કાપી સફર, બસ એટલું નક્કી કરો.

જન્મ લીધો ત્યારથી મરવું અફર છે ભાગ્યમાં,
કઈ રીતે કોના ઉપર, બસ એટલું નક્કી કરો.

મેં કસુંબો પણ પીધો છે, ને પીધું છે રૂપ પણ,
શેષ છે શાની અસર, બસ એટલું નક્કી કરો.

ભરવસંતે તો ‘સહજ’ ખીલ્યા હશો, ડોલ્યા હશો,
કેવી વીતી પાનખર, બસ એટલું નક્કી કરો.

– વિવેક કાણે ‘સહજ’

16 replies on “બસ એટલું નક્કી કરો – વિવેક કાણે ‘સહજ’”

  1. સરસ…..
    વારંવાર વાંચવી ગમે… એવી રચના…દિલથી
    અભિનન્દન

  2. વારંવાર વાંચવી ગમે….મમળાવવી ગમે એવી રચના..
    દિલ માથી અભિનન્દન ‘સહજ’ નિકળી આવે.

  3. કસુઁબો અને રૂપ બેમાથી પસઁદગી કરવાનુઁ
    કવિ કહે છે.બઁને સરખાઁ જ માદક છે ને ?
    નક્કી કરવાનો સવાલ જ ત્યાઁ ક્યાઁ છે ?
    વારંવાર વાંચવી ગમે….મમળાવવી ગમે એવી રચના..

  4. શુ તમારી વાત છે એમા નથી કોઈ કસર
    વાહ વાહ થઈ જાયછે એટલુ નક્કી સુણો.

    જય શ્રી ક્રિશ્ણ!
    સુરેશ વ્યાસ
    skanda987@gmail.com

  5. સહજ ને સ્વાભાવિકતાથી પાણીદાર ગઝલ માટે હવે શું કહું બસ એટલું નક્કી કરો..!! કેટલી વાર વાંચવી બસ એટલું નક્કી કરો..!!
    અહીંયા તો શબ્દોય વખાણના જડતા નથી ને એથી વિશેષ શું કહું બસ એટલું નક્કી કરો..!! ચાલો અફલાતુન ગઝલ છે એટલું તો નક્કી..બાકી નું ભૈલા સમજી જાજો.

  6. વાહ!!!! વાહ!!!! અદભુત !!!!! અદભુત !!!!!
    વાહ! અદભુત ! ફક્ત શબ્દો એટલા પર્યાપ્ત છે??
    એથીય પણ વિશેષ કેમ કહેવું બોલો?? જ્યા કિન્તુ
    ના મળે શબ્દો અગર , બસ એટલું નક્કી કરો!!!!!!!!!!!

  7. સરસ…..ત્રીજી કૉમેંટ..
    કેટલી વાર વાંચવી, બસ એટલું નક્કી કરો..!!!!…ખરેખર
    દિલ માથી અભિનન્દન ‘સહજ’ નિકળી આવે..

  8. બહોત ખુબ્..દિલથિ નિકલિ દિલ ને સ્પર્શે તેવિ..વિચારર્તા કરિ દે એવિ..વાહ્

  9. વારંવાર વાંચવી ગમે….મમળાવવી ગમે એવી રચના..

  10. કસુઁબો અને રૂપ બેમાથી પસઁદગી કરવાનુઁ
    કવિ કહે છે.બઁને સરખાઁ જ માદક છે ને ?
    નક્કી કરવાનો સવાલ જ ત્યાઁ ક્યાઁ છે ?
    આભાર સૌનો !શબ્દો બહુ સરસ છે.

  11. બસ એટલું નક્કી કરો,
    કેમ જીવવું ,કેવું જીવવું .બાકીતો વિવેકભાઈ ટેલરે
    બધુંજ કહી દીધું છે.વાહ !!!

Leave a Reply to nidhi purihit Cancel reply

Your email address will not be published. Required fields are marked *