અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે

આજે વ્હાલા કવિ શ્રી હરીન્દ્ર દવેના શબ્દો મઢ્યું આ કૃષ્ણગીત… ઝરણા વ્યાસના મીઠા અવાજમાં અને ઉદયનભાઇનું એટલું જ મઝાનું સ્વરાંકન..!!

સ્વર – ઝરણા વ્યાસ
સંગીત – ઉદ્દયન મારુ

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

– હરીન્દ્ર દવે

(શબ્દો માટે આભાર- અક્ષરનાદ.કોમ)

31 replies on “અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે”

  1. આ ગીત ક્યાંથી મેળવી શકાશે ?
    પ્લીઝ ..માર્ગ આપજો.
    ઝરણા બેન ના અવાજ માં કે હેતલબેન ના અવાજ માં .

  2. HARINDRABHAINI RACHANA KHUBAJ SUNDER CHHE.VIRHI HRDAYANI VEDANA CHHE.EAK BAJU RUKSHAMANI CHHE,BIJI BAJU RADHA CHHE.BANNE BAJUNI KASMAKASH CHHE.ARJUNANI JE STHITI MAHABHARATNA YUDHHA VAKHATE THAI HATI TEVI CHHE.VAAT VARTANI NATHI PAN KAVIE TENU JE RITE NIRUPAN KARYU CHHE ,TE GHANU SUNDER CHHE.

  3. અદભૂત્! લાગે છે કે કવિએ પોતાનો(ભક્ત્નો) ક્રૂષ્ન વિશેનો વિરહ્ ક્રૂષ્નનાજ હ્રુદય થી પ્ર્સ્તુત કરયો છે

  4. વધુ એક વાત મન્ મ આવે ,, કે અપન્ના ભગ્ાવાનને પન વિહ્વવદતા આવે તે કેવુ…!!

  5. અધ્રરાતે મધ્રરાતે..તહુકો દોત કોમ્..વિઝિત કરૈએ ત્યઅરે એક વર્તો અચુક સઅમ્ભદ્વનુ જ્…ખુબ સુન્દર્…

  6. સુંદર સ્વરાંકન, સુંદર રજૂઆત
    અભિનંદન – ઝરણા, ઉદયનભાઇ

  7. માણસ ને એ ભાવ થાય. ભગવાન તેના મૂળ રુપે સત્-ચિત્ આનન્દ મા છે.
    ક્રિશ્ણ ગીતામા જ કહે છે.

    न माम् कर्णाणि लिप्यन्ति न मे कर्म हले स्पृहा ।
    इति माम् यो भि जानति कर्मभिर् स न लिप्यते ॥

    તેણે ગીતા પ્રેમથી કહી,મામા માસીને પણ માર્યા,
    ને ભીષ્મ અને દ્રૉણ ને પણ અર્જુનથી મરાવ્યા.

    જય શ્રી ક્રિશ્ણ!
    સુરેશ વ્યાસ

  8. માધવની અકળામણ કેટલી તીવ્રતાથી વર્ણવી છે?દુર સમરાન્ગણ્મા ઉભા અર્જુનને ગીતા કેમ કરી સમ્ભળાવુ એ પન્ક્તિ તો બેનમુન છે.

  9. ફરિ આ માધવ નિ વેદ્નના……………..બહુ જ ઉતમ …………..આબ્ભાર ………ધન્યવાદ ……..અભિનદનન્દન ……

  10. Congratulations to all three artists, poet,composer and singer. They cast a magic spell on the listener ! What a wonderful effect ! You wish the song would still continue and not end ! An unforgettable experience.

    Dinesh O. Shah, Gainesville, FL, USA

  11. પ્રિય જયશ્રી,

    ઘણા સમય પછી ઝરણાના મીઠા અવાજમાં ને ન્ ઉદયનભાઈના સ્વરાંકને સવારની સુન્દર શરુઆત કરી…

    રાજેન્દ્ર ત્રિવેદી

  12. સુંદર મજાની રચના
    ઝરણા વ્યાસના મીઢા અવાજમાં ની જગાએ ઝરણા વ્યાસના મીઠા અવાજમાં હોવુ જોઇએ.

  13. વાહ……
    અતિ સુંદર રચના અને સરસ સ્વરાંકન અને ગાયકી…ઝાકમઝૉળ….

  14. કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
    કુંજગલી કેમ કરી જાવું ?

    ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
    એને કેમ કરી ગીતા સંભળાવું ?

    સુંદર મજાની રચના.

  15. રાધાની જેમ ઝરણાબહેને સ્વરગાન સુઁદર રીતે કર્યુઁ.
    હરીન્દ્રભાઇની કલમને તો સો સો સલામો પણ ઓછી
    જ પડે !ગેીતના શબ્દો કામણગારા છે.ઉદયનભાઇને
    નમસ્કાર !જયશ્રેીબહેન અને અમિતભાઇનો ખૂબ આભાર !
    આવાઁ જ ગેીતો વારઁવાર સાઁભળવા મળે તેવી શુભેચ્છા !

  16. અર્જુન જેવિ જ દ્વિધાનિ શ્રિ ક્રિશ્ન ના મન નિ સ્થિતિ !

    કેવિ કવિ કલ્પના .

  17. ખુબજ સરસ રચના, આ રચના હુ લામ્બા સમયથિ શોધિ રહિ હતિ. ખુબ ખુબ ધન્યવદ.
    AGAIN AND AGAIN THANKING U.

  18. રાધાના નેણની ઉદાસીના કેફ તણી
    ભરતી આ ગોકુળથી આવે
    મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
    સૂનમૂન હૈયાને અકળાવે
    અતિ સુંદર રચના અને સરસ સ્વરાંકન

Leave a Reply to Suresh Vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *