તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર – સુરેશ દલાલ

જલમાં ઝૂરે માછલી ને વનમાં ઝૂરે ફૂલ :
ભરવસંતે છાનું ઝૂરે કોયલ ને બુલબુલ
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

દરિયામાં એક ઝૂરે હોડી અને હલેસાં ઝૂરે :
નાવિકને અહીં આવવાનું કેમ કહો નહીં સ્ફુરે ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

વૃંદાવનમાં ઝૂરે વાંસળી ; ઝૂરે મીરાંનું મન.
જે મુખડાની માયા લાગી ક્યાં છે એ મોહન ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

– સુરેશ દલાલ

7 replies on “તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર – સુરેશ દલાલ”

  1. બહુ વેધક પ્રશ્ન પુછાયો છે.મુખડાની માયા લાગી છે એ મોહન ક્યા છે? કવિ પ્રદીપના એક ગીતની પન્ક્તિ પણ યાદ આવી. એક નદીકે દો કિનારે મિલનેસે મજબુર.

  2. વાહ. આ બહુ મોટી કરુણા છે. નજીક રહેતા હોવા છતાં દૂર દૂર થઈ જતા સમજાય નહીં કે આમ કેમ થાય છે.
    આભાર

Leave a Reply to manubhai1981 Cancel reply

Your email address will not be published. Required fields are marked *